મિત્રો, જેમ દિવસ પછી રાત થવી નિશ્ચિત છે તે રીતે જન્મ બાદ મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે પૃથ્વી લોક પર જો કંઈ સૌથી મોટું સત્ય હોય તે છે પ્રાણીનું મૃત્યુ. છતાં ઘણા લોકો એવા હોય છે જે આ સત્યને સ્વીકારવા તૈયાર નથી હોતા. તમે સૌ એ જાણતા જ હશો કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃતકને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. તમે એ પણ જાણતા હશો કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે એટલે કે સૂર્યાસ્ત પછી થાય છે તો તેનો અગ્નિસંસ્કાર બીજા દિવસે કરવામાં આવે છે.
કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ સૂર્યાસ્ત બાદ થયું હોય તો મૃતકના શરીરને એકલું છોડવામાં નથી આવતું. તેના વિશે જાણતાં પહેલાં આપણે જાણીશું કે કઇ પરિસ્થિતિઓમાં મૃતક શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતો અથવા તો થોડા સમય માટે ટાળી દેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થાય છે તો તેના મૃત શરીરને આખી રાત ઘરમાં જ રાખવામાં આવે છે અને પછી બીજા દિવસે તેનો દાહ સંસ્કાર કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ પંચક સમયમાં થાય છે ત્યારે પણ તેના શરીરને ઘરે રાખવામાં આવે છે અને જ્યારે પંચક કાળ સમાપ્ત થઈ જાય તેના પછી તેનો
અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પછી કે પંચક સમયમાં જો કોઈ વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી એટલા માટે જો કોઈનું મૃત્યુ થાય તો આ સમયે લાશને લઈને સ્મશાનઘાટ જવામાં નથી આવતુ અને લાશને ઘરમાં જ રાખવામાં આવે છે અને સવાર સુધીની રાહ જોવામાં આવે છે. આ સમયે મૃત શરીરને એક પળ માટે એકલું છોડવામાં નથી આવતું. કોઈના કોઈ વ્યક્તિ હંમેશા રખેવાળી કરવા માટે મોજુદ હોય છે. મૃત શરીરને એકલું ન રાખવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જો શરીરને એકલું છોડી દેવામાં આવે તો બની શકે છે કે કુતરાઓ અને બિલાડી જેવા પ્રાણીઓ તે શરીરને નુકશાન પહોંચાડી શકે છે.
એવું પણ માનવામાં આવે છે કે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે એવામાં એ જરૂરી બની જાય છે કે ત્યાં કોઈ ના કોઈ વ્યક્તિ અવશ્ય બેસે અને ધૂપ અગરબત્તી મૃત શરીર પાસે અવશ્ય સળગાવે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય અને તેનો કોઈ પણ સંતાન ઘરે ન હોય આવા સમયે પણ મૃત શરીરને ઘરે રાખવામાં આવે છે. કારણ કે જ્યાં સુધી પોતાનું સંતાન મૃત વ્યક્તિને મુખાગ્નિ નથી આપતી તો મૃત આત્માનો ઉદ્ધાર નથી થતો અર્થાત આવી આત્મા ઘણા વર્ષો સુધી મૃત્યુલોકમાં ભટક્યા કરે છે. સૂર્યાસ્ત બાદ જો અગ્નિસંસ્કાર આપવામાં આવે તો તે અસુર, દાનવ અથવા પિસાચની યોનિમાં જન્મ લે છે જ્યાં તેને ઘણા બધા પ્રકારના કષ્ટ ભોગવવાં પડે છે. અને આ કારણે જ હિન્દુ ધર્મમાં રાતના સમયે અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે.
ભગવાન વિષ્ણુ એ પણ કહે છે કે રાતના સમયે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો તે શરીરમાં આસ-પાસ ભટકી રહેલી દૂરાત્માઓ પણ પ્રવેશ કરી શકે છે જેનાથી મૃતકના સાથે તેના પરિવારજનોએ પણ કષ્ટ ભોગવવા પડી શકે છે. મૃત શરીરને એકલું એટલા માટે પણ છોડવામાં નથી આવતું કારણ કે મૃત વ્યક્તિની આત્મા તેના શરીર પાસે જ ભટક્યા કરતી હોય છે અને પોતાના પરિજનોને જોયા કરે છે. કહેવાય છે કે માણસના મૃત્યુ પછી શરીર આત્માથી ખાલી થઈ જાય છે. અને તે શરીરમાં કોઈ ખરાબ આત્મા કબજો કરી શકે છે. આપણા શાસ્ત્રો અનુસાર આ કારણે જ મૃત શરીરને રાત્રે એકલુ છોડવામાં નથી આવતું અને કોઈના કોઈ વ્યક્તિ મૃતકના શરીર પાસે અવશ્ય બેસે છે. હર હર મહાદેવ.