આ પ્રાર્થના બધા જ દુઃખ દૂર કરશે, દરેક ઈચ્છા પૂરી કરશે.

Astrology

મિત્રો, પ્રાર્થના હૃદયમાંથી નીકળેલો એક એવો ભાવ છે જે આપણા મન વિચારો અને આત્મામાં અદભુત શાંતિ, શક્તિ અને સૂકુન ભરી દે છે. પ્રાર્થનાના માધ્યમથી આપણે તે પરમ શક્તિ, પરમપિતા પરમાત્માથી જોડાઈએ છીએ. જેવી રીતે ભોજન આપણા શરીર માટે જરૂરી છે એવી જ રીતે પ્રાર્થના પણ આપણા મન અને આત્મા માટે જરૂરી છે. પ્રાર્થનાથી ભરાયેલું હૃદય વિશ્વાસ અને પ્રસન્નતાથી ભરેલું રહે છે. If you worry it means you dont pray and if you prayed than why do you worry. જો તમે ચિંતા કરો છો તેનો મતલબ તમે સારી રીતે પ્રાર્થના નથી કરી, અને તમે જો સાચા દિલથી પ્રાર્થના કરી છે તો પછી ચિંતા કેમ કરું છ? અને કઈ વાતની કરો છો.

પ્રાર્થના તમારી તમામ ચિંતાઓ દુઃખને ડરનો નાશ કરી દે છે. કહેવાય છે કે જે હૃદયમાંથી ભગવાનની પ્રાર્થના નથી નીકળતી તે હ્ર્દયમાં કદી પણ પ્રસન્નતા,વિશ્વાસ અને નિશ્ચિંતતા આવી શકતી જ નથી. કેટલાક લોકો ફક્ત દુઃખને મુસીબત આવવા પર જ પ્રાર્થના કરે છે. જે લોકો ફક્ત સંકટ સમયે પ્રાર્થના કરે છે તેમના સંકટ હંમેશા માટે સમાપ્ત થતા નથી પરંતુ જે લોકો રોજ પ્રાર્થના કરે છે મોટામાં મોટું સંકટ પણ તેમનું કંઈ જ બગાડી શકતું નથી. પ્રાર્થના ગમે તે સમયે અને ગમે તે જગ્યાએ કરી શકાય છે પરંતુ સવારના સમયે કરવામાં આવેલી પ્રાર્થના આપની આત્માને શાંતિ અને સૂકુનથી ભરી દે છે અને આખો દિવસ આપણા અંદર એક પ્રસન્નતા ભરી દે છે. આજે આપણે પરમશક્તિ પરમપિતા પરમાત્માના ચરણોમાં એ પ્રાર્થના કરીશું જેને આદિકાળથી આધ્યાત્મિક શક્તિથી ભરેલા લોકો કરતા આવ્યા છે અને આજે પણ કરે છે. આ પ્રાર્થના અમે દરરોજ સાચા દિલથી પરમપિતા પરમાત્માથી જરૂર કરજો. ચાલો આપણે સૌ મળીને તેમની પ્રાર્થના કરીએ.

હે પરમ શક્તિ સ્વરૂપ પરમ પિતા પરમાત્મા, અમારા જીવનમાં વ્યાપેલા ભય,અશાંતિ, દુઃખ અને પરેશાનીઓના અંધકારને તમે દૂર કરો અને અમારા જીવનમાં નિર્ભયતા, સુખ અને આનંદની જ્યોતિ પ્રદાન કરો. મન, વિચાર અને આત્માની પવિત્રતા પ્રદાન કરો. હે પરમપિતા પરમાત્મા તમે સમગ્ર વિશ્વ ને સુખ શાંતિ, સ્વાસ્થ્ય, અને સમૃદ્ધિ પ્રદાન કરો. હે ઈશ્વર હું તમારી સામે પ્રાર્થના કરું છું કેમકે મને પ્રાર્થનાની શક્તિમાં પૂરો વિશ્વાસ છે. હું પ્રાર્થના કરું છું કેમકે પરમાત્મા એ હંમેશા મારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે. હું પ્રાર્થના કરું છું કારણકે આ જ તમે મારી જિંદગીનો ફરીથી એક નવો દિવસ આપ્યો છે. લોકો કંઈ પણ વિચારે કે કંઈપણ કહે હે ઈશ્વર હું હંમેશાં તમારી પ્રાર્થના કરતો રહીશ. હે ઈશ્વર તમે મારી પ્રાર્થનાઓ ને ત્યારે પણ સાંભળી છે જ્યારે મને પ્રાર્થના કરવા માટે શબ્દ પણ મળતા ન હતા.

હે ઈશ્વર મારા અંદર એટલી શક્તિ ભરી દો કે હું જિંદગીની બધી જ મુશ્કેલીઓ, બધા જ દુઃખો અને બધી જ પરેશાનીઓને તમારી કૃપાથી સરળતાથી પાર કરી શકું. હે ઈશ્વર સમગ્ર વિશ્વના પ્રત્યેક જીવના હૃદયમાં તમે પ્રેમ,શાંતિ અને આનંદની સ્થાપના કરો. મારા હૃદયમાં એવો સંતોષ અને કૃતજ્ઞતા ભરી દો કે મનની બધી જ વાસનાઓ અને ફરિયાદો દૂર થઈ જાય અને મારું હૃદય ધન્યવાદ અને વિશ્વાસથી ભરાય જાય. એવી ઈશ્વર જાણ્યા-અજાણ્યા માં થઈ ગયેલી મારી ભૂલો માટે મને ક્ષમા કરો અને મારા પર કૃપા કરો કે મારા હૃદયમાં સુખ-શાંતિ અને પવિત્રતા બની રહે. અને એ પવિત્ર હૃદયથી તમારા વડે બનાવેલા તમામ જીવોની હુ સેવા કરી શકુ.

હે ઈશ્વર મારા દ્વારા મન, વચન અને કર્મથી કોઈનું પણ દિલ દુઃખી ન થાય. તમે તમારી દિવ્ય કૃપાદ્રષ્ટિ અને શક્તિથી મારા તમામ દુઃખોને દૂર કર્યા છે. મારી દરેક શુભેચ્છાને તમે સદાય પૂર્ણ કરી છે અને જીવનની દરેક પરિસ્થિતિઓમાં મારો સાથ આપ્યો છે. મારું વારંવાર તમને પ્રણામ છે, પ્રણામ છે,પ્રણામ છે. તમને વારંવાર ધન્યવાદ છે, ધન્યવાદ છે, ધન્યવાદ છે. પ્રાર્થના પૂર્ણ થઈ. આ પ્રાર્થના દરરોજ સવારે દિવસ શરૂ થયા પહેલા અને રાતે દિવસ પૂરો થયા પછી જરૂર કરજો. કારણ કે આપણી જિંદગીની દરેક સવાર પ્રાર્થનાની ચાવી વડે ખુલવી જોઈએ અને દરેક રાત પ્રાર્થનાના તાળા વડે બંધ થવી જોઈએ.

મને પૂર્ણ વિશ્વાસ છે કે જે પણ વ્યક્તિ સાચા દિલથી આ પ્રાર્થના કરશે તેની દરેક શુભેચ્છા અવશ્ય પૂર્ણ થશે અને તેના તમામ દુઃખ અને સંકટ દૂર થઈ જશે. આ પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ મનમાં તમે એટલી અનહદ શાંતિનો અનુભવ કરશો જે દુનિયાભરના સુખ પ્રાપ્ત કરી દેવા છતાં તમને નહીં મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *