વાસ્તુના અનુસાર તમારા ઘરમાં આટલી વસ્તુ ભૂલથી પણ ના રાખતા, નહિ તો કંગાળ થઇ જશો.

Uncategorized

વાસ્તુના અનુસાર કાંટાવાળા છોડ, બેડરુમ અથવા મુખ્ય દરવાજાની પાસે ના મુકવા જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા આવે છે. કાંટાવાળા છોડના લીધે તમારા દાંપત્ય જીવન પર અસર પડે છે. જો યોગ્ય દિશાનું જ્ઞાન હોય અને તે જ રીતે ઘરમાં બધી વસ્તુઓ મુકવામાં આવે તો ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે. માટે જ ઘરમાં સજાવટના શો પીઆઈએસ તેમજ ઇન્ડોર પ્લાન્ટસનો ઉપયોગ કરવાની સાથે તેને ક્યાં મુકવા તે પણ અગત્ય છે. તો ચાલો જાણીયે આ વસ્તુઓ વિશે.

બેડરુમમાં TV – વાસ્તુ પ્રમાણે જો TV તમારા બેડરુમમાં હોય તો તેને કાઢી નાખજો. કારણકે તે ઝગડાનું કારણ બનતું હોય છે. અને જો રાખવું હોય તો તેની માટે યોગ્ય દિશા પ્રમાણે રાખવું જોઈએ. TV મુકવા માટેની યોગ્ય દિશા દક્ષિણ-પુર્વદિશાનો ખૂણો છે, ત્યાં લગાવી શકો છો.

બંધ ઘડિયાળ- બંધ ઘડિયાળને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. બંધ ઘડીયાળ એમ દર્શાવે છે કે તમે જીવનમાં કોઈ વસ્તુમાં ફસાઇ ગયા છો જેથી કરીને આગળ નથી વધી સકતા. તેના લીધે સંબંધો તેમજ કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કાંટાવાળા છોડ- વસ્તુ પ્રમાણે કાંટાવાળા છોડ તમે ઘરમાં કે બેડરુમ અથવા મુખ્ય દરવાજાની જોડે ના મુકવો જોઈએ, આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ છોડના લીધેદાંપત્ય જીવન પર પણ અસર પડી શકે છે. તમે આ છોડને ઘરની બહાર મુકી શકો છો.

સુકા છોડ – હાલના સમયમાં ઇન્ડોર છોડ રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પણ ઘરની અંદર ક્યારેય પણ કાંટાવાળા છોડ રાખવો ના જોઈએ. આ સિવાય જો કોઈપણ છોડ સુકાઈ ગયેલો હોય તો તેને રાખવો ના જોઈએ.

ટુટેલી ક્રોકરી- ઘરમાં ક્રોકરી સેટ હોય, અને જો તે તુટી ગયો હોય તેમ છતાં કઇ ને કઇ વપરાશ માટે આપણે લેતા હોઈએ છીએ. પરંતુ એવું ન કરવુ જોઇએ. આ ઉપરાંત જો કોઇ કપ અથવા પ્લેટમાં તીરાડ પડી હોય તો તેને ઉપયોગમાં ન લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *