મિત્રો, આપણા શાસ્ત્રોમાં જન્મ-મરણથી લઈલે આગલા જન્મો એ તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આત્મા અજર અને અમર છે. જે રીતે વ્યક્તિ પોતાના પત્રો ને બદલે છે આત્મા પણ એ રીતે જ નવો જન્મ લઈને પોતાનું શરીર બદલે છે. આ ઘટના ત્યાં સુધી ચાલ્યા જાય છે જ્યાં સુધી તે આત્માને મુક્તિ ન મળી જાય. આપણા સૌના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આત્માની કોઈ જાતી નથી તો જન્મ સમય એ કઈ રીતે નક્કી થતું હશે કે કઈ આત્માને પુરુષનું શરીર મળશે અને કઈ આત્માને સ્ત્રીનું. જે આત્મા અત્યારે પુરુષના શરીરમાં છે તે આગલા જન્મમાં પણ પુરુષ જ બનશે કે તેને સ્ત્રીનું શરીર પણ મળી શકે છે? આ બધા સવાલોનો જવાબ આપણા શાસ્ત્રોમાં લખેલો છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે આત્માને શરીર મળે છે ત્યારે જન્મ પુરુષ હોય કે સ્ત્રીનો આત્માને તે શરીરને અનુરૂપ વ્યવહારમાં ઢળીને પોતાનું કર્મ કરવાનું હોય છે. શરીર વડે કર્મ કરીને જ એક આત્મા પોતાના જન્મના ઉદ્દેશ્યને સાર્થક બનાવી શકે છે. સારા કર્મો વડે આત્મા મુક્તિના માર્ગ તરફ થઈ શકે છે. અને ખરાબ કર્મ કરીને એ પોતાની ભવિષ્યની પરિસ્થિતિને બદતર બનાવી શકે છે.
જો કોઈ પુરુષ મહિલાઓની જેમ આચરણ કરે છે અને સ્વભાવમાં મહિલાઓ જેવી આદતો લઈ આવે છે અને એવા જ કામ કરવા માંગે છે જે એક સ્ત્રીએ કરવા જોઈએ તો આવા પુરુષોની આત્મા તેના આગલા જન્મમાં સ્ત્રીનું શરીર ધારણ કરે છે. એવી જ રીતે જો કોઈ મનુષ્ય પશુઓની સમાન વ્યવહાર કરે છે, અને એ વસ્તુઓનું સેવન કરે છે જે વસ્તુઓ પશુઓ કરે છે તો તેવી આત્માને નિશ્ચિત રૂપથી આગલા જન્મમાં પશુ બનવું પડે છે. આપણા શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે મૃત્યુ સમય આત્માની આશક્તિ જે વસ્તુમાં વધારે હોય છે તેનો આગળનો જન્મ પણ તેના પર જ નિર્ભર કરે છે.
જો કોઈ વ્યક્તિ મૃત્યુના અંતિમ સમયમાં કોઈ સ્ત્રીને યાદ કરતા પ્રાણનો ત્યાગ કરે છે તો તેને આગળના જન્મમાં સ્ત્રી બનવું પડે છે. અને જો તે વ્યક્તિ અંતિમ ક્ષણોમાં પરમેશ્વરનું નામ લે છે છોટે મુક્તિના માર્ગ ઉપર અગ્રેસર બની જાય છે. એટલે કે મૃત્યુના અંતિમ ક્ષણમાં કરેલો વિચાર તેના આગળના જન્મનો આધાર બની જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવી છે કે મૃત્યુ સમયે હંમેશા રામનું નામ લેવું જોઈએ. જે પણ ભગવાનને તમે માનો છો તેમનું ધ્યાન કરવું જોઈએ. મિત્રો તમારા માટે એક પ્રશ્ન છે, શું તમે જાણો છો કેટલા જન્મ પછી આત્માને મનુષ્ય યોનીમાં જન્મ મળે છે? જો તમે આનો ઉત્તર જાણતા હોય તો કોમેન્ટ બોક્ષ માં અવશ્ય જણાવજો. હર હર મહાદેવ