શ્રીકૃષ્ણ કહે છે, મૃત્યુ પહેલાં મનુષ્યને મળે છે આ 7 સંકેત.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ સળગાવાની શકતી નથી અને જળ ડુબાડી શકતું નથી અર્થાત મનુષ્યના શરીરમાં રહેલી આત્મા અમર છે તેને કોઈ મારી શકતું નથી પરંતુ મનુષ્યનું શરીર અમર નથી. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જે પણ આ ભૌતિક સંસારમાં જન્મ લે છે તે સમય જ તેનું મૃત્યુનો સમય અને મૃત્યુનું કારણ નક્કી થઈ જાય છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ કહે છે કે જે આ પ્રકારે જન્મ એક સત્ય છે તે પ્રમાણે જ મૃત્યુ પણ એક શાશ્વત સત્ય છે.

ભગવાન વિષ્ણુએ મૃત્યુ પૂર્વે મળવા વાળ કેટલાક સંકેતો વિશે જણાવ્યું છે. ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો પડછાયો તેનો સાથ છોડી દે છે. જે મનુષ્ય નું મૃત્યુ નજીક આવી ગયું છે તે મનુષ્યને પાણી કે તેલમાં પોતાનો પડછાયો નજર નથી આવતો. જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય છે તો તેને સમજી લેવું જોઈએ કે તેનો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે. જ્યારે પણ કોઈ મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેને પોતાની આસપાસ પોતાના પૂર્વજો કે પિતૃ દેખાવા લાગે છે. તેને પોતાના પાસે પોતાના પિતૃઓની મોજુદગી મહેસૂસ થાય છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવી જાય છે ત્યારે તેને પોતાના શરીરમાંથી જ એક અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે જે તેને બિલકુલ સારી લાગતી નથી. જો કોઈ વ્યક્તિને આવી ગંધ મહેસૂસ થાય તો તેને સમજી લેવું જોઈએ કે તેનો અંતિમ સમય હવે નિકટ છે. જ્યારે પણ કોઈ મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે અને તે દર્પણમાં પોતાને જુએ છે તો તેને પોતાના ચહેરાના બદલે બીજા અન્ય વ્યક્તિનો ચહેરો દેખાવા લાગે છે અથવા પોતાનો જ વિકૃત ચહેરો દેખાવા લાગે છે. આ સંકેત તેને આવવાવાળા મૃત્યુ વિશે ચેતવણી આપે છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવી જાય છે ત્યારે તેનું શરીર પીળું કે હળવા લાલ રંગનું દેખાવા લાગે છે. સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ તેને દેખાવાનું બંધ થઈ જાય છે.

જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની આંખો કમજોર પડી જાય છે અને જીભ પર કાંટા ઊગ્યા હોય તેવુ મહેસુસ થાય છે. જે મનુષ્ય જીવનમાં સારા કર્મો કરેલા હોય છે અને જીવનમાં પુણ્ય કમાયેલું હોય છે તેને પોતાની આંખો સામે એક દિવ્ય રોશનીની અનુભૂતિ થાય છે અને આવો વ્યક્તિ મૃત્યુથી ગભરાતો નથી અને જે વ્યક્તિ એ પાપ કર્મ કરેલા હોય તેને મૃત્યુ નજીક આવતા પોતાની સામે ભયંકર રૂપ વાળા યમદૂત દેખાવા લાગે છે જેને જોઈને તે ધ્રુજવા લાગે છે અને પોતાના કરેલા પાપ માટે તે પસ્તાવા લાગે છે. આ હતા કેટલાક સંકેતો જે મનુષ્યના મૃત્યુ પહેલા તેને જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *