જે લોકોના કાન પર વાળ હોય છે, શાસ્ત્રો મુજબ તેમનું ભાગ્ય આવું હોય છે.

Astrology

મિત્રો, આપણામાંથી ઘણા લોકોને કાન પર વાળ હોય છે. શરીરના અંગો પર ખાસ પ્રકારનો તલ હોવો અથવા તો વાળ હોવા એક વિશિષ્ટ પ્રકારની નિશાની સૂચવે છે. કાન પર વાળ હોવા ઘણા લોકો તેને શુભ માને છે તો ઘણા લોકો અશુભ માને છે. આજે આપણે જાણીશું કે શાસ્ત્રો મુજબ આવું હોય તે શુભ કહેવાય કે અશુભ. કાન પર વાર સામાન્ય રીતે બધા જ લોકો પર હોતા નથી. આ પ્રકારનું લક્ષણ વિશિષ્ટ પ્રકારના લોકોને હોય છે.

શાસ્ત્રો મુજબ કાન પર વાળ હોય તે ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે લોકોને કાનના બહારના ભાગમાં વાળ હોય છે તે ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. અંદરના ભાગમાં વાળ હોય તે પણ શુભ માનવામાં આવે છે પરંતુ બહારના ભાગમાં વાળ હોય તેનાથી ઓછું શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ ના કાન પર વાળ હોય છે તેમના વિચારો ખૂબ જ સુંદર હોય છે પરંતુ તેઓ તેને વ્યક્ત કરી શકતા નથી.

જે માણસોના કાન પર વાળ હોય તેમને રિદ્ધિ-સિદ્ધિની કૃપા પ્રાપ્ત થયેલી હોય છે. આવા માણસો પર ગણપતિ દાદાની પણ અસીમ કૃપા હોય છે. જેમના કાન પર વાળ હોય તમે નિયમિત ગણેશ પૂજન કરવું જોઈએ અને ઓમ ગં ગણપતયે નમઃ નો જાપ કરવો જોઈએ જેથી તેમના જીવનમાં ગણેશજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. એટલે જે પણ વ્યક્તિના કાનપર વાળ હોય તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા વ્યક્તિ જીવનમાં ખૂબ જ આગળ વધે છે અને ખૂબ જ મહેનતુ પણ હોય છે.

જે વ્યક્તિના કાન પર વાળ હોય અને તે શરાબ કે મદિરાનું સેવન કરે છે તેને પોતાના આ ભાગ્યની ઉલટી અસર જોવા મળે છે. અને તેને જે સફળતા મળેલી હોય છે એમાં તેને ધીરે ધીરે અસફળતા મળવા લાગે છે. જે લોકો મા-બાપની સેવા કરતા નથી એવા લોકોને પણ કાન પર વાળ હોય છતાં તેનો કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. સ્ત્રીઓના કાન પર વાળ હોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે જે લોકો કહે છે કે કાન પર વાળ હોવુ અશુભ હોય છે તે તદ્દન ખોટી વાત છે અને શાસ્ત્રો મુજબ આ બાબત ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *