જે માણસની હથેળીમાં આવું X નિશાન હોય, શાસ્ત્રો મુજબ તેમના ભાગ્યમાં આવું લખ્યું છે.

Astrology

મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં હસ્તરેખાઓનુ ખૂબ જ મહત્વ હોય છે. આપણી હથેળીમાં વિભિન્ન પ્રકારની રેખાઓ બનેલી હોય છે. ઘણા લોકોની હથેળીમાં X પ્રકારની નિશાની જોવા મળે છે. ઘણા લોકોની હથેળી ની પહેલી બે રેખાઓ વચ્ચે પણ આવી આકૃતિ જોવા મળે છે. હથેળીમાં સૌથી ઉપરની રેખા હૃદયરેખા કહેવાય છે અને મધ્યમાં મસ્તિષ્ક રેખા હોય છે. મસ્તિષ્ક રેખા અને હૃદય રેખાના વચ્ચે આવી એક્સની આકૃતિ તમને જોવા મળે છે. હથેળીમાં આવેલી આ એક્સની આકૃતિ તમારા ગુણો વિશે વર્ણન કરે છે.

કોઇ પણ માણસની હથેળીમાં આ એક્સની આકૃતિ હોય તો તે વ્યક્તિ ખૂબ જ વિશાળ દિલવાળો હોય છે. આવા લોકોની નિયત ખૂબ જ સાફ અને સારી હોય છે. જો હૃદય રેખા અને મસ્તિષ્ક રેખાની વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય અને વચ્ચે આવી એક્સની નિશાની હોય તેવા વ્યક્તિઓ ખૂબ જ ભાવુક સ્વભાવના હોય છે. આવા વ્યક્તિ જ્યારે બીજા કોઈનું દુઃખ જોઈ લે તો તેનું દિલ અને આંખો બંને ભરાઈ જાય છે. આ પ્રકારનું નિશાન કોઈ સ્ત્રીના હાથમાં હોય તો આવી સ્ત્રીઓ ખૂબ જ કર્તવ્યનિષ્ઠ હોય છે. એમના ઈરાદા મજબૂત હોય છે અને વાયદા સાચા હોય છે. જીવનમાં કંઇક કરી બતાવવાની તેમનામાં ધગશ હોય છે.

જ્યારે હૃદય રેખા અને મસ્તિષ્ક રેખા વચ્ચે વધુ જગ્યા હોય અને આ જગ્યામાં આવું નિશાન હોય પરંતુ આ નિશાના ઉપરની કે નીચેની રેખાને અડતુ ન હોય તેવા વ્યક્તિના જીવનમાં નકામા ખર્ચા વધુ થાય છે. અને આવા વ્યક્તિને જીવનમાં કામયાબી થોડી મોડી મળે છે. જ્યારે આ જ એક્સની આકૃતિ હૃદય રેખા અને મસ્તિષ્ક રેખા બન્નેને ટચ કરે છે આવો વ્યક્તિ પોતાની મહેનતથી ભલે તે પુરૂષ હોય કે સ્ત્રી ધન કમાય છે અને જીવનમાં પ્રગતિ કરે છે.

આ નિશાની વાળા વ્યક્તિના હૃદયમાં લોકો માટે ખૂબ જ પ્રેમ હોય છે. જેમ જેમ આવા માણસની ઉંમર વધે છે તેમ તેમ આવા વ્યક્તિની પરિવારમાં, સમાજમાં લોકપ્રિયતા વધતી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ માણસના હાથમાં આવી હસ્તરેખા હોવી તેના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. તમારા હાથમાં પણ આવી હસ્તરેખા હોય અને આવી નિશાની હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *