મિત્રો, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કંસનો વધ કરવા માટે રાધાને છોડીને વૃંદાવનથી ચાલ્યા ગયા ક્યારે રાધાજીની જિંદગીએ એક અલગ જ મોડ લઈ લીધો. રાધાના લગ્ન થઈ ગયા પરંતુ તેઓ શ્રીકૃષ્ણના વિરહમાં જીવતા અને મરતા રહ્યા. પરંતુ રાધાએ પોતાનું વૈવાહિક જીવન પણ સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવ્યું. પોતાના તમામ કર્તવ્યમાંથી મુક્ત થયા પછી રાધા પોતાના અંતિમ સમયમાં પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારિકા પહોંચ્યા. દ્વારિકા જઈને તેમને ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓને જોઈ. અને તેમને ખુશ જોઈને રાધા ખૂબ જ પ્રસન્ન થયા.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાને દ્વારકામાં જોયા ભગવાન રાધાને જોતા જ રહી ગયા. રાધા અને કૃષ્ણ મનમાં જ એકબીજા સાથે પ્રેમભરી વાતો કરવા લાગ્યા. રાધાના અનુરોધ પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાને એક દેવિકાના રૂપમાં મહેલમાં સ્થાન આપ્યું. રાધા દ્વારકામાં મહેલથી જોડાયેલા કાર્યો કરતી હતી. અને જ્યારે પણ તક મળે ત્યારે પોતાના પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી દેતી હતી. પરંતુ રાધાનું મન હવે ધીરે ધીરે દ્વારકામાં અશાંત થવા લાગ્યું હતું. તેમણે વિચાર્યું કે તેઓ દ્વારિકા થી દૂર જઈને ભગવાન શ્રીકૃષ્ણ સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરશે. એટલા માટે તેઓએ દ્વારકા છોડીને બાજુના જંગલ વિસ્તારના એક ગામમાં રહેવા લાગી.
ઘણો સમય વીતી ગયો અને રાધાજી ખૂબ જ એકલા અને ખૂબ જ કમજોર પડી ગયા હતા.રાધાજીનો અંત હવે નજીક આવી ગયો હતો. તેની ધરતી પર પોતાના સો વર્ષ પૂરા કરી દીધા હતા. ટીમલી પોતાના અંતિમ ક્ષણોમાં શ્રીકૃષ્ણની ખૂબ જ યાદ સતાવવા લાગી લાગી. છેલ્લા સમયે વખતે શ્રી કૃષ્ણ રાધાની સામે પણ આવી ગયા. શ્રી કૃષ્ણએ રાધાને પોતાની બાહોમાં લઇ લીધા અને ધરતી પર બેસી ગયા. શ્રી કૃષ્ણ રાધાને અંતિમ ઇચ્છા પૂછી અને રાધાને કંઈક માગવા માટે કહ્યું. ક્યારે રાધા રે કૃષ્ણને કહ્યું કે તે છેલ્લીવાર તેમને વાંસળી વગાડતા જોવા અને સાંભળવા માગે છે.
શ્રી કૃષ્ણએ પોતાની વાંસળી લીધી અને રાધાના મુખનો સ્પર્શ કરાવ્યો પછી ખુબજ સુરીલી અને પ્રેમ રસથી ભરેલી મધુર ધૂન વગાડવા લાગ્યા. શ્રીકૃષ્ણે દિવસ-રાત વાંસળી વગાડી. વાંસળીની ધૂન સાંભળતા સાંભળતા એક દિવસ રાધાએ શ્રીકૃષ્ણના ખોળામાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને હંમેશા હંમેશા માટે પોતાના શ્રીકૃષ્ણમાં વિલીન થઈ ગઈ. પોતાની પ્રેમિકા રાધાજીનું મૃત્યુ શ્રી કૃષ્ણ સહન કરી શક્યા નહીં અને તેમને પોતાની વાંસળી તોડીને ત્યાં જ ઝાડીમાં ફેંકી દીધી. અને રાધા ના મૃતદેહને લઈને જોરજોરથી રડવા લાગ્યા. મિત્રો એ દિવસ પછી ભગવાન શ્રીકૃષ્ણે જીવનમાં કદી પણ વાંસળી નથી વગાડી. રાધા સો વર્ષના વીરહ પછી પોતાના શ્રીકૃષ્ણમાં વિલીન થઈ ગયા અને તેમનો પ્રેમ હંમેશા હંમેશા માટે અમર થઇ ગયો. રાધે રાધે.