કૃષ્ણ ભગવાને કહ્યું છે, સ્ત્રીને ફક્ત આ 3 વસ્તુ આપો, તે તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણએ મનુષ્યને જીવન જીવવા માટેનો રાહ ભગવદગીતાના ઉપદેશ દ્વારા આપ્યો છે. મનુષ્ય એ કેવું જીવન જીવવું, કોનો સાથ આપવો, કોણ આપણું કોણ પારકું, સુખ દુખ દરેક પરિસ્થિતિમાં કેવા કર્મ કરવા તમામ જ્ઞાનનું ભાથું ખુદ ભગવાને આપણને પીરસ્યુ છે. જે જ્ઞાનના ઉપયોગથી જો આપણે જીવન જીવીએ તો આપણો આ જન્મારો ધન્ય બની જાય છે અને આપણા જીવને મોક્ષ મળી જાય છે અને પ્રભુશ્રી રામના ચરણોમાં સ્થાન પણ મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, જત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા: એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી આ વાતને દરેક લોકો જાણે છે અને માને પણ છે પરંતુ સંસારમાં ઘણા ઓછા લોકો આ વાતને અપનાવે છે. દુનિયામાં ઘણા ઓછા લોકો આ વાતને પોતાના આચરણમાં મૂકે છે.

સજ્જન માણસો સ્ત્રીઓને સૌની સામે સન્માન આપે છે. તેમના જન્મદિવસે અથવા તો લગ્નની વર્ષગાંઠ ઉપર સુંદર મજાની ભેટ આપીને સ્ત્રીઓને ખુશ પણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, એક સ્ત્રીની ખુશી અને તેના સન્માન માટે શું આ પૂરતુ છે? એક સ્ત્રી પોતાના પિતા માટે, પોતાના ભાઇ માટે, પોતાના પતિ માટે, પોતાના સંતાનો માટે જીવનમાં કેટલો ત્યાગ અને બલિદાન આપે છે, એક નાનકડી ભેટ આપીને તેનું સન્માન શક્ય નથી.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે સ્ત્રીને સોનાના આભૂષણો નથી જોઈતા, સ્ત્રીને મોંઘા કપડાં પણ નથી જોઈતા. કોઈ પણ સ્ત્રીને જો કાંઈ જોતું હોય તો તે છે ફક્ત સન્માન. સ્ત્રીની સૌની સામે પણ અને એકાંતમાં પણ સન્માન જોઈએ છે. સન્માનની સાથે સ્ત્રીને તમારો સમય અને સમર્પણ જોઈએ છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે , સ્ત્રી ફક્ત આ ત્રણ વસ્તુઓ ની ભૂખી હોય છે, સન્માન ,સમય અને સમર્પણ અને થોડો પ્રયત્ન કે તમે તેને બતાવી શકો કે તમારા જીવનમાં તેમનું મહત્ત્વ અને બરાબરીનો ભાવ છે. જ્યારે જ તમે કહી શકશો, “જત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા:” રાધે રાધે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *