મૃત્યુ સમયે ક્યાંથી નીકળે છે આત્મા, શાસ્ત્રો મુજબ આટલા છે માર્ગ.

Astrology

મિત્રો, તમે પણ કોઈને તમારી આંખો સામે કોઇનું મૃત્યુ અવશ્ય જોયું હોય છે. મૃત્યુ જીવનનું સત્ય છે જેને મોટામાં મોટા જ્ઞાની માણસો પણ સ્વીકાર કરવા માંગતા નથી. ગરુડ પુરાણના નવમા અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે કે મનુષ્યના મુખ, આંખો, નાસિક રંન્ધ્ર અને કાન આ સાત એવા અંગ છે જેમાંથી કોઈપણ એક અંગમાંથી પુણ્યાત્માના પ્રાણ નીકળે છે. અપાન એટલે કે ગુદામાંથી બહાર નીકરવાવાળી વાયુમાં મળેલા પ્રાણ જ્યારે પૃથક થઈ જાય છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ શરીર માંથી બહાર નીકળે છે.

અમે ધ્યાન આપ્યું હશે કે મૃત્યુ પામનાર વ્યક્તિના સૌથી પહેલા પગ ઠંડા પડી જાય છે. ત્યારબાદ ઘૂંટણનો નીચેનો ભાગ અને આમ કરતા કરતા વ્યક્તિનું આખું શરીર ઠંડું પડી જાય છે માનો જેવી રીતે શરીરમાંથી બધી જ ઊર્જા સમાપ્ત થઈ રહી હોય છે. મનુષ્યની આ સંપૂર્ણ ચેતના ભેગી થઈને એક ચક્ર પર આવી જાય છે. ધ્યાની માણસની આત્મા જ્ઞાન ચક્ર માંથી નીકળે છે જ્યારે જે લોકોએ પોતાનું સંપૂર્ણ જીવન ખાનપાન અને સાંસારિક સુખના લોભમાં વિતાવી દીધું હોય આવા મનુષ્યના પ્રાણ મણિપુર ચક્ર માંથી નીકળે છે. હું મનુષ્ય પોતાનું સંપૂર્ણ જીવન સંભોગ વિશે વિચાર્યું છે તેના પ્રાણ મૂલાધાર ચક્ર માંથી નીકળે છે. જે મનુષ્ય અંતિમ સમયમાં પોતાના ભગવાનને યાદ કરતાં મૃત્યુ પામે છે તેની આત્મા આંખો માંથી બહાર નીકળે છે.

જે વ્યક્તિએ મૃત્યુ પહેલા પોતાના તમામ કર્મો સારી રીતે પૂરા કર્યા હોય મૃત્યુના સમયે આવા વ્યક્તિની આત્મા ઉપરના ક્ષેત્ર એટલે કે મુખ,આંખો, કાન માંથી બહાર નીકળે છે. જે વ્યક્તિ આત્મા બહાર નીકળતા પહેલા સન્યાસ વિશે વિચારે છે તેને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે. લોભી માણસની આત્મા ગુદામાંથી બહાર નીકળે છે. શરીરમાંથી આત્મા નીકળી ગયા બાદ શરીર ચેષ્ટાશૂન્ય, ઘ્રુણિત અને દુર્ગંધયુક્ત અને અસ્પર્શિય અને બધા માટે નિંદિત બની જાય છે. મૃત શરીરની ત્રણ અવસ્થા હોય છે.કીડા,વિષ્ઠા અને ભસ્મરૂપ. તેને તમે આ રીતે સમજી શકો છો કે મૃત શરીરમાં કીડા પડે છે જે મળની જેમ દુર્ગંધ યુક્ત બની જાય છે અને છેલ્લે ચીતામાં બળીને ભસ્મ થઈ જાય છે. એટલે ક્ષણભરમાં નષ્ટ થવા વાળા આ શરીર પર ગર્વ કરવો અનુચિત છે.

મૃત્યુ પછી પંચભૂતો માંથી બનેલું શરીર પૃથ્વી, જળ, અગ્નિ ,વાયુમાં વિલીન થઈ જાય છે. પરંતુ આ શરીરમાં રહેવાવાળી આત્મા અજર-અમર છે.જે એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરી લે છે. મૃત શરીરમાંથી નીકળેલી આ આત્મા પોતાના જૂના શરીરમાંથી નીકળીને પોતાના કર્મો દ્વારા નિર્મિત નવા શરીરમાં પ્રવેશ કરે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અકાલ મૃત્યુ થાય છે તે વ્યક્તિની આત્મા આ બધાથી અલગ રીતે જ પોતાનું શરીર છોડે છે. જે વ્યક્તિ ખૂબ જ લાંબી બીમારી બાદ મૃત્યુ પામ્યો હોય આ દરમિયાન તેમની શરીરની ઊર્જાનો ક્ષય ત્યાં સુધી ખૂબ જ ઓછો થયો હોય છે તેથી આવી આત્મા શરીર છોડતાં સમયે ખૂબ જ દ્વિધામાં હોય છે એટલા માટે આવી આત્માનું કોઈ અંગ માંથી નીકળવું નિશ્ચિત હોતું નથી. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *