કોઈ વારંવાર અપમાન કરે તો શું કરવું જોઈએ, આ 5 વાતો શીખી લો, કોઈ અપમાન નહીં કરી શકે.

Uncategorized

મિત્રો, ઈજ્જતથી વધુ માણસ માટે દુનિયામાં કોઈ મોટી વસ્તુ નથી. જે વ્યક્તિની કોઈ ઈજ્જત કરતું નથી, જે માણસનુ દરેક જગ્યાએ અપમાન થાય છે તે માણસ જીવતો એક લાશની સમાન હોય છે. આ 5 વાતો એવી છે જે તમે તમારી જીંદગીમાં ઉતારી લેશો તો આખી દુનિયા તમારી ઇજ્જત કરશે. સૌથી પહેલી વાત છે આત્મસન્માન. જ્યાં સુધી તમે પોતે પોતાની ઈજ્જત નથી કરતા ત્યાં સુધી તમારી ઇજ્જત કોઈ નહીં કરે. આજના સમયમાં લોકો પોતાની જાતને જ પસંદ કરતા નથી અને કહે છે કે I hate my self,I hate my life. મને મારી જિંદગીથી નફરત છે. મને ખુદથી જ નફરત છે. એક પ્રશ્ન પૂછું છું તમને Do you Love your life?,Do you Love your self? શું તમને તમારી જિંદગી થી પ્રેમ છે, શું તમે પોતાની જાતથી પ્રેમ છે? આનો જવાબ તમે પોતાની જાતને અવશ્ય પૂછજો.

પોતાની જાતનું આત્મસન્માન કેવી રીતે કરવું? જ્યાં સુધી તમે તમારા જીવનના કેટલાક નિયમો નથી બનાવતા ત્યાં સુધી દરેક વ્યક્તિ તમારું અપમાન કરી શકે છે. હંમેશા દરેક જગ્યાએ સહન કરી લેવું એમાં તમારી કોઈ મહાનતા નથી હોતી. કોનું સહન કરવું છે અને કોને જવાબ આપવો આટલી સમજ તમને અવશ્ય હોવી જોઈએ. દરેક જગ્યાએ સહન કરી લેવું તે કાયરતાની નિશાની છે મહાનતાની નિશાની નથી. સમજદાર માણસ એ છે કે એટલી સમજ સાથે સામેવાળા માણસને જવાબ આપે કે તેમાં તેનું સ્વાભિમાન દેખાય ક્રોધ નહીં. જ્યારે કોઈ માણસ તમારી સાથે ખોટું વર્તન કરે, જ્યારે કોઈ માણસ તમારા પ્રેમની કદર ન કરે, તમારી ઇજ્જત ન કરે તો ત્યાંથી તમે દૂર થઈ જાવ, ભલે તે વ્યક્તિ તમને ગમે તેટલો પસંદ કેમ ન હોય તે તમને કદી પણ ઈજ્જત નહીં આપે.

બીજી વાત એ છે કે તમે દુનિયાની સામે પોતાની જાતને કેવી રીતે મૂકો છો એ બાબત તમને સમ્માન અપાવે છે. તમારો પહેરવેશ, તમારો ચાલ ઢાલ તેનાથી જ તમને ઈજ્જત મળે છે. રસ્તામાં કોઈ ફાટેલા તુટેલા કપડા પહેરેને ભિખારી બેઠો હોય દુનિયામાં તેને કોઈ ઈજ્જત આપતું નથી. સામાન્ય માણસના પહેરવેશમાં લોકો એ રીતની તમને ઈજ્જત આપશે, કોઈ ઓફિસરના પહેરવેશમાં છે તો તમે તેને તે પ્રમાણે ઈજ્જત આપશો. કોઈ રાજાના પહેરવેશમાં છે તો તેને તમે તે પ્રમાણે ઈજ્જત આપશો. હવે તમે પોતાની જાતને દુનિયા સામે રાજાની જેમ મૂકો છો કે ભિખારીની જેમ તે તમારે નક્કી કરવાનું છે. લોકોની ખામીઓ કાઢવાનું છોડીને તમે પોતાની જાતને improve કરો, ક્યાં બોલવાનું છે, ક્યાં ચૂપ રહેવાનું છે અને દુનિયાની સામે પોતાની જાતને કેવી રીતે મુકવાની છે તે બધું જ તમારા પર નિર્ભર છે. જેવી રીતે તમે પોતાની જાતને દુનિયાની સામે મૂકશો આ દુનિયા એવું જ વર્તન કરશે તમારી સાથે.

ત્રીજી વાત કે જીવનમાં એક સપનું, એક ધ્યેય નક્કી કરો. તમે ખાલી બસ બેસી ન રહો. જિંદગી બસ મરવા માટે ન જીવો. જે વ્યક્તિની જિંદગીના કોઈ સપના નથી, કોઈ ધ્યેય નથી તેવો વ્યક્તિ પોતાની જાતની ઈજ્જત કરી શકતો નથી તો પછી દુનિયા કેવી રીતે ઈજ્જત કરશે? માણસ ઘરમાં ફાલતુ બેસી રહે એવા વ્યક્તિને ઈજ્જત કોણ કરશે? ઈજ્જત એની જ થાય છે જે કંઈક કરી રહ્યો છે. લોકો તેની ખામીઓ કાઢશે પણ એકના એક દિવસે તેની ઈજ્જત,માન-સન્માન અવશ્ય થશે. એટલે જિંદગીમાં એક ધ્યેય અપનાવો ભલે શરૂઆતમાં તમને તેમાં હાર મળે. ત્યારબાદ તમારો પરિવાર પણ ઈજ્જત કરશે, તમારા દોસ્તો પણ ઈજ્જત કરશે અને આખી દુનિયા તમારી ઇજ્જત કરશે. કંઈ ખાસ કરો,કંઈક મોટું કરો, તમારા સપનાઓને મોટા કરો.

ચોથી વાત તમારા જ્ઞાનમાં વધારો કરો. જે વ્યક્તિમાં જેટલું વધારે જ્ઞાન હોય છે જેટલી વધુ ઈજ્જત પ્રાપ્ત કરે છે. જ્ઞાન ફક્ત પુસ્તકોનું નહીં, જ્ઞાન તમારા અનુભવોનુ, જ્ઞાન તમે જિંદગીને કેવી રીતે જુઓ છો તેનુ, જ્ઞાન જિંદગી પાસેથી તમે શું શીખ્યુ તેનું. પાંચમી વાત તમારી વાત કરવાની અદા. તમારી વાત કરવાની રીત થી જ એ નક્કી થશે કે તમે લોકોના દિલમાં રાજ કરશો કે ફક્ત જમીન ઉપર જ રહેશો. કારણ કે વાણી એવી વસ્તુ છે જેનાથી દુનિયા પણ જીતી શકાય છે અને જેનાથી પોતાની જાત સામે જ હારી જવાય છે.જે વ્યક્તિ આ પાંચ બાબતો પોતાના જીવનમાં ઉતારી લે છે દુનિયામાં કોઈની તાકાત નથી તેનું અપમાન કરી શકે. જ્યાં જશે પૂરી દુનિયા તેની ઈજ્જત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *