7 સંકેતો બતાવે છે, હનુમાનદાદા તમારું રક્ષણ કરી રહ્યા છે.

Astrology

મિત્રો, ભગવાનની ભક્તિ જો સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તે કદી ખાલી જતી નથી. ભક્તિ એક એવું બીજ છે જે તમે તમારા હૃદય રૂપી આંગણામાં વાવો છો તો તે અંકુરિત અવશ્ય થાય છે. હનુમાનદાદા જ્યારે તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે કેટલાક વિશેષ સંકેતો દ્વારા તમને તેનો અહેસાસ કરાવે છે. આજે આપણે એવા કેટલાક સંકેતો વિશે જાણીશું જે બતાવે છે કે હનુમાનદાદા દરેક સમયે તમારી આસપાસ છે.

હનુમાનદાદાનો સૌથી પહેલો સંકેત એ છે કે વ્યક્તિમાં સાત્વિક ગુણોનો વિકાસ થવા લાગે છે. સારા કર્મો તરફ વ્યક્તિનું મન વળવા લાગે છે. ખરાબ સંગત છૂટવા લાગે છે. માંસ,મદિરાથી તે વ્યક્તિ દૂર રહે છે. મનમાંથી દરેક પ્રકારના તામસિક ભાવ સમાપ્ત થવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિના તામસિક ભાગો નષ્ટ થવા લાગે છે ત્યારે શરીરમાં એક નવી ઊર્જા અને નવો જોશ આવી જાય છે. હનુમાન કૃપાથી તમામ પ્રકારના નકારાત્મક વિચારો દૂર થઇ જાય છે અને જીવન સુખી બની જાય છે. સપનું એક એવું માધ્યમ છે જેના દ્વારા બ્રહ્માંડ તમામ ઉર્જાઓ તરફથી આપણને સંકેત પ્રાપ્ત થાય છે.

ઈશ્વર સપનાના માધ્યમથી પણ આપણને સંકેત આપે છે. સપનામાં હનુમાન દાદાના સાક્ષાત દર્શન થવા તે હનુમાનદાદાની કૃપાનો સૌથી મોટો સંકેત છે. આ સંકેત દર્શાવે છે કે તમારું જીવન હવે હનુમાનદાદાના હાથમાં છે અને સાક્ષાત હનુમાન દાદા તમારા રક્ષક છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સાક્ષાત હનુમાનદાદા સિવાય તેમના મંદિર, મૂર્તિ કે લાલ રંગના પથ્થરની પણ સપનામાં અનુભૂતિ થઈ શકે છે. આ બધા સંકેતો દર્શાવે છે કે હનુમાનદાદાની તમારા પર વિશેષ કૃપા છે. ત્રીજો સંકેત એ છે કે જ્યારે તમે ભર ઊંઘમાં હોય અને તમે આપોઆપ હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગો. હનુમાનદાદાની પ્રસન્નતાનો આ ખૂબ જ મોટો સંકેત છે. આ કોઈ સાધારણ અવસ્થા નથી, આ અવસ્થા છે જે દર્શાવે છે કે હનુમાનદાદાની ભક્તિમાં તમે ખૂબ જ ઊંડા ઉતરી ચૂક્યા છો. જો આવું થાય તો સમજી લેજો કે હનુમાનદાદાની પૂર્ણ કૃપા દષ્ટિ તમારા પર બનેલી છે.

હનુમાનદાદાની કૃપાનો ચોથો સંકેત એ છે કે તમારા અંદર રહેલો તમામ પ્રકારનો ભય દૂર થવા લાગે છે. વિશેષ રૂપથી મૃત્યુનો ભય તમારામાંથી દૂર થઈ જાય છે. કારણ કે હનુમાનદાદાની ઉર્જા જ્યારે તમારા અંતરાત્મામાં સમાઈ જાય છે તે તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી લે છે. એટલા માટે તમે ભય રહિત બની જાઓ છો. હનુમાન દાદાની કૃપાનો પાંચમો સંકેત એ છે કે તમારા અંદરથી ક્રોધનો નાશ થઈ જાય છે. ક્રોધના સ્થાને પ્રેમ અને સેવાની ભાવના તમારામાં ઉત્પન્ન થાય છે. જ્યારે અઠવાડિયાના કોઇપણ દિવસે તમારા મનમાં પ્રેમ અને ભક્તિ સિવાય બીજો કોઈ ભાવ ઉત્પન્ન ન થાય, તમારું મન એક સમુદ્રની જેમ શાંત અને સ્થિર થઈ જાય, બહારની કોઈપણ વસ્તુ તમને ઉત્તેજિત ન કરી શકે તો તે ખૂબ જ મોટો સંકેત છે કે હનુમાનદાદા સાક્ષાત તમારી સાથે ઉભા છે.

છઠ્ઠો સંકેત એ છે કે તમે પોતાની ખામીઓ કાઢવાનું બંધ કરી દો છો. મનમાં એક આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. ઈશ્વર તમને જેવા બનાવ્યા છે એવા તમે પોતાની જાતને સ્વીકાર કરો છો. ભગવાન સામે તમારી ફરિયાદો ઓછી થવા લાગી ત્યારે સમજી લેજો કે હનુમાનદાદાની ઉર્જા સાથે તમારો સીધો સંબંધ છે. આ કેટલાક વિશેષ સંકેત છે જે એક ભક્તોના જીવનમાં હનુમાનદાદાની કૃપાથી આવે છે. જય હનુમાન દાદા, જય બજરંગ બલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *