હાર્ટ અટેકથી બચવા માટે વરદાન છે આ વસ્તુ, દરરોજ ખાઓ ફક્ત 5 થી 7 દાણા.

Health

મિત્રો, આજે દુનિયાભરમાં હૃદયરોગથી સૌથી વધુ લોકોનું મૃત્યુ થાય છે. આપણે આપણા નિયમિત આહારમાં કેટલીક એવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ તો આ સમસ્યામાંથી જિંદગીભર માટે છુટકારો મળી શકે છે. જેમ કે વૈજ્ઞાનિકો અનુસાર જે લોકો નિયમિત મગફળીના પાંચથી સાત દાણાનું સેવન કરે છે તે લોકોનું હૃદય અન્ય લોકોના હૃદય કરતા વધારે મજબૂત હોય છે. જાપાનમાં કરેલા એક અભ્યાસ મુજબ મગફળીના દાણા ખાવાથી હૃદયનો હુમલો આવવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે.

નિયમિત મગફળીના દાણાનું સેવન કરવાથી સ્કેમિક સ્ટ્રોકથી પણ બચી શકાય છે.સ્કેમિક સ્ટ્રોક મસ્તિષ્કની રક્તવાહિનીઓમાં લોહીની ગાંઠો બની જવાથી આવે છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર નિયમિત ચારથી પાંચ મગફળી ખાવાથી મગજ કે હૃદયના હુમલાની સંભાવના ૨૦ ટકા સુધી ઘટાડી શકાય છે. મગફળીમાં હૃદયને તંદુરસ્ત બનાવવા માટેના તમામ પોષક તત્વો રહેલા છે. હૃદય તથા બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મગફળી એક વરદાન સમાન છે. મગફળી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે.

મગફળી તમારા શરીરમાં રહેલા ફેટને ઘણું ઓછું કરી નાખે છે તેનાથી આપણા શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે. મગફળીમાં રહેલું એમિનો એસિડ આપણા બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. એટલે જે પણ વ્યક્તિને બ્લડપ્રેશરની સમસ્યા છે તેમને મગફળી અવશ્ય ખાવી જોઈએ. નસોમાં લોહીની ગાંઠો બની જાય છે જેના કારણે આપણને સ્ટ્રોક અને હાર્ટએટેક જેવી સમસ્યાઓ થાય છે. આવી કોઈ પણ સમસ્યાઓ માટે નિયમિત ૮૫ ગ્રામ મગફળી અવશ્ય ખાવી જોઈએ.

મગફળીમાં હૃદયને સ્વસ્થ રાખવા માટેના તમામ આવશ્યક પોષક તત્વો હોય છે જેમકે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, ખનીજ,વિટામિન,ડીહાઇડ્રીટેડ ફાઇબર આ તત્વો ખરાબ કોલેસ્ટ્રોલને ઓછો કરીને બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આપણા દરેકના ઘરમાં ઉપલબ્ધ આ વરદાન સમાન મગફળીના દાણાનું સેવન નિયમિત આપણે યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *