આ તસવીરનું રહસ્ય જાણીને તમે હેરાન થઈ જશો

Astrology

મિત્રો, આ તસવીરનું રહસ્ય જાણીને તમારી આંખોમાં જરુરથી આંસુ આવી જશે. આ ફોટાને જોઈને ઘણા લોકોના મનમાં જુદા જુદા પ્રકારના વિચારો આવી રહ્યા હશે પરંતુ તમે જ્યારે આ તસવીર પાછળનું સત્ય જાણશો તો હેરાન રહી જશો. પુરાતન રોમન કાળમાં સાયમન નામનો એક વૃદ્ધ માણસ રહેતો હતો. જેને રોમના રાજાએ મૃત્યુદંડની સજા આપી હતી. પરંતુ આ મોતની સજા ભયાનક હતી. સાયમનને ભૂખથી તડપીને મોતની સજા આપવામાં આવી હતી એટલે કે જ્યાં સુધી તેના પ્રાણ ન નીકળે તેને ન તો કંઈ ખાવાનું આપવામાં આવે કે ના કંઈ પીવાનું આપવામાં આવે.

સાયમનને મોટી જેલમાં મોકલી દેવામાં આવ્યો અને સૈનિકો રાહ જોવા લાગ્યા કે ક્યારે તેનુ ભૂખથી તડપીને મૃત્યુ થાય. સાયમન ની એક દીકરી હતી જેનું નામ પેરો હતું. તે દીકરી પોતાના પિતાને આ હાલતમાં જોઇ શકતી ન હતી. એ પોતાના પિતાને આ હાલતમાં જોઇને પરેશાન રહેતી હતી અને વિચારથી રહેતી હતી કે કઈ રીતે તે તેના પિતાને મદદ કરી શકે.પેરોએ જેલરને વિનંતી કરી કે તેના પિતા ખૂબ જ વૃદ્ધ છે અને વધારે દિવસ જીવિત નહીં રહી શકીએ એટલા માટે જ્યાં સુધી તે જીવિત છે દરરોજ તેને તેના પિતાને મળવાની રજા આપવામાં આવે. જેલર એક નરમ દિલ માણસ હતો. તેને દીકરીની આ વાત માની લીધી.

સાયમનની દીકરી તેના પિતાની ખૂબ જ ચિંતા કરતી હતી અને તેને એ સહન થતું ન હતું કે તેના પિતા ભૂખથી મરવાના હતા. સાયમનની દીકરીએ તેના પિતાને જીવિત રાખવાનો એક ઉપાય શોધ્યો. એ ઉપાય હતો કે જ્યારે પણ એ પોતાના પિતાને મળવા જતી હતી ત્યારે તે પોતાના પિતાની પોતાનું દૂધ પીવડાવતી હતી. ભૂખથી મજબૂર પિતા પણ આમ કરવામાં વિવસ હતા. જ્યારે ઘણા દિવસો વીતી ગયા અને સાયમનનુ મૃત્યુ થયું નહીં ત્યારે સૈનિકોને શક થઈ ગયો અને તેમને સાયમનની દીકરી પર નજર રાખવાનું વિચાર્યું. એક દિવસ મને દીકરી જ્યારે પોતાના પિતાને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે સૈનિકોએ તેને પકડી લીધી.

જ્યારે આ પૂરી ઘટના રાજાને ખબર પડી ત્યારે રાજાનું દિલ પીગળી ગયું અને તેને એક દીકરીના પ્રેમ સામે ઝૂકવું પડ્યું. અંતમાં રાજાએ સાયમનને છોડી દીધો. આ તસવીર આજે પણ ખૂબ જ મશહૂર છે પરંતુ ઘણા લોકોને આ તસવીર પાછળનું સત્ય ખબર નથી. આ તસવીરમાં કંઈ પણ ખોટું કે નકારાત્મક નથી. આ તસવીર પાછળનું સત્ય જે લોકો જાણે છે એ લોકોને ખબર છે કે કેવી રીતે એક દીકરીએ તેના પિતા માટે આટલું બલિદાન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *