માસિક ધર્મ વખતે ભૂલથી પણ ન કરો આટલા કામ, શાસ્ત્રોમાં જણાવ્યું છે આ કારણ.

Astrology

મિત્રો, હિન્દુ ધર્મ મુજબ આપણે ઘણી માન્યતાઓને પાળીએ છીએ અને એમાંથી એક માન્યતા છે કે માસિક ધર્મ વખતે સ્ત્રીઓએ રસોઈ ન કરવી જોઈએ. માસિક ધર્મ વખતે સ્ત્રીઓએ રસોઈ કેમ ન કરવી જોઈએ તેના વિશે શાસ્ત્રોમાં કહેલી વાતને આજે આપણે જાણીશું. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર માસિક ધર્મ અંગેના નિયમ ભગવાન શિવે માતા પાર્વતીના કહેવા પર બનાવ્યા હતા. આ નિયમોનો ઉલ્લેખ મનુસ્મૃતિ અને ભવિષ્ય પુરાણ જેવા ગ્રંથોમાં મળે છે. જેના મુજબ માસિક ધર્મ દરમિયાન કોઈપણ સ્ત્રીઓએ ધાર્મિક કાર્ય ન કરવું જોઈએ. ઉપરાંત મહિલાએ રસોઈઘરમાં પણ ન જવું જોઈએ કે રસોઈ પણ ન બનાવવી જોઈએ.

આ ગ્રંથો મુજબ માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ પોતાના પતિ અને બાળકોથી પણ થોડા દૂર રહેવું જોઈએ અને જો શક્ય હોય તો મહિલાએ અલગ રૂમમાં રહેવું જોઈએ. ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માસિક ધર્મ વખતે મહિલાએ પોતાના ગુરુ અને વડીલો વગેરેથી પણ દૂર રહેવું જોઈએ અને તેમના ચરણસ્પર્શ ન કરવા જોઈએ. તમે પણ મિત્રો જોયું હશે કે ઘરના વડીલો ખાસ કરીને ગામડાના વિસ્તારમાં રહેવાવાળા લોકો માસિક ધર્મ વખતે સ્ત્રીઓને રસોડામાં જવા અને રસોઈ બનાવતા રોકે છે. આજકાલ આ પ્રકારના વિચારોને રૂઢિવાદી વિચારો માનવામાં આવે છે અને તેને મહિલાઓ પર એક પ્રકારનો અત્યાચાર માનવામાં આવે છે.

આજકાલના લોકો કહે છે કે મહિલાઓને માસિક ધર્મ વખતે દૂરી બનાવીને રહેવા માટે કહેવું, ધાર્મિક કાર્યો કરવા મૂકવી, રસોડામાં ન જવા દેવી આ એક પ્રકારની છૂઆછૂત છે જેનાથી સ્ત્રીઓના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે આ નિયમો પાછળ કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ છે. મહિલાઓને પૂજા ન કરવા અને રસોઈ ન બનાવવાની શરૂઆત પાછળ માનસિકતા એ છે કે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન આરામની ખૂબ જ જરૂર હોય છે. કારણ કે માસિક ધર્મ દરમિયાન થવાવાળી પીડાથી મહિલામાં ખૂબ જ કમજોરી હોય છે. અને તમે જાણો છો કે જુના જમાનામાં લોકો ધર્મ પર ખૂબ જ વિશ્વાસ રાખતા હતા. અને પૌરાણિક યુગમાં શિક્ષાથી જોડાયેલી તમામ બાબતોને ધર્મની સાથે જોડવામાં આવતી હતી.

માસિક ધર્મ વખતે મહિલાઓને પૂજા ન કરવાં અને મંદિર ન જવાની શીખ આપવામાં આવે છે. એનું મોટું કારણ એ પણ છે કે પહેલાંના જમાનામાં પૂજા મંત્ર ઉચ્ચાર વગર પૂર્ણ થતી ન હતી એટલે કે પૂજા મંત્રોચ્ચાર દ્વારા થતી હતી. મંત્રોનો યોગ્ય ઉચ્ચારણ અને પુરી વિધિથી પૂજા કરવા માટે શારીરિક તેમજ માનસિક શક્તિની જરૂર પડે છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીનું શરીર પહેલાથી જ કમજોર હોય છે એટલા માટે મહિલાઓને પૂજા અને અનુષ્ઠાન દરમિયાન તેમને રોકવામાં આવતી હતી. જો કોઇ મહિલા મંદિરમાં જવા માગતી હોય તો તેમને જવા દેવામાં આવતી હતી તેમાં શરત ફક્ત એટલી હતી કે તેને ક્યાંય પણ અડ્યા વગર દૂરથી ભગવાનના દર્શન કરવા પડતા હતા.

માસિક ધર્મ દરમિયાન ઘરમાં જો બીજી કોઈ સ્ત્રી હોય તો તેને જ ઘરમાં રસોઇ બનાવવી જોઈએ અને ઘરમાં જો બીજી કોઈ સ્ત્રી ન હોય તો પછી મહિલાના પતિ કે તેના બાળકોએ ઘરના કામમાં મદદ કરવી જોઈએ. અને જો એવું પણ શક્ય ન હોય અને કોઇ કારણથી મહિલાએ રસોઈ કરવી જ પડે તો તે કોઈ પાપ નથી. એક સ્ત્રી ઈચ્છે તો તે રસોઈ કરી શકે છે તે સ્ત્રીની ઈચ્છા પર આધાર છે. પરંતુ આ સમયે મહિલાની પીડા અને કમજોરીને સમજીને તેને કામમાં મદદ કરવામાં આવી અથવા તો તેને રસોઈ બનાવવાથી દૂર રાખવામાં આવે તો તે ખૂબ જ સારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *