પુરાણોમાં લખ્યું છે, જે સ્ત્રી આ દિવસે પોતાના વાળ ધોવે છે તેના ઘરમાં ગરીબી કદી નહિ આવે.

Astrology

મિત્રો, આપણા પરિવાર અને પુરુષ ની સફળતા ઘરની લક્ષ્મી પર આધાર રાખે છે. ઘરની લક્ષ્મીના વ્યવહાર અને સ્વભાવથીજ ઘર સુંદર અને સમૃદ્ધ બને છે. આપણા સમસ્ત દેવો પણ પોતાની અર્ધાંગિની ને જ શક્તિ માને છે. જે રીતે શ્રી હરિ વિષ્ણુ માટે માતા લક્ષ્મી અને ભગવાન શિવ માતા પાર્વતી વગર અધૂરા છે. એક સ્ત્રી જ ઘરને મંદિર બનાવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે એક સુહાગન મહિલા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

જે સ્ત્રીઓ કુવારી છે તેમણે બુધવારના દિવસે ભૂલથી પણ પોતાના વાળ ધોવા જોઈએ નહીં. એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે કુવારી કન્યા બુધવારના દિવસે વધે છે તેના નાના ભાઈને તેનું કષ્ટ ઉઠાવવું પડે છે. હિંદુ પંચાંગ અનુસાર મહિલાઓએ કોઈપણ શુભ તહેવાર ,તિથિના દિવસે ભૂલથી પણ પોતાના વાળ ન ધોવા જોઈએ. ખાસ કરીને એકાદશી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વાળ બિલકુલ ન ધોવા જોઈએ.

જે વાર ના દિવસે તમે વ્રત રાખ્યું હોય તે વારના દિવસે ભૂલથી પણ વાળ ધોવા જોઈએ નહીં. અને જો કોઈક કારણથી આ દિવસે વાળ ધોવા પડે તો માથામાં કાચું દૂધ લઈ વાળ ધોવા જોઈએ. સુહાગન મહિલાઓએ ગુરુવારના દિવસે વાળ બિલકુલ ન ધોવા જોઈએ. પુરુષોએ પણ ગુરુવારના દિવસે પોતાના વાળ ન હોવા જોઈએ. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે તેથી ગુરુવારના દિવસે વાળ ધોવા જોઈએ નહીં. તેનાથી ઘરમાં આર્થિક પરિસ્થિતિ બગડી શકે છે.

શનિવારનો દિવસ શનિદેવનો દિવસ માનવામાં આવે છે તેથી શનિવારના દિવસે માથામાં તેલ નાખવું જોઈએ નહિ અને વાળ પણ ધોવા જોઈએ નહીં. અને જો કોઈ કારણથી શનિવારના દિવસે વાળ ધોવા પડે તો પહેલા થોડી હળદર અને બેસન વાળમાં લગાવીને વાળ ધોવા જોઈએ. પરંતુ જો અતિઆવશ્યક ન હોય તો શનિવારના દિવસે વાળ ન ધોવા એ જ શુભ માનવામાં આવે છે.

પુરુષો અને મહિલાઓએ શુક્રવારના દિવસે વાળ ધોવા અત્યંત શુભ માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી નો દિવસ હોય છે તેથી શુક્રવારના દિવસે વાળ ધોઈને સ્વચ્છ થવાથી માતા લક્ષ્મીની કૃપા આપણા પર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *