જે લોકોની બંને હથેળીઓ મળીને અર્ધચંદ્રમાં બને છે, શાસ્ત્રોમાં તેમનું ભાગ્ય આવું લખ્યું છે.

Astrology

મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથની રેખાઓ આપણા ભાગ્યનું સૂચન કરે છે. તમે તમારી બંને હથેળીઓને જોડીને બનતો અર્ધચંદ્રમાં અવશ્ય જોયો હશે. કોઈની હથેળી માટે અધુરો હોય છે તો કોઈની હથેળીમાં પૂરો અર્ધચંદ્રમાં હોય છે. આ અર્ધચંદ્રમાં ઘણી બધી બાબતોમાં શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અર્ધચંદ્ર બનવો શુભ બાબત માનવામાં આવે છે. અને તેનાથી આપણા જીવનમાં ઘણા લાભ પ્રાપ્ત થાય છે. હથેળીમાં બનેલા ચંદ્રના ઘણા અર્થ હોય છે જે તમારા જીવનને પ્રભાવિત કરે છે. જો તમે તમારી સાથે જોડો અને તેમાં ચંદ્ર બનતો નજર આવે તો કહેવાય છે તે કે તે જાતકને સુંદર પતિ કે પત્ની પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યું છે કે વ્યક્તિના હાથ માં બનેલી રેખાઓ તેના ભૂત ભવિષ્ય અને વર્તમાનનું વર્ણન કરે છે. ઘણીવાર આ ચંદ્રને ઓળખવામાં લોકો ભૂલો કરે છે. આ ચંદ્ર ફોટામાં બતાવ્યું છે તે મુજબ બુધ પર્વતથી શરૂ થઈને ગુરુ અને શનિ પર્વતના વચ્ચે અંત સુધી જાય તો જ તે ચંદ્ર સારા પરિણામ આપે છે. ઘણીવાર લોકો બંને રેખાઓ અંત સુધી ન પહોંચવા છતાં તેને અર્ધચંદ્ર માને છે. આવો અર્ધ ચંદ્રમા ખૂબ જ ઓછા લોકોને પ્રાપ્ત થયેલો હોય છે. જે લોકોના હાથમાં આ નિશાન હોય છે તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ નાસીપાસ થતા નથી અને ખૂબ જ હિંમતવાળા હોય છે.

જે લોકોની હથેળી વડે અડધો ચંદ્રમાં બને છે તેઓ હંમેશા બીજાઓથી પોતાની ભાવનાઓ છુપાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેઓ એવું ઇચ્છતા નથી કે તેમના દુખ વિશે બીજા કોઈ વ્યક્તિને ખબર પડે અને તે પણ દુઃખી થાય. જે લોકોના હાથમાં ચંદ્રમા હોય છે તેઓ પોતાના જીવનસાથીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ જેને પણ પ્રેમ કરે છે તેને કદી પણ દગો આપતા નથી હંમેશા પોતાના જીવનસાથીને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે અને તેમની દરેક જરૂરિયાતો પૂર્ણ કરે છે.

જે લોકોની હથેળીમાં અધુરો અર્ધચંદ્રમાં હોય છે તેમનું મગજ ખૂબ જ તેજ હોય છે. તેઓ વર્ષો પહેલાંની વાતોને પણ સરળતાથી યાદ રાખી શકે છે. અને પોતાની દોસ્તી પ્રત્યે ખુબજ વફાદાર હોય છે. અધૂરા ચંદ્ર વારા લોકો શાંત સ્વભાવના હોય છે. જે લોકોની હથેળીઓ પર આવો અર્ધચંદ્રમાં નથી બનતો અને રેખાઓ એકદમ સીધી છે તે વ્યક્તિ ખૂબ જ શાંત રહેવા વાળો વ્યક્તિ હોઈ શકે છે. બંને હાથોને જોડવાથી આ પહેલી દેખા તો એકદમ સીધી રહે છે તો તે વ્યક્તિ ખૂબ જ શાંત અને દયાળુ હોય છે. એવા લોકો પણ ખૂબ જ ઓછા હોય છે જેમને આ બંને રેખાઓ એકદમ સીધી હોય છે. જો આ રેખાઓ એકબીજા સાથે જોડાતી ન હોય તેવા વ્યક્તિને તેમના કરતાં વધુ ઉંમરના વ્યક્તિઓ સાથે સારા સંબંધો હોય છે. આવા લોકોને એ વાતની સહેજ પણ ચિંતા હોતી નથી કે લોકો તેમના વિશે શું કહે છે. તમારા બંને હાથની હથેળી જોડતા કેવી રેખા બને છે તે અવશ્ય જણાવજો. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *