શાસ્ત્રોમાં કહ્યું છે, મંગળસૂત્રને આ રીતે કદી ન પહેરતા, દરેક પતિવ્રતા સ્ત્રી અવશ્ય જાણજો.

Astrology

મિત્રો, મંગળસૂત્ર મોતીઓથી પીરોવેલો એ કાળો દોરો છે જે દેખાવાથી તો સાધારણ જ લાગે છે પરંતુ કોઈપણ પત્ની માટે તેનું મહત્વ જીવનમાં સૌથી વધારે હોય છે. એટલા માટે જ હિન્દુ ધર્મમાં વિવાહ સંસ્કારમાં તેને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. મંગળસૂત્ર વગર લગ્ન સંપન્ન થયેલા નથી માનવામાં આવતા. મંગલસૂત્રના મહત્વનો ઉલ્લેખ ગુરુ શંકરાચાર્યની પ્રસિદ્ધ પુસ્તક સૌંદર્ય લહરીમાં મળે છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્રને પોતાના ગળામાં પહેરે છે.

એવું કહેવામાં આવે છે કે છઠ્ઠી સદીમાં ભારતની સ્ત્રીઓએ લગ્ન પછી મંગળસૂત્ર પહેરવાની શરૂઆત કરી હતી. ત્યારથી આ પરંપરા આજ સુધી ચાલી આવે છે. મંગળસૂત્ર કોઈપણ વિવાહિત સ્ત્રી માટે પોતાના સુહાગની નિશાની હોય છે જેની સ્ત્રી આજીવન એટલે કે પતિના જીવિત રહેવા સુધી પહેરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંગળસૂત્રને વિવાહિત સ્ત્રીનું રક્ષા કવચ, સુહાગ અને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. મંગળસૂત્રને કદી પણ પોતાના ગળામાંથી ન કાઢવા પાછળની માન્યતાઓ માટે એક કારણ છે. તમે જોયું હશે કે મંગળસૂત્ર માં કાળા મોતી હોય છે. પરંતુ તમે કદી એ વિચાર્યું છે કે મંગળસૂત્ર માં જ કાળા મોતીનું કેમ ઉપયોગ થાય છે?

હિન્દુ માન્યતાઓ અનુસાર આ ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતી વચ્ચેના બંધનનું એક પ્રતીક છે. મંગળસૂત્રમાં સોનુ દેવી પાર્વતી અને કાળા રંગના મોતીને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. શિવ પાર્વતી સૌથી સફળ વૈવાહિક જીવનનું ઉદાહરણ છે. એટલે એક સફળ વૈવાહિક જીવન મેળવવા માટે દરેક હિન્દુ માતા શિવ અને પાર્વતીની આરાધના કરતા હોય છે. આ મંગળસૂત્રમાં સોનું અને કાળા મોતી સ્ત્રીઓના વૈવાહિક જીવનને સફળ બનાવવા માટે તથા કોઇપણ પ્રકારની ખરાબ નજરથી બચાવવાનું પણ કામ કરે છે. જ્યારે એક સ્ત્રી દરરોજ પોતાના ગળામાં મંગળસૂત્ર પહેરે છે ત્યારે તે પોતાના પતિની સાથે પોતાના સંબંધને દરેક ખરાબ શક્તિઓથી બચાવવાનું કામ કરે છે.

મિત્રો કદાચ તમે જોયું નહીં હોય કે મંગળસૂત્રમાં નવ મોતી હોય છે. આ નવ મોતી ઊર્જાના વિભિન્ન નવ રૂપોનું પ્રતિક છે. અને આ ઉર્જા પત્ની અને પતિને કોઇપણ પ્રકારની ખરાબ ઉર્જાથી બચાવે છે. આ મોતીઓના દરેક તત્વોને અગ્નિ,જળ,વાયુ ,પૃથ્વીની શક્તિ માનવામાં આવે છે. આ તત્વો પતિ-પત્ની વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાનું કામ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ મંગળસૂત્રને મંગલકારક માનવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે મંગળસૂત્રમાં મોજુદ સોનું કુંડળીમાં ગુરૂ ગ્રહને મજબૂત બનાવે છે. જે દાંપત્યજીવનનો કારક ગ્રહ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે મંગળસૂત્રમાં રહેલા કાળા મોતી શની, કેતુ, રાહુ અને મંગળ ગ્રહના દુષ્પ્રભાવથી પતિ પત્નીને અને તેમના પરિવારને બચાવે છે.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે મંગળસૂત્ર પહેરવાના કારણે પતિ-પત્નીના જીવનમાં હંમેશા ખુશાલી બની રહે છે. તમને એ પણ સવાલ થતો હશે કે લગ્ન પછી જ મંગળસુત્ર કેમ પહેરવામાં આવે છે? તો એનો જવાબ એ છે કે લગ્ન સમયે મંગળસૂત્ર લગ્નનો એક રિવાજને નિભાવવા માટે અને લગ્નના એક પ્રતિક ચિહ્નના રૂપમાં વર દ્વારા કન્યાને પહેરાવવામાં આવે છે. અને લગ્ન પછી જ એક સ્ત્રીના જીવનમાં પતિ સામેલ થાય છે અને પોતાના નવા પરિવારની વિશેષ જવાબદારી લે છે. એટલા માટે જ લગ્ન પછી મંગળસૂત્ર પહેરવાનું પ્રચલન છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *