ઓછું બોલવાવાળા લોકો 1વાર આ અવશ્ય વાંચજો, લોકો તમારી જિંદગીને મજાક ના સમજી લે.

Uncategorized

મિત્રો, આચાર્ય ચાણક્યજી એક મહાન જ્ઞાની હતા સાથે એક સારા નીતિકર્તા પણ હતા. તેમણે પોતાની નીતિઓમાં મનુષ્ય જીવનને સુખમય બનાવવા માટે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો લખેલી છે. ઓછું બોલવું એ ખૂબ જ સારી વાત ગણાય છે અને સભ્ય માણસની તે ઓળખ હોય છે. આપણી આ દુનિયામાં ઘણા બધા પ્રકારના માણસો હોય છે અને દરેકના વિચારો અલગ-અલગ હોય છે. કેટલાક લોકો ઓછું બોલવા વાળા લોકોને પસંદ કરે છે તો કેટલાક લોકો વધુ બોલવા વાળા લોકોને પસંદ કરે છે.

વધુ બોલવા વાળા માણસને નુકસાન ઓછું થાય છે પરંતુ ઓછું બોલવાવાળા માણસને ઘણીવાર મોટું નુકસાન થતું હોય છે. આચાર્ય ચાણક્યે કહ્યું છે, કોયલ ત્યાં સુધી મૌન રહીને દિવસો વિતાવે છે જ્યાં સુધી તેને મધુરવાણી નથી ફુટતી. આ વાણી સૌને આનંદ આપે છે અર્થાત જ્યારે પણ બોલો, મધુર બોલો.કડવું બોલવાથી ચુપ રહેવું વધારે સારું છે. બીજી બાજુ કાગડો એક એવું પક્ષી છે જે કદી પણ ચૂપ રહીને બેસતો નથી. તે બીજાઓને પરેશાન કરવા માટે હંમેશા કાઉ..કાઉ..કર્યા કરે છે. એટલા માટે ત્યાં સુધી શાંત રહેવું જોઈએ જ્યાં સુધી તમારી વાણી મધુર ન બની જાય. આમ કરવાથી લોકો તમને પસંદ કરશે અને તમારી સાથે મિત્રતા કરવાનું પણ પસંદ કરશે.

પરંતુ મિત્રો આચાર્ય ચાણક્યજી કહે છે કે વધારે સીધા રહેવું પણ સારું નથી હોતું. આચાર્યજીએ કહ્યું છે કે જો તમે વનમાં જઈને જોશો તો જે વૃક્ષો સીધા હોય છે તેને જ પહેલા કાપવામાં આવે છે અને વાંકાચૂંકા વૃક્ષોને છોડી દેવામાં આવે છે. એટલા માટે જો તમે ઓછું બોલવા વાળા વ્યક્તિ છો તો આચાર્ય ચાણક્યની આ વાતો ઉપર અવશ્ય ધ્યાન આપજો. ઓછું બોલવા વાળા વ્યક્તિની લોકો હંમેશા મજાક ઉડાવે છે, અને આ મજાક ઉડાવવા વાળા લોકો એ જ હોય છે જે પોતે કોઇ જ કામના નથી હોતા.

ઓછું બોલવા વાળા લોકો ઝઘડો કરવા માંગતા નથી એટલા માટે તે આવા દુષ્ટ વ્યક્તિઓથી દુર રહે છે. પરંતુ દુષ્ટ વ્યક્તિઓ કદી પોતાની આદતથી ઊંચા નથી આવતા. તેઓ આવા ઓછું બોલવા વાળા વ્યક્તિને પરેશાન કરવાનું છોડતા નથી. એટલા માટે જ આવા વ્યક્તિઓ સાથે કડવા શબ્દોમાં વાત કરવી જ ઉચિત હોય છે. ઓછું બોલવા વાળો વ્યક્તિ પોતાના હક માટે પણ કોઈની સાથે લડી શકતો નથી જેથી તે પોતાનો હક પણ ખોઈ બેસે છે.એટલા માટે જ્યાં જેવી જરૂર છે એવું બોલવું અને એવું કરવામાં જ ભલાઈ છે.

આપણે સૌ જોઈએ જ છીએ કે ઓછું બોલવા વાળો વ્યક્તિ બીજા લોકોના કડવા શબ્દો સાંભળી લે છે પરંતુ તે બોલી શકતો નથી. ઓછું બોલવા વાળા વ્યક્તિને કોઈપણ ગમે ત્યાં ગમે તે કહીને ચાલ્યુ જાય છે કારણકે તે લોકો જાણતા હોય છે કે આ માણસ જવાબમાં કંઈ જ બોલશે નહીં. એટલા માટે એ જરૂરી છે કે આપણે એટલું બધું પણ ઓછું ન બોલવું જોઈએ કે સામે વાળો વ્યક્તિ ગમે તેમ બોલીને ચાલ્યો જાય. ઓછું બોલવું એ ખૂબ જ સારી બાબત છે પરંતુ લોકો જ્યારે તેનો દુરુપયોગ કરવા લાગે છે ત્યારે ઓછું બોલવા વાળો વ્યક્તિ પોતે જ પરેશાન થઈ જાય છે. એટલે જરૂરિયાત અનુસાર પોતાની જાતને બદલવામાં જ આપણી ભલાઈ છે. આ કેટલીક બાબતોને આચાર્ય ચાણક્યજીએ ઓછું બોલવા વાળા વ્યક્તિને ધ્યાનમાં રાખવા માટે કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *