મિત્રો, ભગવાન હંમેશા આપણી આસપાસ મોજુદ હોય છે પરંતુ આપણને તેમની મોજૂદગીનો ખ્યાલ નથી આવતો. ભોલેનાથ પોતાના ભક્તોને એવા કેટલાક સંકેતો આપે છે તેમાંથી એક પણ સંકેત જો તમને મળે તો સમજી જજો કે મહાદેવની અસીમ કૃપા તમને પ્રાપ્ત થયેલી છે અને તે તમારી ખૂબ જ નજીકમાં છે. જ્યારે કોઈ પણ મનુષ્ય પર શિવ કૃપા થાય છે ત્યારે આવા માણસને ભવિષ્યની ઘટનાઓનો પૂર્વાભાસ થવા લાગે છે. સપનાના માધ્યમ વડે એ માણસને થવાવાળી ઘટનાઓનો પહેલાથી અંદાજ આવી જાય છે. આપણું ચેતન જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે સક્રિય બને છે જ્યારે આપણું અચેતન મન હંમેશાં સક્રિય રહે છે. સપનું વ્યક્તિની ઈચ્છાઓ અને અપેક્ષાઓ અને લાલસાનું પરિણામ હોય છે. શિવ કૃપા પ્રાપ્ત થયેલ વ્યક્તિનું અચેતન મન બ્રહ્માંડના દેવી-દેવતાઓના સંપર્કમાં આવી જાય છે. એવામાં તેને જે સપના આવે છે તે સત્ય ઘટિત હોય છે.
શિવ કૃપા નો બીજો સંકેત એ છે કે જે પણ વાણી તમે બોલો છો તે સત્ય થઈ જાય છે. તમે જ્યારે શિવનું ધ્યાન કરી રહ્યા હોય અને મનમાં કોઈ વિચાર આવી જાય અને ધ્યાન કર્યા બાદ તરત જ તમે કંઈક બોલો છો તો તે સાચે જ એવું બને છે તો તે શિવ કૃપાનો એક મોટો સંકેત છે. ભગવાન શિવ જે બ્રહ્માંડનો આધાર છે અને કણકણમાં વ્યાપેલા છે તેમને દિવ્ય અનુભૂતિ તમારા મનમાં ઊંડાણ સુધી પહોંચી જાય છે તેવી સ્થિતિમાં તમે જે પણ બોલો છો તે વાણી ખૂબ જ પ્રભાવ પૂર્ણ બની જાય છે અને તમારું બોલેલુ હંમેશા સત્ય પડે છે. શિવજીની કૃપાથી તે સંભવ થઇ શકે છે. તમારી ચેતનાનું સ્તર ખૂબ જ ઉપર થઈ જાય છે. અને ચેતનાનું આ સ્થળ ત્યારે જ એક વ્યક્તિનું આવું બની શકે છે જ્યારે તે શિવ ભક્તિમાં સંપૂર્ણ ડૂબી જાય છે.
શિવ કૃપાનો ત્રીજો સંકેત એ છે કે તમારા બગડેલા છે અટકેલા કામ સફળ થવા લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘણીવાર તે સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. પરંતુ ભોલેનાથની કૃપા વ્યક્તિના જીવનમાં જો હોય તો તેને કોઈના કોઈ રસ્તો અવશ્ય નજર આવી જાય છે. તમારું જીવન ત્યારે વધારે સરળ અને સુખમય બને તો સમજી લેજો ભગવાન શિવજીની ઉર્જાથી તમે સંપૂર્ણ રીતે જોડાઈ ગયા છો. શિવ કૃપા નો ચોથો સંકેત એ છે કે તમારી આંખ બ્રહ્મમુહૂર્તમાં ખુલવા લાગે છે. બ્રહ્મમુહૂર્ત એક દૈવીય અને ચમત્કારિક સમય છે જેમાં તમામ સકારાત્મક ઊર્જા સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે. આ ભગવાન શિવનો તમારી આસપાસ હોવાનો જ એક સંકેત છે.
શિવ કૃપાનો પાંચમો સંકેત એ છે કે સપનામાં તમને જો કોઈ શિવલિંગ નજર આવે અથવા તમે શિવલિંગ પર જળ અર્પિત કરી રહ્યા હોય તેવું નજર આવે તો આ એક મોટો સંકેત છે શિવ કૃપાનો. આવા સપના જો તમને આવે છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે ભગવાન શિવના દર્શન તમે સપનાના માધ્યમથી કરી શકો છો. આવા સંકેતો જો તમને ભગવાન શિવ તરફથી મળે તો શિવ ભક્તિમાં વધુ લીન થઈ જજો કારણકે આ સંકેતો દર્શાવે છે કે શિવ મિલન તમારાથી દૂર નથી. આ પાંચ સંકેતો માંથી એક પણ સંકેત જો તમને મળે છે તો સમજજો કે ભગવાન શિવ માટે તમે ખૂબ જ ખાસ છો. જય ભોલેનાથ,હર હર મહાદેવ.