રસ્તામાં પડેલા પૈસા ઉઠાવનાર માણસનુ ભાગ્ય શાસ્ત્રોમાં આવું લખ્યું છે.

Astrology

મિત્રો, રસ્તામાં પડેલા પૈસા જો કોઈને મળી જાય તો સમજો તેનાથી મોટી કોઈ ખુશી હોતી જ નથી. વ્યક્તિ ગમે તેટલો ધનવાન કેમ ન હોય રસ્તામાં પડેલો એક રૂપિયાનો સિક્કો પણ તેના ચહેરા પર એટલી ખુશી લઈને આવી છે તેને શબ્દોમાં વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. તમને પણ જીવનમાં કોઈના કોઈ દિવસે રસ્તામાં પડેલા સિક્કા કે નોટ અવશ્ય મળ્યા હશે. પરંતુ રસ્તામાં પડેલા સિક્કા અને નોટો અને ઉઠાવતા પહેલા આટલી બાબતોને અવશ્ય જાણી લેવી જોઈએ.

રસ્તા પરથી પૈસા તે સિક્કા મળવાના અલગ અલગ અર્થ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસ્તામાંથી સિક્કા કે નોટ મળે તેનો અર્થ છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે. અને તમે પોતાના કોઇ મહત્વપૂર્ણ કામ કરવા માટે નીકળ્યા હોય અને તમને રસ્તામાંથી આવી નોટ કે સિક્કો મળે તો વિશ્વાસ રાખજો તમારું તે કામ અવશ્ય સફળ થશે. જો તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ ઉદાહરણ તરીકે તમે કોઈ નોકરી કે ધંધો શરૂ કરવા જઈ રહ્યા હોય રસ્તામાં પડેલા પૈસા એ વાત તને સૂચવે છે કે તમે જલ્દી જ સફળતાના પગથીયા ભરશો.

રસ્તામાં પડે એટલા પૈસા ઘણા લોકોના હાથમાંથી નીકળ્યા હશે તેનાથી તેમાં ઘણા લોકોની ઊર્જા રહેલી હોય છે તેથી તે સિક્કો એક શક્તિ કુંજ બની જાય છે. તો આવો સિક્કો તે પૈસા તમે તમારી તિજોરીમાં સંભાળી ને રાખો તો તેનાથી જીવનમાં તમને ખૂબ જ કામયાબી પ્રાપ્ત થઇ શકે છે. બીજી બાજુ તો તમને રસ્તામાં ચાલતાં કોઈ નોટ મળે તો સમજો કે તમારા મનમાં ખૂબ બધા વિચારો ચાલી રહ્યા છે તેના કારણે તમે ખૂબ માનસિક દબાવ સહન કરી રહ્યા છો. રસ્તામાં મળેલી નોટ એ બાબતની સુચન કરે છે કે તમારે વધારે વિચારો કરવાનું નહીં પરંતુ પોતાની અંતરાત્માને જગાડવાની જરૂર છે. અને આમ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. કહેવાય છે કે રસ્તામાં પડેલી નોટ મળવાનું એ દર્શાવે છે કે તમારા ઇષ્ટદેવ અને પિતૃઓ તમારી સાથે છે જે દરેક મુશ્કેલીઓમાં તમારો સાથ આપશે.

તમારે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે રસ્તામાં પડેલો એક સિક્કો કે એકને જ તમારે તમારી પાસે સંભાળીને રાખવાના છે. જો તમને વધારે સિક્કા કે વધારે નોટ મળે તો તે ધન ને સૌથી પહેલાં એ વ્યક્તિ જોડે પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ જે તેનો માલિક છે. કારણકે મહેનતથી કમાયેલા પૈસા ખોવાઈ જાય તો કોઈ પણ વ્યક્તિને ચિંતામાં મૂકી શકે છે. જો પૈસાનો માલિક ન મળે તો તે ધન ગરીબોમાં વહેંચી દેવું જોઈએ અથવા તે ધન કોઈ ધાર્મિક સ્થળે કે પોલીસને પણ તમે આપી શકો છો. તમને પણ જીવનમાં રસ્તામાં પડેલા સિક્કા કે નોટ મળ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને તમે તે પૈસાનો શું સદુપયોગ કર્યો હતો તે પણ અવશ્ય જણાવજો. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *