મિત્રો, સ્ત્રીઓ દિવસ દરમિયાન અનેક કામો કરે છે જેના કારણે ઘણી વાર તેઓ ઘણા બધા કામ એકીસાથે કરતી હોય છે. જેમકે રસોઈના ઘણા સમય પહેલા શાકભાજી તેમજ લોટ બાંધીને તૈયાર કરીને મૂકી દેતી હોય છે જેથી તેમનો સમય બચે અને એક જ કામ વારંવાર ન કરવું પડે. પરંતુ આજે આપણે શાસ્ત્રોમાં કહેલી કેટલીક ખાસ વાતો વિશે જાણીશુ. શાસ્ત્રો કહે છે કે લોટ એટલો જ બાંધવો જોઇએ તેટલી તેની આવશ્યકતા હોય. લોટને પહેલેથી જ બાંધીને રાખી દેવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. લોટને અડધા કલાક પહેલા તમે બાંધી શકો છો. પરંતુ વધુ સમય પહેલાં બાંધેલો લોટ નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે.
ઘણીવાર સ્ત્રીઓ વારંવાર લોટ બાંધવો ન પડે એ માટે સવારે જ આખા દિવસ દરમિયાન નો લોટ બાંધી દેતી હોય છે અને તેને ફ્રિજમાં મૂકી દે છે જેના કારણે તેમાંથી તેઓ થોડો દિવસે ઉપયોગ કરે છે અને થોડો રાત્રે ઉપયોગ કરે છે. આવા બાંધેલા લોટને બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એકવારમાં જ ઘણો બધો લોટ બાંધીને ફ્રિઝમાં મૂકી દેવું એ અશુભ માનવામાં આવે છે. તમે જરૂરિયાત મુજબ જ લોટ બાંધો તે જ યોગ્ય છે નહિ તો તે લોટ પિંડ સમાન બની જાય છે. સામાન્ય રીતે તમે જ્યારે લોટ બાંધો છો ત્યારે તે લોટ પર મુઠ્ઠીની છાપ કે આંગળીઓની છાપ પાડી દેવી જોઈએ જેથી તે એક ગોળ પિંડ જેવો ન દેખાય. આ લોટ ઘરમાં નકારાત્મક ઊર્જા આવવાથી બચાવશે.
કહેવાય છે કે એકવાર બાંધેલો લોટ બીજીવાર ઉપયોગમાં લેવો તે અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરનું વાતાવરણ લડાઈ ઝઘડાવાળુ બને છે અને સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ ઉભી થાય છે. પહેલેથી જ બંધાયેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી માનસિક ટેન્શનમાં પણ વધારો થાય છે અને શારીરિક સ્વાસ્થ્યમાં પણ ગડબડ થાય છે. એટલે બંધાયેલા લોટને કદી પણ ફ્રિઝમાં ન મૂકો. તુ લોટ વધુ બંધાઈ ગયો હોય તો તેની રોટલી બનાવી દેવી જોઈએ. અને જો ફ્રિજમાં મૂકવું જ હોય તો તેના પર પોતાની આંગળીઓની નિશાની બનાવી દો પછી જ ફ્રિજમાં મૂકો.
લોટ બાંધવાના પણ કેટલાક નિયમો છે. સામાન્ય રીતે આપણે પાણીથી લોટ બાંધીએ છીએ પરંતુ તેમાં આપણે થોડું દૂધ પણ મેળવી શકીએ છીએ. આવું કરવાથી જ્યારે તેમાંથી રોટલી બનાવીશું અને તેમાંથી જે સુગંધ આવશે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે અને આ સુગંધ માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. ઓરસિયો અને વેલણ હંમેશા સાથે રાખો અને તેને ઊભા કરીને કદી પણ ન મૂકો. તવાને હંમેશા ચૂલાની જમણી બાજુ મૂકો. તવાને જ્યારે ઉપયોગ પૂરું થાય ત્યારે તેને સાફ કરીને જ કોઈની નજર ન પડે એવી જગ્યાએ મુકવો જોઈએ. જય માતા લક્ષ્મી, જય માતા અન્નપૂર્ણા.