ભાગ્યશાળી સ્ત્રીના આ 7 અંગ ઉપર તલ હોય છે, માતા લક્ષ્મીના હૃદયમાં વાસ હોય છે.

Astrology

મિત્રો, દરેક માણસના શરીર ઉપર તલ હોય છે. આ તલ તમારું ભાગ્ય, શુભતા, ભવિષ્ય, જીવનમાં તમે કેટલી પ્રગતિ કરશો આ બાબતોને દર્શાવે છે. શરીર ઉપરના બધા જ તલના નિશાન શુભ નથી હોતા. તલ શરીરના કયા અંગ ઉપર છે તેનાથી તેનું મહત્વ હોય છે. સામુદ્રિકશાસ્ત્રમાં તલથી જોડાયેલા ઘણા રહસ્યો વિશે વાત કરેલી છે.

જે માણસના નાક પર તલ હોય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આવા વ્યક્તિઓ સ્વાભિમાની હોય છે. જીવનમાં તેઓ પોતાની કાબેલિયતથી આગળ વધે છે. નાક પર તલ વારા વ્યક્તિઓ ગુસ્સે જલ્દી થઈ જાય છે. પરંતુ તેમના મન ખૂબ જ સાફ હોય છે. હાથની હથેળીના વચ્ચે જે વ્યક્તિઓને તલ હોય તે વ્યક્તિઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા માણસ ના બધા જ કામ સફળ થઈ જાય છે. હાથની હથેળી વચ્ચે જે વ્યક્તિના તલ હોય તેનું ભાગ્યોદય લગ્ન પછી જ થાય છે. આ વ્યક્તિ પાસે ધનની કમી નથી રહેતી. આવા વ્યક્તિ સ્વભાવથી મનને મોહી લેવા વાળા હોય છે.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગના અંગૂઠા પર તલ હોય તેવા વ્યક્તિઓને ધનનો લાભ તો અવશ્ય મળે છે અને આવા વ્યક્તિઓ ફરવાના ફરવાના અને મોજ-મસ્તી કરવાના ખૂબ જ શોખીન હોય છે. આ કારણથી તેમની પાસે ધન ટકતું નથી. આવા વ્યક્તિઓમાંથી ચંચળ હોય છે અને જીંદગીની દરેક પળ ને મોજ થી જીવે છે. હાથની સૌથી મોટી આંગળી પર જે વ્યક્તિને તલ હોય છે તે ખૂબ જ ધનવાન બને છે. હાથની સૌથી મોટી આંગળી પર તલ ખૂબ જ ઓછા લોકોને હોય છે. આવા વ્યક્તિઓને આગળ વધવામાં અને સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ રોકી શકતું નથી.

જે માણસોને ગરદન પર તલ હોય છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આવા વ્યક્તિઓ જીવનમાં પોતાની બુદ્ધિથી ધનવાન બને છે. જે મહિલાઓની ગરદન પર તલ હોય છે તેઓ ખૂબ જ સુંદર હોય છે અને ચતુર પણ હોય છે. જે વ્યક્તિઓને કાન પર તલ હોય છે તેઓ ખૂબ જ સારા સલાહકાર બને છે. આવા વ્યક્તિ દ્વારા લીધેલા નિર્ણય કદી ખોટા નથી પડતા. હોઠ પર તલ હોવુ ખૂબ જ ઓછા વ્યક્તિઓના નસીબમાં હોય છે. જે વ્યક્તિઓના હોઠ ઉપર તલ હોય છે તેવા વ્યક્તિઓના જીવનમાં સદાય ખુશીઓ બની રહે છે. આવા વ્યક્તિઓ ની વાણી ખૂબ જ મધુર હોય છે અને મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને પોતાની મીઠી વાણીથી સરળ બનાવી દે છે અને સદાય સફળ રહે છે. મિત્રો તમારા શરીરમાં પણ આમાંથી કોઈ તલ છે? કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *