શિવ વાણી: મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ માટેનો આ છે માર્ગ.

Uncategorized

મિત્રો, દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ શંકરે કહ્યું છે, જે પણ વ્યક્તિ પોતાની પરિસ્થિતિઓથી સંતુષ્ટ છે તેની તે અવસ્થા જ સ્વર્ગ છે કારણ કે આ વ્યક્તિ કામ લોભ ,મોહ અને ક્રોધથી મુક્ત હોય છે. અને જ્યા સંતોષ નથી ત્યાં કામ લોભ અને મોહ અને ક્રોધ વ્યક્તિ માટે સદાય પાપનો માર્ગ પ્રદર્શિત કરે છે. તે વ્યક્તિ સદાય પોતાની ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માટે દુનિયાભરમાં આમતેમ ભટકયા કરે છે અને આવો અસંતુષ્ટ વ્યક્તિ ગમે તેટલી સાધન સંપત્તિ હોવા છતાં કે ગમે તેટલા એશ્વર્ય ભોગવવા છતાં તેની મનોસ્થિતિ સદાય નર્કની સમાન જ રહે છે.

ભગવાન શિવ શંકર કહે છે, કોઈ પણ પરિસ્થિતિમાં સંતોષ સ્વર્ગ અને નર્ક વચ્ચેના ભેદને દૂર કરી દે છે. ભગવાન કહે છે કે ન તો સ્વર્ગ એ નર્કનુ ઉત્થાન કે ન નર્કએ સ્વર્ગનુ પતન છે. જે ક્ષણે આપણા અંદર રહેલા નર્કનું પતન થઈ જાય એક ક્ષણ એજ સ્વર્ગ ની અભિલાષા પણ સમાપ્ત થઈ જાય છે. કારણ કે સ્વર્ગ તો ફક્ત નરકના કષ્ટમાંથી છુટકારો મેળવવાનું સ્વપ્ન માત્ર છે. અભિલાષા છે. જ્યાં નર્કનો અંત થાય છે ક્યા સ્વર્ગની અભિલાષા પણ સમાપ્ત થઈ જાય છે. અને જ્યાં સ્વર્ગ અને નર્ક નો ભેદ જ દૂર થઈ જાય એ અવસ્થાને જ મુક્તિ કહે છે, મોક્ષ કહે છે.

ભગવાન શિવ શંકર કહે છે, માણસનુ મન જ્યારે સુખ અને દુઃખ જેવી ભાવનાઓથી પરે બની જાય છે. જ્યારે માણસ છલકાઈ જતો નથી અને દુઃખમાં તેનું મન વિચલિત થઈ જતું નથી એ અવસ્થા જ મોક્ષ છે. મન કામ, ક્રોધ, લોભ ,મોહ-માયા જેવી ભાવનાઓથી મુક્ત બની જાય એ જ છે સાચી મુક્તિ. અને જ્યારે આપણા અંતરાત્મામાં રહેલા નર્ક સમાન આ ગુણોનો અંત થઇ જાય છે પછી કોઈ પણ મનુષ્યને સ્વર્ગની અભિલાષા રહેતી જ નથી. આવો મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે અને જન્મ મરણની આ સાંકળ માંથી સદાય માટે મુક્ત બની જાય છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *