સુહાગન મહિલાઓ ભૂલથી પણ ન આપો પોતાની આ 5 વસ્તુ, ઘર બરબાદ થઈ જશે.

Astrology

મિત્રો, હિન્દુ ધર્મમાં મહિલાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવીની જેમ તેમની પૂજા કરવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ સાક્ષાત દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું એવા ઘરમાં માતા લક્ષ્મી કદી પણ પ્રવેશ કરતા નથી. આવા ઘરના પુરુષો સદાય ધનની હાનિનો સામનો કરે છે. ભલે પછી માં હોય, બહેન હોય કે તમારી પત્ની તેમનું અપમાન કદી ન કરો. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ માર્ગ એ છે કે ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. આપણા ધર્મગ્રંથોમાં સ્ત્રીઓએ પાળવાના કેટલાક નિયમો બતાવેલા છે. કેટલીક સ્ત્રીઓ તેના કર્મોને કારણે ઘર બરબાદ થઈ શકે છે. માટે મહિલાઓએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરની મહિલાઓએ શૃંગાર રહિત ન હોવું જોઈએ. જે ઘરની સ્ત્રીઓ પર એક પણ આભૂષણ તે ઘરમાં હંમેશા ગરીબી જ રહે છે. સુહાગન મહિલાઓ માટે પણ શાસ્ત્રોમાં નિયમો લખવામાં આવ્યા છે. મહિલાઓએ પોતાની કેટલીક વસ્તુઓ બીજી મહિલાઓને ન આપવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે મંગલસૂત્ર. એક વિવાહિત સ્ત્રી માટે મંગળસૂત્ર ખૂબ જ મહત્વ હોય છે. કોઈ પણ સ્ત્રીએ પોતાનું મંગળસૂત્ર કોઈ મિત્ર અન્ય કોઈ પણ સ્ત્રીને ન આપવું જોઈએ. તેનાથી પતિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

શાસ્ત્ર અનુસાર એક વિવાહિત સ્ત્રી માટે સિંદૂર તેની ઓળખાણ હોય છે. દરેક સુહાગણ સ્ત્રીએ સિંદૂરનું સન્માન કરવું જોઈએ. સિંદૂર હંમેશા સ્નાન કર્યા બાદ માથા પર પલ્લુ રાખીને જ ભરવું જોઈએ. ઘણીવાર કોઈ પ્રસંગ હોય ત્યારે સ્ત્રીઓ કોઈ બીજી સ્ત્રીઓનું સિંદૂર લેતી હોય છે પરંત તે જ ખોટું કામ છે. તેનાથી ઘરમાં કલેશ આવી શકે છે. વિવાહિત મહિલાઓ એ પોતાની આંખનું કાજલ પણ કોઈ અન્ય મહિલાને ન આપવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી પતિનો પ્રેમ તમારા માટે ઓછો થઇ શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આવું કરવાથી આંખોનુ ઈન્ફેક્શન થઈ શકે છે.

સુહાગન સ્ત્રીઓએ કદી પણ પોતાના હાથમાં પહેરેલી બંગડીઓ કોઈ અન્ય સ્ત્રીને ન આપવી જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય કમજોર બની શકે છે કારણકે બંગડીઓ સાથે તમારું ભાગ્ય જોડાયેલું હોય છે એટલા માટે તમે પહેલી બંગડીઓ કોઈ અન્ય મહિલાને ન આપો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક સ્ત્રીએ પોતાના માથા પર લગાવેલી બીંદી પણ અન્ય સ્ત્રીને ન આપવી જોઈએ. તેનાથી પતિના જીવનું જોખમ થઈ શકે છે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. કેટલાક ધાર્મિક ગ્રંથો અનુસાર જો તમારે કોઈ પરિસ્થિતિમાં પોતાની બિંદી કોઈને આપવી પડે તો બીંદીને સૌથી પહેલાં તમે પહેલા પાન કે કોઈ વૃક્ષના થડ પર લગાવી દો ત્યારબાદ વૃક્ષના એક પત્તામાં રાખીને કોઈ બીજી સ્ત્રીને તમે બિંદી આપી શકો છો.

સ્ત્રીઓ ઘણી વાર પોતાનું પાનેતર પોતાની બહેન કે કોઇ બહેનપણીને પહેરવા માટે આપે છે કારણ કે તે તેનું બીજી વાર ઉપયોગ નથી કરતી. પરંતુ શાસ્ત્રો મુજબ કોઈ પણ સ્ત્રીએ પોતાનું પાનેતર અન્ય સ્ત્રીને ન આપવું જોઈએ. તેનાથી ઘરની સમૃદ્ધિ પ્રભાવિત થઈ શકે છે. આ કેટલીક વસ્તુ એક સુહાગન સ્ત્રીએ બીજી સ્ત્રીને ન આપવી જોઈએ. જય માતા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *