મિત્રો, હસ્તરેખા શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી એવી વાતો લખેલી છે જેનાથી આપણે આપણું ભવિષ્ય જાણી શકીએ છીએ. આપણા શરીર પર ઘણા બધા પ્રકારના નિશાન હોય છે જેનો કોઈ ના કોઈ મતલબ હોય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર માણસના નખ પર જે અર્ધચંદ્ર જેવું નિશાન હોય છે તે તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહે છે.
જે માણસની તર્જની આંગળી પર અર્ધચંદ્ર હોય છે તે વ્યક્તિ માટે તે ખૂબ જ શુભ હોય છે. આવા મનુષ્યની ખૂબ જ જલદી પ્રગતિ થાય છે. જે માણસની તર્જની આંગળી પર અર્ધચંદ્ર હોય તે માણસનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. જે માણસની મધ્ય કે સૌથી મોટી આંગળી પર અર્ધચંદ્ર હોય તેવો વ્યક્તિ મશીનરી કે ઉદ્યોગ સંબંધિત કામોમાં અવશ્ય પ્રગતિ કરે છે. કારણ કે મોટી આંગળીને શનિની આંગળી કહેવામાં આવે છે.
જે વ્યક્તિને સૌથી નાની આંગળી એટલે કે ટચલી આંગળી પર અર્ધચંદ્ર હોય તો તેને ભવિષ્યમાં ખૂબ જ લાભ થવાના સંકેતો દર્શાવે છે. તેને આ લાભ આગળ જતા બે થી ત્રણ ગણો થઈ શકે છે. જે મનુષ્યના અંગુઠાના નખ પર અર્ધચંદ્ર હોય તેને પોતાના જીવનમાં અચાનક જ કોઈ લાભ મળવાના સંકેતો દર્શાવે છે.
પરંતુ જો કોઇની આંગળીમા આ અર્ધચંદ્ર ખૂબ જ વધારે મોટા હોય તો આ અશુભ સંકેત છે. એટલે કે નખમાં અડધાથી વધુ ભાગમાં આ અર્ધચંદ્ર બનેલું હોય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આવામાં માનવીને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. જો કોઇ વ્યક્તિની એક પણ આંગળી પર અર્ધચંદ્ર ન હોય તો તેનું મેટાબોલિઝમ ખરાબ હોઇ શકે છે અને તેને સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ પડી શકે છે. આવા વ્યક્તિને પોતાનું અને પોતાના ખાવા-પીવાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જય બજરંગ બલી હનુમાન દાદા.