થાળીમાં એક સાથે ત્રણ રોટલી રાખવાથી શું અશુભ થાય છે? શાસ્ત્રોમાં કહી છે આ વાત.

Astrology

મિત્રો, હિન્દુ ધર્મમાં એવી કેટલીક પરંપરાઓ છે જે આપણા દૈનિક જીવન સાથે જોડાયેલી છે. આપણે તે પરંપરાઓ નિભાવીએ છીએ પરંતુ તેના પાછળનું કારણ જાણતા હોતા નથી. ઘણીવાર લોકો જમવા નું પીરસતી વખતે એક સાથે બે થી ત્રણ રોટલી મૂકી દેતા હોય છે. પરંતુ થાળીમાં 3 રોટલી મૂકવી અશુભ માનવામાં આવે છે. ભૂલથી પણ કોઈને જમવાનું પીરસતી વખતે એક સાથે ત્રણ રોટલી ન આપવી જોઈએ. તું કોઈને ત્રણ રોટલી આપવાની જરૂર પડે ત્રીજી રોટલી ને બે ટુકડા કરી દેવી જોઈએ.

હિન્દુ માન્યતા અનુસાર ત્રણ સંખ્યાને અશુભ માનવામાં આવે છે. આ કારણે જ કોઇ પણ શુભ કાર્ય કરતી વખતે આ સંખ્યાનું ધ્યાન રાખવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કે ધાર્મિક કાર્ય વખતે ત્રણ વસ્તુનો ઉપયોગ થતો નથી એટલે ખાવાનું પીરસતા સમયે પણ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. એના સિવાય એ પણ માનવામાં આવે છે કે 3 રોટલી કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના તેરમાના ભોજન પહેલાં કાઢવામાં આવે છે. આ ત્રણ રોટલીને ભોજન કાઢવાવાળા સિવાય કોઈ જોતું નથી. આ કારણે જ થાળીમાં ત્રણ રોટલીઓ પિરસવાનુ મૃતકના ભોજન સમાન માનવામાં આવે છે.

3 રોટલી ખાવાથી પણ વ્યક્તિના મનમાં શત્રુતાના ભાવ ઉત્પન્ન થાય છે. તેના પાછળ ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. ખાસ વિશેષજ્ઞ માણસોનું માનીએતો માણસના ભોજનમાં બે રોટલી, એક વાટકી દાળ, 50 ગ્રામ ભાત અને એક વાટકી શાક અનિવાર્ય હોય છે. તે એક વ્યક્તિ માટે સંતુલિત આહાર માનવામાં આવે છે. રોટલીનો એક ઉપાય કોઈપણ માણસને ફકીર માંથી રાજા બનાવી શકે છે. સૌથી પહેલા બનેલી રોટલીને અલગ રાખી દો અને તેના ચાર સરખા ટુકડા કરી દો. ચારેય ટુકડામાં ગોળ નાખી દો. પહેલા ટુકડાને ગાયને ખવડાવો, બીજો ટુકડો કુતરાને અને ત્રીજો ટૂકડો કાગડાને ખવડાવો. ચોથો ટુકડો ચબૂતરા પર મૂકી દીધો.

આમ કરવાથી તમારો ખરાબ સમય સારો થઈ જાય છે. રોજ રોજની નવી મુસીબતોમાંથી તમને મુક્તિ મળી જાય છે. ભૂતપ્રેત બાધાની કોઈ મુશ્કેલી હોય તો તે પણ ખતમ થઇ જાય છે. ધંધા-રોજગારમાં બરકત આવે છે. સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રોટલીના ચાર ટુકડા ગાય, કૂતરાને કાગડાને અને પક્ષીઓને ખવડાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *