ભગવાનની પૂજા કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભુલો.

Astrology

મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તથા ભગવાન સાથે એકાત્મતા સાધવા માટે જો કોઈ રસ્તો હોય તો તે છે ભગવાનની પૂજા. પૂજા કરવાથી ભગવાનને પ્રસન્ન તો કરી શકાયજ છે સાથે મનની શાંતિ પણ મળે છે. પરંતુ પૂજા કરતી વખતે કેટલીક વિશેષ બાબતો નું ધ્યાન અવશ્ય આપણે રાખવું જોઈએ. નહીતો તેનું શુભ ફળ મળવાની જગ્યાએ તેનું અશુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. આજે આપણે જાણીશું કે પૂજા દરમિયાન આપણે કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. પરંતુ જ્યારે પણ તમે પૂજા કરવા બેસો ત્યારે ભગવાન શ્રી ગણેશની સૌથી પહેલા પૂજા કરવી જોઈએ. ગણેશજીને દેવતાઓમાં સૌથી ઉપર માનવામાં આવી છે એટલે કે તેઓ પ્રથમ દેવ છે. કોઈપણ પૂજા કે શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજા થી કરવી જોઈએ. પૂજા કરતા પહેલાં નાહી ધોઈને સ્વચ્છ થઈ જવું જોઈએ અને સાફ કપડાં પહેરવા જોઈએ. પૂજા દરમિયાન જૂતા, ચંપલ કે ચામડા માંથી બનેલી કોઈપણ વસ્તુ પોતાની પાસે ન રાખવી જોઈએ. પૂજાની થાળીમાં વાસી ફૂલ અને વાસી પ્રસાદ પણ ન રાખવા જોઈએ.

શાસ્ત્રોમાં લખ્યું છે કે તૂટેલી મૂર્તિની પૂજા કદી પણ ન કરવી જોઈએ. એવું કહેવાય છે કે આ પ્રકારની તૂટેલી મૂર્તિઓની પૂજા કરવાથી કોઈ શુભ ફળ મળતું નથી પરંતુ તેનાથી દોષ લાગી શકે છે. ઘરમાં જો કોઈ આવી મૂર્તિ હોય તો તેને તુરંત જ જળમાં પધરાવી દેવી જોઈએ કે પછી કોઈ મંદિરમાં આપી દેવી જોઈએ. દેવી-દેવતાઓની યુદ્ધ કરતી મૂર્તિઓ તેવી પણ મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં લડાઈ-ઝઘડા અને કલેશનું વાતાવરણ ઉત્પન્ન થઇ શકે છે.

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન માથા પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે. તિલક કર્યા બાદ તેના પર ચોખા લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. ચોખાથી સકારાત્મક ઊર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. ચોખા તૂટેલા ન હોવા જોઈએ. પૂજા દરમિયાન તૂટેલા ચોખાનો ઉપયોગ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. હિંદુ ધર્મ દરમિયાન કોઈપણ પૂજા આરતી વગર સંપન્ન થઈ શકતી નથી. આરતી હંમેશા તાંબા,પિત્તળ કે ચાંદીના દીવા બળે જ કરવી જોઈએ. માટીના દીવાથી પણ તમે આરતી કરી શકો છો. આરતીની થાળી ને કદી પણ ઊલટી દિશામાં ન ફેરવવી જોઈએ. આરતીની થાળીને ઓછામાં ઓછી સાત વાર ભગવાન સામે ફેરવવી જોઈએ. ઓમ હનુમંતે નમઃ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *