દીકરી હોવી કેમ જરૂરી છે, દીકરીને બોજ માનનારા લોકો અવશ્ય વાંચજો.

Uncategorized

મિત્રો, “સુરજ કી રુહ ચાંદ સિતારા હૈ બેટીયા, ગુલશન કા ગુલ ઔર ગુલ કા નજારા હૈ બેટીયા, ફુરસદ જો મિલે તો ઇનકો જરા પઢ ભી લીજીયે, ગીતા કુરાન, બાઇબલ, પુરાણ હૈ બેટીયા” અભાગી હોય છે એ લોકો જેમના ઘરમાં દીકરી નથી હોતી. ઓછામાં ઓછી એક દીકરી તો ઘરમાં હોવી જ જોઈએ કારણ કે દીકરી નથી તો કંઈ જ નથી. લોકો કહે છે કે આહાર દાન ખૂબ જ મોટું હોય છે, લોકો કહે છે કે જ્ઞાનનું દાન મોટું હોય છે, કોઈ કહે છે અભયદાન મોટું હોય છે, કોઈ કહે છે ઔષધ દાન મોટું હોય છે, કોઈ કહે છે ખાનદાન મોટું હોય છે પરંતુ દુનિયામાં કોઈ દાન મોટું હોય કે ન હોય કન્યાદાન દુનિયામાં સૌથી મોટું દાન હોય છે.

આ ધરતી પર કન્યાદાનથી મોટું કોઈ દાન નથી હોતું. તમે જ વિચારો કાળજાના કટકા જેવી એક દીકરીનું દાન કરવું તેનાથી મોટું દાન આ દુનિયામાં કયું હોઈ શકે? લોકો નોટના દાનને દાન કહે છે, એક કાગળના ટુકડાનું દાન કરવામાં આવે તેનું સન્માન થાય છે, માળા પહેરાવવામાં આવે છે, કાગળના ટુકડાનું દાન કરવાવાળાને દાની કહેવાય છે પરંતુ પોતાના દિલના ટુકડાનું દાન કરવાવાળા પિતા કેમ દાની નથી કહેવાતા? દીકરી આપણા દિલનો ટુકડો હોય છે, આપણું અરમાન છે, આપણી સંવેદના છે. દીકરી આપણા દિલની ધડકન હોય છે.

ઘરમાં એક દીકરી અવશ્ય હોવી જોઈએ કારણ કે દીકરી ઘરનું ગૌરવ છે. એક દીકરી જ ઘરનું સન્માન હોય છે. કહેવાય છે જેમની પાસે એક દીકરી નથી હોતી તેમની પાસે દિલ પણ નથી હોતું. જેના ઘરમાં દીકરી નથી હોતી તે માણસ સંવેદનશીલ નથી હોતો. દીકરી વગરનો માણસ જાણે ખેતરમાં ઉભેલા ચાડિયા જેવો હોય છે દેખાય છે આદમી જેવો પરંતુ તેના અંદર ધડકન એક દીકરી સિવાય નથી હોતી.

દિકરી પાસેથી સમર્પણ ભાવના શીખવા મળે છે. દીકરી નમ્રતા શીખવે છે. લોકો કહે છે કે દીકરો ઘડપણમાં સહારો બને છે પરંતુ દીકરો ઘડપણનો સહારો બને ન બને એક દીકરી ઘડપણની લાકડી અવશ્ય બનશે. દુનિયાની કોઈપણ દીકરી સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. સમસ્ત બ્રહ્માંડના દેવી-દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થાય છે એક દીકરી. જેના ઘરમાં દીકરી હશે ત્યાં એ ઘરમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ થશે. કહેવાય છે સવાર પડતાં જ દીકરીના દર્શન થઈ જાય તો મંદિરમાં પણ જવાની જરૂર નથી પડતી. એટલે જ મિત્રો આપણા ઘરને સ્વર્ગ બનાવવા માટે ઘરમાં એક દીકરી હોવી ખૂબ જ જરૂરી છે. જય માતા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *