ભગવાનને લસણ અને ડુંગળી કેમ ચઢાવવામાં નથી આવતી, શાસ્ત્રો મુજબ આ છે કારણ.

Astrology

મિત્રો, તમે સાંભળ્યું હશે કે હિન્દુ ધર્મમાં ભગવાનને લસણ અને ડુંગળી ચઢાવવામાં નથી આવતી. આપણા હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં ડુંગળી અને લસણ ભગવાનને ચડાવવાની મનાઈ છે એટલા માટે આ બે વસ્તુઓને કોઈપણ ધાર્મિક કાર્યમાં વાપરવામાં નથી આવતી અને ઉપવાસમાં પણ તેને ખાવામાં નથી આવતી. આજે આપણે જાણીશું કે લસણ અને ડુંગળીને પૂજાપાઠમાં સામેલ કરવાની મનાઈ કેમ છે.

આપણા શાસ્ત્રોમાં લસણ અને ડુંગળીના છોડને રાજસિક અને તામસિક શ્રેણી રાખવામાં આવ્યા છે. રાજસિક અને તામસિકનો અર્થ છે જુનુન અને અજ્ઞાનતામાં વૃદ્ધિ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણે હંમેશા સાત્વિક ભોજનનું ગ્રહણ કરવું જોઇએ જેમ કે દૂધ,ઘી,ચોખા, રોટલી, દાળ વગેરે તેના સિવાય તીખા,ખાટા અને ચટપટી અને વધુ નમકીન મીઠાઈઓ જેવા ભોજનને અસાત્વિક ભોજન કહેવામાં આવે છે જે રજોગુણમાં વધારો કરે છે.

લસણ, ડુંગળી, માંસ,ઈંડા, માછલી વગેરે જાતિથી જ અપવિત્ર છે અને આ રાક્ષસી પ્રવૃત્તિનું ભોજન કહેવાય છે. આપણે તેને સાત્વિક ભોજન સ્વરૂપે કદી પણ ગ્રહણ ન કરવું જોઈએ કારણકે તેનાથી અશાંતિ,રોગ અને ચિંતા જીવનમાં બોલાવ્યા વગરના મહેમાન તરીકે પ્રવેશ કરી જાય છે. એટલા માટે પુરાણોમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ રસોઈઘરમાં કરવો નિષેધ માનવામાં આવે છે. તેના વિશે એક પૌરાણિક કથા પણ છે જેના અનુસાર સમુદ્રમંથનમાં સમુદ્રમાંથી જ્યારે અમૃતનો કલશ નીકળ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુ બધા જ દેવતાઓને અમર થવા માટે અમૃત વહેંચી રહ્યા હતા તે દરમિયાન રાહુ -કેતુ નામના બે રાક્ષસો પણ દેવતાઓ વચ્ચે આવીને બેસી ગયા. ભગવાને ભૂલથી તેમને પણ અમૃત પીવડાવ્યું.

દેવતાઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે તેમના ધડને એમના શરીરથી અલગ કરી દીધું. શરીર ધડથી અલગ થયા પહેલાં રાહુ-કેતુના મોઢામાં અમૃતના કેટલાક ટીપા પહોંચી ગયા હતા. એટલે રાક્ષસોનું માથું અમર થઈ ગયું અને શરીર નષ્ટ થઈ ગયું. પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુએ તેમના પર પ્રહાર કર્યો હતો ત્યારે તેમના લોહીના ટીંપા નીચે જમીન ઉપર પડ્યા અને તેમના આ લોહીના ટીપા વડે લસણ અને ડુંગળીની ઉત્પત્તિ થઈ. જેના કારણે જ લસણ અને ડુંગળીને ખાવાથી મોં માંથી દુર્ગંધ આવે છે.

એટલા માટે પણ માનવામાં આવે છે કે લસણ અને ડુંગળીમાં રાક્ષસોનો વાસ હોય છે પરંતુ અમૃતથી ઉત્પન્ન થયેલા લસણ અને ડુંગળીમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. પરંતુ રાક્ષસ માંથી ઉત્પન્ન થવાના કારણે તેમને દેવી દેવતાઓથી દૂર રાખવામાં આવે છે અને ભગવાનને ચઢાવવામાં નથી આવતા. લસણ અને ડુંગળીના વધુ પડતા ઉપયોગથી મનુષ્યનું મન પૂજા પાઠ માંથી દૂર થઈ જાય છે. આ કારણે જ આપણે લસણ અને ડુંગળીને પૂજાપાઠમાં ઉપયોગ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *