મિત્રો, કાલ માટે કરવામાં આવતી ચિંતા તમારી કાલને બદલે ના બદલે તે તમારી આજની ખુશીઓ અવશ્ય છીનવી લેશે. ચિંતા એક એવી બીમારી છે જે તમારી દરેક ખુશી છીનવી લે છે. ચિંતાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. ચિંતા એક એવો ભાવ છે જે આવવાવાળા ભવિષ્યના ડરથી જન્મ લે છે. જે વાતો ઉપર તમારો કંટ્રોલ નથી એ વાતો વિષે જ વારંવાર વિચારવું બસ એનું નામ જ ચિંતા છે. પરંતુ એક વાત તમે વિચારી જુઓ કે જે વાતોમાં તમારો કંટ્રોલ જ નથી, જે વાતોને તમે બદલી શકતા નથી એ વાતો વિશે તમે આખો દિવસ ન વિચારો તો પણ શું બગડી જવાનું છે?
ફલાણો શું કહે છે, ફલાણાએ મને આમ કેમ કહ્યું, લોકો શું વિચારશે? આ બધું વિચારવા માં ને વિચારવામાં તમે પોતાનું મન શું કહે છે એ તો ભૂલી જ જાઓ છો. હું આમ કરીશ તો ફલાણાને નહિ ગમે,હું આવા રંગના કપડાં પહેરી તો કોઈને સારું નથી લાગુ. અરે ભાઈ, તમને પોતાને શું ગમે છે એ કરો ને. આવી વ્યર્થ લોકોની ચિંતા કરીને તમે શું કામ પોતાનો દિવસ અને જિંદગી બગાડો છો.
ઘણા લોકો કહે છે તો શું પછી અમે કોઈ વાત વિચારીએ જ નહીં? જીવનમાં જે પણ સમસ્યા આવી છે, તેના વિશે એક વાર વિચારવું અને તેનું સમાધાન કાઢવું એ બુદ્ધિનું કામ છે. પણ એ જ સમસ્યા વિષે નિરંતર વારંવાર, લગાતાર વિચારે જવું તે બીમારી છે. જ્યારે તમારુ મગજ કોઈ એક વિચારમાં અટકીને રહી જાય છે, બસ એક જ વિચારમાં તમારું મગજ થંભી જાય છે. બસ એના એ જ વાત તમારું મન વિચારે જાય છે તો આવો વિચાર તમારી બધી જ ખુશી છીનવી લેશે, તમારા દિલની શાંતિ છીનવી લેશે. ચિંતા નો સીધો અર્થ છે જે થયું જ નથી. વ્યર્થ વિચારવું,અરે! વિચારી વિચારીને તમે શું બદલી દેશો. હા વિચાર આ સિવાય તમે તેના પર કોઈ કામ કરશો તો અવશ્ય બદલી શકશો. પરંતુ તમે તેના વિશે વિચારવાનું જ બંધ કરી દેશો તો કંઈ જ બગડવાનું નથી તો કેમ વિચારો કરે જાઓ છો એક જ વાત વિશે? કેમ પોતાના સુખ ચેનને જાતે જ સળગાવી દો છો?
જે વાતો વિશે તમે લગાતા વિચારે જાવ છો તેમાંથી 97 ટકા તો કંઈ થતું જ નથી, ચિંતા કરવાથી કાલની કોઈ સમસ્યા દૂર થતી નથી. હા પણ એટલું થશે કે તમારી આજની ખુશી જતી રહેશે. ચિંતાનો ફક્ત એક દિવસ આખા અઠવાડિયાનું કામ કરવા કરતાં પણ તમને વધારે થકવી દેશે. મૃત્યુ એક જ વારમાં તમને મારશે પરંતુ ચિંતા દરેક ક્ષણે તમને મારશે. તો શું કામ દરેક ક્ષણે મરો છો? કોઈ દિવસ વિચાર કરજો કે દુઃખ જેટલું બહારની પરિસ્થિતિઓમાં નથી હોતું જેટલું તમે તમારા મનમાં બેસાડીને રાખો છો.
ચિંતાથી જો તમે છૂટવા માગો છો તો કદી પણ પોતાના મગજને એક વિચાર પાછળ દોડાવો. જ્યારે તમે એક જ વિચારને, એક જ વ્યક્તિને ,એક જ પરિસ્થિતિને પકડીને કંટ્રોલ કરવાની કોશિશ કરો છો ત્યારે જ તમારા જીવનમાં દુઃખ અને તકલીફો આવે છે. જ્યારે તમે જિંદગીમા લેટ ગો કરો છો અને વિચારો છો કે કોઈ વાત નહીં જે થશે તે જોઈ લઈશું. જે થઇ ગયું તેમાં મારો કંટ્રોલ ન હતું અને હવે જે થશે તેને સારુ કરવાનો પ્રયત્ન કરીશ. ચિંતા કરી કરીને હું મારી જિંદગી કેમ ખરાબ કરુ, હું મારું શરીર કેમ ખરાબ કરુ. આ દુનિયામાં સૌથી વધારે મહત્વની છે તમારી ખુશી. અને તમે ત્યારે જ ખુશ રહી શકશો જ્યારે તમારા દિલ અને દિમાગમાં ચિંતાનો બોજ ન હોય. તો એટલા માટે જ, તમારા પોતાના માટે જ ડોન્ટ વરી. બસ જિંદગીની દરેક ક્ષણને આનંદથી જીવો. જય શ્રી કૃષ્ણ.