શાસ્ત્રોમાં કહ્યું છે, સ્ત્રીના આ 3 કામ તેને વહેલા વિધવા બનાવી શકે છે.

Astrology

મિત્રો, પત્ની પતિની અર્ધાંગિની હોય છે. પત્ની હંમેશા પતિના દુઃખમાં પતિથી આગળ રહેતી હોય છે એટલે કે પતિ પર જ્યારે પણ કોઈ સંકટ આવી પડે ત્યારે તે સંકટ પોતાના પર લઈ લે છે. પત્ની હંમેશા પોતાના સુખ કરતાં પતિના સુખનું વધારે વિચાર કરતી હોય છે. પોતાના પતિ માટે હંમેશા પોતાની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરતી હોય છે અને ઘણા બધા વ્રત પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. એટલે જ પત્નીને ત્યાગ અને બલિદાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ ઘણી વાર અજાણતા કેટલીક ભૂલો કરી બેસતી હોય છે જેના કારણે તેમના પતિ પર મુશ્કેલી આવી પડે છે.

શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દરેક સ્ત્રી માટે મંગળસૂત્ર અને સિંદૂર તેનું પ્રથમ શૃંગાર હોય છે. દરેક સુહાગણ સ્ત્રી પોતાના પતિના નામનું મંગળસૂત્ર ગળામાં પહેરે છે અને પોતાના પતિના નામનું સિંદૂર તેના માથા પર લગાવે છે. સ્ત્રીઆ બંને શ્રીંગાર કરવાનું કદી પણ બોલતી નથી ગમે તેવી પરિસ્થિતી હોય એક સ્ત્રી મંગળસૂત્ર અને સિંદૂર ને કદી પણ ભૂલતી નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીઓએ ભૂલથી પણ તૂટેલું મંગળસૂત્ર ન પહેરવું જોઈએ. ઘણીવાર મંગળસૂત્ર તૂટી ગયું હોવા છતાં સ્ત્રીઓ તેને પહેરતી હોય છે. પરંતુ એક સ્ત્રીની આ ભૂલ પતિ પર મુશ્કેલી લાવી શકે છે.

દરેક મંગળસૂત્ર પર કાળા રંગના મોતી હોય છે જેનાથી પતિ પર કોઈની નજર લાગતી નથી. ઘણીવાર સ્ત્રીઓ અન્ય સ્ત્રીનું મંગળસૂત્ર અને સિંદૂરનો ઉપયોગ કરતી હોય છે પરંતુ એક સુહાગણ સ્ત્રીએ આવી ભૂલ કદી પણ ન કરવી જોઈએ. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કોઈના પાસેથી ઉધાર પૈસા લઈને પણ મંગલસૂત્ર કે સિંદૂર ખરીદવું જોઈએ નહીં. ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ. આમ કરવાથી પતિ પર દેવું થઇ શકે છે.

સુહાગન સ્ત્રીએ પોતાના પતિ માટે કરેલા વ્રતને ભૂલથી પણ તોડવું ન જોઈએ. સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઘણા વ્રત-ઉપવાસ રાખતી હોય છે. ઘણીવાર સ્ત્રીઓ સંતાઈને આ ઉપવાસ તોડી દેતી હોય છે. આ ભયંકર ભૂલ સ્ત્રીના પતિ પર આફત લાવી શકે છે. શાસ્ત્રોમાં બતાવેલી આ કેટલીક બાબતોનું એક પતિવ્રતા પત્નીએ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *