બ્રેઇન સ્ટ્રોક તેમજ હાર્ટ એટેકથી બચવા આટલી વસ્તુઓનો ઉપયોગ કરવો, લોહી જરૂરથી પાતળું થશે અને રોગ દૂર થશે.

Health

મિત્રો ,જાડુ લોહી એ ભયંકર રોગોનું કારણ બને છે. જ્યારે આપણા બ્લડની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય જેને આપણે કોલેસ્ટ્રોલ કહીએ છીએ ત્યારે હાર્ટ અટેક,બ્રેઇન સ્ટ્રોક, લખવુ પેરાલીસીસ જેવા ભયંકર રોગોના આપણે શિકાર બનીએ છીએ. ઘણીવાર માણસ કોમામાં પણ જતો રહે છે. લોહી જો પાતળું હોય તો આખા શરીરમાં તેનું સરળતાથી સર્ક્યુલેશન થઈ શકે છે.

આયુર્વેદમાં કહ્યું છે, રક્ત એવં પ્રાણ એટલે કે લોહી જ પ્રાણ છે. આપણા શાસ્ત્રોમાં નાગરવેલના પાન ,સોપારી અને એલચીને મહત્વ આપવામાં આવ્યુ છે. નાગરવેલનું પાન અને ઈલાયચી પાચનક્રિયાનું કામ કરે છે. અને સોપારી એ લોહીને પાતળું રાખવાનું કામ કરે છે એટલે કે તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાના દેતી નથી. જમ્યા બાદ સોપારીના બે ટુકડા અવશ્ય ખાવા જોઈએ. જો તમને કોલેસ્ટ્રોલ વધી ગયો હોય તો તમારા રોજના ખોરાકમાં બંને સમયે લસણની ચટણીનો સમાવેશ જરૂરથી કરજો.

લોહી પાતળું રાખવા માટે બીજી અમૂલ્ય વસ્તુ લસણ છે. લસણ એ નેચરલ એસ્પ્રિન છે. લસણ લોહીને પાતળું કરવાનું અને ચરબીના ગઠ્ઠાને ઓગાળવાનુ કામ કરે છે. લોહી પાતળું કરવાની બજારમાં મળતી દવાઓની આડઅસર હોજરીમાં અને આંતરડાંમાં ઘણી જોવા મળતી હોય છે તેને લાંબા સમય સુધી સુધી ઉપયોગ કરવો જોઈએ નહીં. જેથી લોહીને જાડું થતું અટકાવવા માટે આ બે ચીજ વસ્તુઓનું સેવન અવશ્ય કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *