કેવી રીતે કાઢે છે શરીરમાંથી પ્રાણ.

Astrology

મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારનો સમય આવે છે. પરંતુ તે અટલ સત્ય છે કે દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. આ વાતને લઈને દરેકના મનમાં અલગ અલગ ધારણાઓ હોય છે પરંતુ મૃત્યુ પછી શું થાય છે તેની સચ્ચાઈ ખૂબ જ પહેલા બતાવી દેવામાં આવી હતી. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી શું થાય છે તે તમામ બાબતો વિસ્તારથી લખેલી છે જે એક માણસને જાણવી ખૂબ જ જરૂરી છે. ગરુડ પુરાણ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વાહન ગરુડને મૃત્યુ બાબતે અનેક બાબતો કહેલી છે.

મૃત્યુ પછી આત્મા યમલોક કેવી રીતે પહોંચે છે તેનું વિસ્તૃત વર્ણન પણ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર જે મનુષ્યનું મૃત્યુ થવાનું હોય છે તે બોલવા માંગે છે પણ બોલી શકતો નથી અને અંત સમયમાં તેની તમામ ઇન્દ્રિયો જેમ કે બોલવાની,જોવાની, સાંભળવાની શક્તિ નાશ થઈ જાય છે. મનુષ્ય હલનચલન પણ કરી શકતો નથી. તે સમયે બે યમદૂત આવે છે. તે સમયે શરીરમાંથી અંગુષ્ઠ માત્ર એટલે કે અંગૂઠા જેટલી આત્મા શરીર માંથી નીકળે છે જેને યમરાજના દૂત પકડીને યમલોક લઈ જાય છે જેવી રીતે રાજાના સૈનિકો અપરાધીને પકડીને લઈ જાય છે.

તે જીવાત્માને રસ્તામાં થાકવા છતાં યમરાજના દૂત તેને બેસવા દેતા નથી અને નર્કમાં મળવા વાળી સજા વિશે વારંવાર તેને કહે છે. યમદૂતોની આવી ભયાનક વાતો સાંભળીને આત્મા જોરજોરથી રડવા લાગે છે પરંતુ યમદૂત તેના પર બિલકુલ દયા નથી કરતા. ત્યારબાદ તે જીવાત્મા આગની જેમ ગરમ હવા અને ગરમ રસ્તા પર ચાલી શકતી નથી અને ભૂખ તરસથી તડપે છે. આ પ્રકારે યમદૂત જીવાત્માને અંધકાર વાળા રસ્તા માંથી યમલોક લઈ જાય છે. ગરુડ પુરાણ અનુસાર યમલોક ૯૯ હજાર યોજન દૂર છે એટલે કે એક યોજન બરાબર ૩ થી ૧૬ કિલોમીટર હોય છે. ત્યારબાદ યમદૂત તેને કરેલા પાપ કર્મોના આધારે તેને સજા આપે છે. ત્યારબાદ તે જીવાત્મા યમરાજની આજ્ઞાથી યમદૂતો સાથે ફરીથી પોતાના ઘરે પાછી આવે છે.

ઘરે પાછી આવ્યા બાદ તે જીવાત્મા પોતાના શરીરમાં પાછા જવાનો પ્રયત્ન કરે છે પરંતુ યમદૂત તેને તેમ કરવા દેતા નથી. આત્માના પુત્ર પિંડદાન અને અન્ય દાન કરે છે તેનાથી એ આત્માને શક્તિ અને નવું શરીર પ્રાપ્ત થાય છે. આત્માનું જો પિંડદાન કરવામાં નથી આવતું તે આત્મા પ્રેત બની જાય છે. ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના મૃત્યુ બાદ દસ દિવસ સુધી પિંડદાન અવશ્ય કરવું જોઈએ. પિંડદાનથી જ આત્માને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પહેલા દિવસ કરેલા પિંડદાન થી મૃત આત્માને શીર્ષ એટલે કે માથું પ્રાપ્ત થાય છે. બીજા દિવસના પિંડદાનથી ગરદન અને ખભા, ત્રીજા દિવસ ના પિંડદાનથી હૃદય, ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડ માંથી નાભિ, છઠ્ઠા અને સાતમાં દિવસના પિંડદાનથી કમર અને નીચેનો ભાગ, આઠમા દિવસના પિંડદાન વડે પગ અને નવમા દિવસે ભૂખ તથા દસમા દિવસના પિંડદાન વડે તરસ ઉત્પન્ન થાય છે.

યમદૂતો દ્વારા તેરમા દિવસે આત્માને પકડી લેવામાં આવે છે. ત્યારબાદ તે ભૂખ તરસથી તડપતી યમલોક સુધી એકલી જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને ૮૬હજાર યોજન છે.૪૭ દિવસ સુધી લગાતાર ચાલીને આત્મા યમલોક પહોંચે છે અને આમ એક જીવાત્મા યમરાજ સુધી પહોંચે છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *