જય શ્રીકૃષ્ણ મિત્રો, ઘણીવાર આપણા ઘરમાં અચાનક જ કીડીઓ નીકળી આવે છે તો શાસ્ત્રો મુજબ તેનું અલગ અલગ પરિણામ જોવા મળે છે. ઘરમાં કયા પ્રકારની કીડીઓ આવી છે જેમકે કાળી કીડીઓ લાલ કીડીઓ છે તેના પર તે ખૂબ જ આધાર રાખે છે. શાસ્ત્રો મુજબ કહેવાય છે કે લાલ કીડીઓ જો ઘરમાં આવે છે તો આ કીડીઓ ઘરમાં દેવું લઈને આવે છે. લાલ કીડીઓ ઘરમાં તકલીફો અને સમસ્યાઓ લઈને આવે છે. ઘરમાં કોઈ સંકટ આવવાનું છે તેવો સંકેત લાલ રંગની કીડીઓ ઘરમાં આવવાથી મળે છે.
જે લોકો લાલ કીડીઓ ઘરમાં આવવાનું કારણ જાણતા હોય છે તે કીડીઓ મારવાની દવા ઘરમાં લઈને આવે છે અને લાલ કીડીઓ ને તે લોકો મારી નાખે છે. આવું કરવાથી કીડીઓની હત્યાનો તમારા માથે બોજ ચડી જશે, જીવ હત્યા થશે અને આ ખૂબ જ ખોટું કામ છે. ઘરમાંથી લાલ કીડીઓ ને જો કાઢવા માંગો છો તો તેનો એક સરળ ઉપાય છે. ૧ લીંબુ લો અને લીંબુના ટુકડાઓને કાપીને જ્યાં કીડીઓ છે ત્યાં મૂકી દો કીડીઓ આપોઆપ ત્યાંથી ભાગી જશે. તેના સિવાય લવિંગ અને મરી નું ચૂર્ણ બનાવીને જ્યાં કીડીઓ છે ત્યાં રાખી દેવાથી કીડીઓ આપોઆપ જતી રહે છે. ઘઉંનો લોટ નાખીને પણ કીડીઓને ભગાવી શકાય છે. ઘઉંનો લોટ ખાઈને કે કીડીઓ આપો આપ ત્યાંથી જતી રહેશે.
કીડીઓને લોટ નાખવાથી કર્જમાંથી, દેવામાંથી મુક્તિ પણ મળશે. અને જીવનમાં જે ખોટી સમસ્યાઓ આપણી સામે હોય છે તે સમસ્યાઓમાંથી આપણને છુટકારો પ્રાપ્ત થાય છે. કીડીઓને ખાંડ મિલાવેલો લોટ નાખવાથી પણ અનેક પ્રકારના લાભ થાય છે જેમ કે કોઈ વ્યક્તિ બંધનો માં બંધાયેલો છે, કોઈ વ્યક્તિ જેલમાં હોય તો કીડીઓને લોટમાં ખાંડ મિલાવીને નાખવાથી તેના બંધન દૂર થાય છે અને દેવું પણ ઓછું થાય છે. કીડીઓના શુભ સંકેત કેવા હોય છે હવે તેના વિશે આપણે જાણીશું.
ઘણીવાર તમે જોયું હશે કે લાલ રંગની કીડીઓ પોતાના મોઢામાં તેના ઇંડાંને દબાવીને જતી જુઓ છો અને એક લાઈન બનાવીને ચાલતી જોવા મળે છે. આ પ્રકારની કીડીઓથી આપણને શુભ સંકેત પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ આપણા ઘરમાં આ પ્રમાણે કીડીઓ જોવા મળે તો આપણા અટવાયેલા કાર્યો પાર પડી જાય છે, વ્યાપાર વૃદ્ધિના યોગ હોય છે. કીડીઓની સાથે પક્ષીઓ ને ચોખા નાખવાથી પણ પાપોનો વિનાશ થાય છે. કીડીઓને લોટ નાખવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. જય શ્રી કૃષ્ણ.