મિત્રો, કહેવાય છે દરેક દુઃખની દવા આપણું હાસ્ય છે. દિવસ દરમિયાન આપણે ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી ચિંતાઓ કરીએ છીએ પરંતુ તમે જ વિચારો કે આપણે કેટલું હસીએ છીએ? માણસ અત્યારે પોતાના વ્યસ્ત જીવનમાં અનેક કામમાં એટલો બધો મશગૂલ થઈ ગયો છે તે જાણે હસવાનું જ ભૂલી ગયો છે. તો ચાલો આજે આપણે પાંચ મિનિટનો સમય કાઢીને બધી જ ચિંતાઓ એક બાજુમાં મૂકીને થોડું હસી લઈએ.
ડોક્ટર: જમાઈ છે?
કાકા: છેને! ચાર છે,પણ ચારેય નકામા….
ડોક્ટર: અરે, એમ નહીં… ખવાય છે?
એમ પૂછું છું.
પતિ હિબકે ચઢીને રોયો,
જ્યારે પત્નીનું આઠમા ધોરણનું પ્રમાણપત્ર હાથમાં આવ્યું અને એમાં લખ્યું હતું
“કોમળભાષી અને શાંતિપ્રિય અને વર્તણુંક સારી”
રૂપાળી છોકરી જોઈને જો તમે તમારું તગારા જેવું પેટ અંદર લેવાની કોશિશ કરો તો એમ કહી શકાય કે તમારી અંદરનો…… જેઠાલાલ હજી જીવે છે…!!
પતિ-પત્ની લગ્નમાં જતા હતા ત્યાં રસ્તામાં ગાડીનું ટાયર પંચર પડ્યું.
પતિ ટાયર બદલવાની તૈયારી કરતો હતો ત્યાં જ પત્ની એક કચ્છ ચાલુ કરી,” હવા નહોતી પુરી, ટાયર જૂનું થઈ ગયું? સ્પેર વ્હીલ બરાબર છેને?”
ત્યાં એક બાઈક સવાર આવીને કહે “કાંઈ મદદ કરું?”
પતિ:આને વાતો કરાય તો હું ટાયર બદલી લવ!!
પત્ની: મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું,બધા બ્લડ રિપોર્ટ કરાવ્યા તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…..
પતિ: હવે તો એક જ ઉપાય છે, પોસ્ટમોર્ટમ કરાવીએ….
ભવિષ્યમાં મમ્મીઓ પોતાના બાળકોને એવું કહીને ખવડાવશે કે…
‘નાલાયક’…..૧૦-૧૦ કલાક ઓફલાઈન રહીને મેં તને મોટો કર્યો છે.
સાસુની કેટલી બધી ડિમાન્ડ….
છોકરી રૂપાળી હોવી જોઈએ…
ભણેલી-ગણેલી હોવી જોઈએ…
ઘરકામમાં માહિર હોવી જોઈએ…
પરિવારમાં હળીમળીને રહે એવી જોઈએ…
બહુની એક જ ડિમાન્ડ..
સાસુ હોવી જ ન જોઇએ…
કન્યાની વિદાય બાદ વરરાજાની માંએ કન્યાને કહ્યું,” હવે તો 10 કિલોમીટર દૂર આવી ગયા, રોવાનું બંધ કરો.”
કન્યાએ કીધું મારે બારી પાસે બેસવું છે.