એક બહેન એના ભાઈ સાથે કેવું કરે છે, દુનિયાનો દરેક ભાઈ એકવાર અવશ્ય વાંચે.

Astrology

મિત્રો, જો તમે પણ તમારી બહેનને પ્રેમ કરો છો તો અંત સુધી વાંચજો. એક યુવાન શોપિંગ મોલમાં શોપિંગ કરવા માટે જાય છે અને જ્યારે તેની શોપિંગ પૂરી થઈ જાય છે તો એ બિલ ભરવા માટે કેશ કાઉન્ટર ઉપર આવે છે. એ કેશ કાઉન્ટર ઉપર એક નાની છોકરીને જુએ છે. એક પાંચ વર્ષની નાની છોકરી મેનેજર સાથે ઝઘડી રહી હતી. તે યુવાન બંનેની વાતોને ધ્યાનથી સાંભળે છે. તે નાની છોકરીને ઢીંગલી ખરીદવી હતી પરંતુ તેની પાસે ખરીદવા માટે પૂરતા પૈસા ન હતા. તે યુવાન ચતુરાઈથી તે છોકરીના ખીચામાં થોડા પૈસા મૂકી દે છે અને પછી નાની છોકરી ને પૂછે છે કે તારી પાસે કેટલા રૂપિયા છે? નાની છોકરી જવાબ આપે છે કે મારી પાસે ઢીંગલી ખરીદવા માટે પૂરતા પૈસા નથી.

ત્યારે તે યુવાન નાની છોકરીને કહે છે કે કદાચ તારા ખિસ્સામાં પૈસા હશે તું બરાબર ધ્યાનથી તપાસ કર. નાની છોકરી તરત જ એના ખિસ્સામાં જુએ છે અને એને પૈસા મળી જાય છે અને ખુશ થઈ જાય છે કે હવે હું ઢીંગલી ખરીદી શકીશ. એ માસુમ દીકરીને શું ખબર હોય કે પૈસા ક્યાંથી આવ્યા? પણ એને તો બસ એક ઢીંગલી ખરીદવી હતી. તે એ પૈસાથી એક ઢીંગલીને ખરીદી લે છે. તો એક પાંચ વર્ષની માસુમ છોકરી જવાબ આપે છે કે આ ઢીંગલી મેં મારા ભાઈ માટે ખરીદી છે. યુવાન તેને પૂછે છે કે તારો ભાઈ ક્યાં છે? ત્યારે તે છોકરી કહે છે કે મારો ભાઈ ભગવાન પાસે છે. યુવાન માસુમ છોકરીને જોતો જ રહી જાય છે અને એને ખ્યાલ આવી જાય છે કે એનો ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યો. તે યુવાનને ખૂબ જ આઘાત લાગે છે.

તે યુવાન છોકરીને પૂછે છે કે તું ક્યાં જાય છે? ત્યારે તે પાંચ વર્ષની દીકરી જવાબ આપે છે કે હું હોસ્પિટલમાં જાઉં છું. યુવાન પૂછે છે કેમ હોસ્પિટલ? ત્યારે માસૂમ દીકરી જવાબ આપે છે કે મારા પપ્પાએ કહ્યું છે કે તારી મમ્મી પણ ભગવાન પાસે જવાની છે. આ સાંભળીને પેલા યુવાનના હોશ ઉડી જાય છે કે માસુમ છોકરીની મમ્મી પણ આ દુનિયામાંથી વિદાય લેવાની છે? એટલામાં નાની દીકરી બોલે છે કે આ ઢીંગલી હું મારી મમ્મીને આપી દઈશ એ મારા ભાઈ સુધી પહોંચાડી દેશે. મારા ભાઈને આ ઢીંગલી ખૂબ જ પ્રિય છે. તેની ફેવરિટ હતી એટલે જ આજે હું ખરીદી રહી છું. યુવાનની આંખોમાં આંસુ આવી જાય છે પરંતુ તે આંસુને રોકી લે છે. યુવાન કહે છે ચાલ હું તને તારા ઘર સુધી છોડી દઉં.

થોડા જ દિવસો પછી તે યુવાન કોઈ કામથી બહાર નીકળે છે. ત્યારે તે જુએ છે કે જે ઘરે જઈને તે નાની છોકરીને ઉતારી હતી ત્યાંથી એક અરથી નીકળી રહી હતી. તે નાની માસુમ છોકરીની માં હવે આ દુનિયામાં નથી રહી. તે યુવાન જુએ છે કે અરથી પર તેની માતાની સાથે એક ઢીંગલી પણ બાંધેલી છે જે આ યુવાને તે છોકરીને ખરીદવામાં મદદ કરી હતી. આ જોઇને તેની આંખોમાં આંસુ વહેવા લાગે છે. બીજી બાજુ એક એવું દૃશ્ય જુએ છે કે નાની છોકરી તેની માતાને હાથ હલાવીને આવજો કહે છે કારણ કે તે માસૂમને શું ખબર હોય કે એની માતા હવે આ દુનિયામાં નથી રહી? તેને તો એમ જ છે કે મારી માતા મારા ભાઈ પાસે જઈ રહી છે. જ્યારે કોઈ એક શહેર માંથી બીજા શહેરમાં જવાનું હોય પરંતુ એ માસુમ છોકરી એટલા માટે ખુશ હતી કારણ કે એ તેના ભાઈની પ્રિય ઢીંગલીને મોકલી રહી છે.

ત્યારે જ તે રડતો યુવાન વિચાર કરવા લાગે છે કે એક દીકરી, એક બહેન ભગવાનની દીધેલી એક દેન છે કારણ કે જ્યારે એક ભાઈ આ દુનિયામાં બહેનની સાથે હોય છે ત્યારે પણ તે ભાઈની હંમેશા ચિંતા કરતી હોય છે તેનું પાલન-પોષણ કરતી હોય છે. અને જ્યારે એ જ ભાઈ આ દુનિયામાં નથી રહેતો ત્યારે પણ એક બહેન સૌથી પહેલા ભાઈનું જ વિચારે છે. દુનિયામાં એક બહેન જ એવી હોય છે કે જે આટલું બધું કરી શકે છે. જો તમે પણ નસીબદાર છો જો તમારે પણ એક બહેન છે તો એને કોઈ પણ સંજોગોમાં ખુશ રાખો. તમારી બહેન સુધી આ વાતને અવશ્ય શેર કરજો. “ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી”. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *