ખોટું કરેલું ક્યારેય લાંબુ ટકતું નથી. જ્ઞાનવત્સલ સ્વામીની આ વાત એક વાર અવશ્ય વાંચો.

Astrology

મિત્રો જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા નીતિમત્તા એથીક્સ, નોમ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો તો કદાચ તમને પ્રગતિ થતી દેખાશે પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી.
આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટા ને પણ આવે છે તો આપણને પણ કોઈક દિવસ આવી જ જાય અને નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને આપણે ગમે તેવું કામ કરીએ આપણે આપણી જાતને છેતરીએ છીએ.

નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનો કોઈ ગૌરવ નહિ રે. ઠીક છે કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, બે ચાર લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલી એરકન્ડિશન બંગલો પણ બનાવી લઈએ પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે તો તમને તમારી જાત પર ગૌરવ નહીં પણ ઘૃણા પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું.

સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો. રાજ્યનો કે દેશનો ટેક્સ ન ભર્યો એ ખૂંચશે તમને અને કેટલું તમે સાથે લઈ જવાના. કામ મોટું કરવું, પુરુષાથર્થી હંમેશા કામ મોટું કરવું પણ એનો અહમ્ આવા દેવો નહીં. અહમ્ એ માણસને પાડે છે. આવું થોડું પણ માણસ લોજીકલી વિચારે તો માણસનો અહમ્ ઓછો થઈ જાય. સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઇ જાય. કુસંસ્કારો ની પણ ઘણી બધી વાતો છે કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય જે કુસંસ્કાર તરફ તમને લઈ જાય.

જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસન પણ આવે અને વ્યસનોથી પણ ઘણા બધા ઉપરના દુષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. આ સિત્તેર-એંશી વરસની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સારા અભિગમો સાથે વર્તનનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે અને જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે.

ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પહોંચતા પહોંચતા તમારી સફળતા આનંદથી અને સંતોષકારક રે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકઓ આપણે નક્કી કરી રાખવાના. મિત્રો જો તમને આ પોસ્ટ ગમી હોય તો કોમેન્ટમાં જાય સ્વામિનારાયણ અવશ્ય લખજો અને બીજા લોકોને પણ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *