દરેક સમયે વિચારો તથા ચિંતા કરવાવાળા લોકો જરૂરથી વાંચજો.

Astrology

મિત્રો, શ્રીકૃષ્ણ કહે છે કે તમે ચુંબકને જોયું હશે તે કેવી રીતે લોખંડ તરફ આકર્ષિત થાય છે અને તે કેવી રીતે લોખંડને પોતાની તરફ આકર્ષિત કરે છે કારણ કે તેના સ્વભાવમાં જ આકર્ષણ છે. આપણા સૌના અંદર પણ એક આવું જ ચુંબક હોય છે. તે છે વિચારનું ચુંબક. તે હંમેશા પોતાના જેવા વિચારોને જ આકર્ષિત કરે છે. આપણે જેવું વાવીએ છીએ તેવું જ જાણીએ છીએ એવી જ રીતે આપણે જેવું વિચારીએ છીએ તેવું જ મેળવીએ છીએ. સાધુ જ્યારે ઈશ્વરનું નામ જપે છે ત્યારે તેને ઈશ્વર મળી જાય છે અર્થાત ફળ આપણા વિચારો પર નિર્ભર કરે છે.ઝાકળનું પાણી જો કેળાના પત્તા પર પડે તો તે કપૂર બની જાય છે.છીપલામાં પડે તો મોતી બની જાય છે. વિષફળના મુખઉપર પડે તો વિષ બની જાય છે. હવે તે તમારા પર નિર્ભર કરે છે કે તમારે ભવિષ્યમાં અમૃત જોઈએ છે કે વિષ.

કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યાદ રાખજો આપણે એવા જ બની જઇએ છીએ જેવા આપણા વિચારો હોય છે. એટલા માટે પોતાના વિચારોને હંમેશાં સકારાત્મક રાખો તો વિશ્વાસ રાખજો કે ફળ પણ સકારાત્મક જ મળશે. ઘણીવાર મનુષ્ય પોતાનાથી દૂર થઈને ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે પરંતુ કૃષ્ણ ભગવાન કહે છે કે એક ફળ જ્યારે વૃક્ષ થી અલગ થાય છે ત્યારે જ લોકોની ભૂખ સંતોષી શકે છે અને તેમાં રહેલા બીજ એક નવા વૃક્ષનું સર્જન કરી શકે છે તેવી જ રીતે જીવનમાં આગળ વધવું હશે તો દુઃખ અવશ્ય સહન કરવું પડશે. જો પીડા નહીં હોય તો સર્જન નહીં થાય. જીવનમાં આગળ વધવા ઘણીવાર પોતાનાથી દુર થવાની પીડા પણ સહન કરવી પડશે. તમને મળતું દુઃખ અને પીડા એક નવા જીવનની શરૂઆત હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યએ સુખી થવા માટે પરિશ્રમ કરવો પડે છે. ફક્ત વિચારો કરવાથી કે ચિંતા કરવાથી તે આકાશમાં ઊડી શકતો નથી. ભગવાન કહે છે કે આકાશમાં ઉડતા પંખીઓને જોઈને મનુષ્યને પણ થાય છે કે તેમની જેમ આપણે પણ સ્વતંત્રતાથી ઊડી શકીએ આપણા પર કોઈ બંધન ન રહે પરંતુ તમે કદી એ વિચાર્યું છે કે પંખીઓને આ ઉડાનને, આ સ્વતંત્રતાને મેળવવા માટે કેટલો પરિશ્રમ કરવો પડ્યો હશે? આકાશમાં ઉડતા પહેલા ધરતી પર કેટલો ગહન અભ્યાસ કર્યો હશે આ પક્ષીઓએ. પહેલી વાર જ્યારે આકાશમાં ઉડવા પંખીઓએ પોતાની પાંખો ફફડાવી હશે ત્યારે કેટલી વાર નીચે પડ્યા હશે? પરિવાર હવામાં ઉડતી વખતે તેમને પણ કેટલો ભય લાગ્યો હશે. પહેલીવાર મળ્યા પછી ધરતી પર પાછા ફરતાં તેમને કેટલી ઇજાઓ થઇ હશે. તો તમે પણ વ્યર્થ ચિંતાઓ કરવાનું છોડી અને આ પંખી જેટલી મહેનત પરિશ્રમ કરી શકો છો તો તમે પણ એક સુખી જીવન જીવી શકો છો.

ભગવાન કહે છે કે મનુષ્ય નાની સરખી મુશ્કેલી આવતાં જ હિંમત હારી જાય છે અને જાણે તેનું જીવન જ થંભી જાય છે. ચટ્ટાન ખૂબ જ કઠોર હોય છે અને પાણી ખૂબ જ કોમળ હોય છે. છતાં પાણી કઠોળ ચટ્ટાનો વચ્ચેથી પોતાનો રસ્તો બનાવી જ લે છે કારણ ફક્ત એક છે એ છે લગાતાર ચાલવાની ક્ષમતા, લગાતાર આગળ વધવાની ક્ષમતા. જળ સતત આગળ વધ્યા કરે છે જ્યારે ચટ્ટાન ત્યાં જ ઉભી રહે છે. આ કારણે જ જળ ચટ્ટાનને કાપીને પોતાનો માર્ગ બનાવી લે છે એટલા માટે જ લગાતાર જીવનમાં આગળ વધતા રહો, ઉભા ના રહેતા કારણ કે ચટ્ટાન જેવી દરેક સમસ્યાને તમે પણ પાણીની જેમ કાપી શકો છો. જય યોગેશ્વર,જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *