લો બ્લડપ્રેશર થાય ત્યારે સૌથી પહેલા આ કરવું જોઈએ.

Health

મિત્રો, મોટાભાગના લોકો લો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન હોય છે. ઉનાળાની ઋતુમાં લો બ્લડપ્રેશરની સમસ્યા ખૂબ જ વધી જતી હોય છે. આપણે આ સમસ્યાને ખૂબ જ હળવાશથી લઈએ છીએ અને ઘણી વાર ખૂબ મોટી આફતમાં ફસાઈ જઈએ છીએ. ઘણા લોકો લો બ્લડપ્રેશરના લક્ષણોને સમજી શકતા નથી અને ત્યારબાદ ભયંકર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. લો બ્લડ પ્રેશર એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. આ સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ, થાક, ગભરામણ થવી, ચક્કર આવવા જેવા લક્ષણો અનુભવાય છે. લો બ્લડપ્રેશરના કારણે હાર્ટ અટેક આવે છે તેમજ મગજની નસો ફાટી પણ જાય છે જેથી માણસ કોમામાં જઈ શકે છે. આજે આપણે લો બ્લડપ્રેશર થાય ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ એના વિશે જાણીશું.

લો બ્લડપ્રેશરનો જ્યારે પણ અનુભવ થાય ત્યારે એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું ઓગાળીને પી લેવું જોઈએ. જો મોં વધારે સુકાઈ રહ્યું હોય અથવા ડિહાઇડ્રેશનનો અનુભવ થઈ રહ્યો હોય તો વધારે પાણી પીવું જોઈએ. લો બ્લડ પ્રેશરની સમસ્યાનો અનુભવ થાય ત્યારે પાણી પીધાના તરત પછી પથારીમાં સૂઈ જવું જોઈએ. જો ડીહાઇડ્રેશનની સમસ્યા ન હોય તો ચા અથવા કોફી પી શકાય. ગરમીની ઋતુમાં ઘણીવાર તીવ્ર તડકાને કારણે પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે. એવામાં માથા પર ઠંડું પાણી નાખવાથી રાહત મળે છે. બ્લડ પ્રેશર લો થાય ત્યારે ટાઈટ મોજા પહેરી લેવા જોઈએ તેનાથી સામાન્ય થવામાં મદદ મળી રહે છે.

જ્યારે બ્લડ પ્રેશર લો થઈ જાય ત્યારે આટલું ન કરવું જોઈએ. સૌથી પહેલાં તો લો બ્લડપ્રેશર થાય ત્યારે કેટલાક લોકો ચાલવા લાગે છે અથવા ઉભા રહે છે પરંતુ આવું ન કરવું જોઈએ. એક જગ્યાએ સ્થિર બેસી રહેવું જોઈએ અથવા સૂઈ રહેવું જોઈએ. બ્લડ પ્રેશરના લો થવા પર ખાવામાં તળેલી, તેજ, તીખુ કે મસાલેદાર અથવા ઘીથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ભારે વજન વાળી વસ્તુઓ ઉંચકવી જોઈએ નહીં.

કેટલાક લોકો બ્લડ પ્રેશર લો થાય ત્યારે રાહત મેળવવા માટે આલ્કોહોલનું સેવન કરવા લાગે છે. પરંતુ આલ્કોહોલનું સેવન કરવાથી આ સમસ્યામાં વધારો થઇ શકે છે અને તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. જ્યારે પણ લો બ્લડપ્રેશરની સમસ્યા થાય ત્યારે સૌથી પહેલા આટલી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. બ્લડ પ્રેશર સામાન્ય થાય પછી લોકો તેને નજર અંદાજ કરી દે છે, જ્યારે સામાન્ય થવા પર ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો જોઈએ જેનાથી આપણને ખબર પડે કે બ્લડ પ્રેશર લો કેમ થયું અને પછી તરત જ તેની સારવાર લેવી જોઈએ. આધુનિક જીવનશૈલીમાં લો બ્લડપ્રેશરની સમસ્યા ખૂબ જ વધતી જાય છે. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જો માહિતી યોગ્ય લાગી હોય તો વધુ લોકો સુધી પહોંચાડવા શેર કરજો જેથી તકલીફના સમયમાં કોઈને રાહત મળી શકે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *