જાણો વિદુર માર્ગના નિયમો વિશે, જે મદદ કરશે ધનવાન થવામાં.

Astrology

મહર્ષિ વિદુર કે જેમને મહાભારતના યુદ્ધમાં પાંડવોને યોગ્ય માર્ગ દર્શાવ્યો હતો જેનું પરિણામ એવું આવ્યું હતું કે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા હતા. વિદુરએ રાજપાઠ માં પણ ઘણા માર્ગ દર્શાવ્યા હતા અને જ્ઞાન આપ્યું હતું. એમ કહેવાય છે કે માતા લક્ષ્મીની પરમ કૃપા જે તે વ્યક્તિ ઉપર ત્યારે જ રહે છે જયારે તેઓ આ નિયમોને પાળીને જીવન ગુજારે છે. તેથી જ વિધુરે ઘણા નિયમો જણાવ્યા હતા કે જેનાથી જે તે વ્યક્તિ ધનવાન બની શકે છે. તો ચાલો જાણીયે ધનવાન બનવાના વિધુરના નિયમો વિશે.

વિદુરે જણાવ્યું કે મનુષ્યએ આળસનો ત્યાગ કરવો જોઈએ અને પોતના કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. વિવેકથી કામ કરી જીવનમાં આગળ વધવું જોઈએ. આમ કરવાથી જીવનમાં સંપન્નતા આવે છે. આમ થવાના કારણે બધા જ કામ સક્રિય થઇને ખુલ્લા મગજથી કરવું જોઈએ. જેથી ધનમાં પણ લાભ થાય છે. આ સાથે જ ધન ટકે એ જરૂરી છે તે માટે ઘરમાં આળસ લાવ્યા વગર પોતાનું કામ કરવું જોઈએ. આ સાથે જ વિદુરએ જણાવ્યું છે કે ખાલી કમાણી કરવાથી મનુષ્ય ધનવાન બની નથી જતો. પરંતુ ઘરના સભ્યોની જોડે હળીમળીને તથા પ્રેમ જળવાઇ રહે તે સમયે જ ઘરમાં ધન ટકી શકે છે.

આ ઉપરાંત માનસિક તેમજ શારીરિક સંયમ જાળવવો જોઈએ. મહર્ષિ વિદુરએ જણાવેલું છે કે ધન કમાવવા માટે તેમજ તેને સાચવવા માટે માનસિક તેમજ શારીરિક સંયમ રાખવો જોઈએ. મનને ખુશી મળે તે માટે વિચાર્યા વગર ધન ખર્ચ કરવું તે ગરીબીની દિશા બાજુ લઇ જાય છે. તેથી જ ગણતરીના હિસાબથી ધન ખર્ચ કરવુ જોઈએ. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે બચતમાં રાખેલું ધન આવનાર ભવિષ્યમાં કામ આવે છે. આ જ ધન જયારે કોઇ મુશ્કેલ આવે છે તે સમયે ખુબજ ઉપયોગ માં આવે છે. આમ વિદુર આપણને ધન સંચયની શિક્ષા પણ આપી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *