સમય ગમે તેટલો ખરાબ હોય, ચિંતા ના કરતા, બસ એકવાર આ વાંચી લો બધુ સારું થઈ જશે.

Uncategorized

વાસ્તવિકતામાં તમને ખબર છે કે ચિંતા શું છે? ચિંતા છે તમારા મનની અશાંતિ, તમારા મનની બેચેની. કબીરજીએ પણ કહ્યું છે કે ચિંતા એવી ડાકણ છે જે તમારા કાળજાના ટુકડે ટુકડા કરીને દિવસ-રાત દરેક પળે તેમને ખાતી રહે છે. મિત્રો કોઈ પણ વ્યક્તિને એક જ વારમાં મારી નાખવામાં આવે તે ખૂબ જ સરળ છે પરંતુ તેને તડપાવી તડપાવીને મારવામાં આવે તો તેને કેટલી તકલીફ પડે છે તે તમે જાણો છો. એટલે મિત્રો મૃત્યુથી પણ વધારે દુઃખ આપવા વાળી આ ચિંતા હોય છે.

પરંતુ તમે એ કદી વિચાર્યું કે તમે ચિંતા કરવાથી કશું જ બદલી શકતા નથી, ચિંતા કરવાથી કશું સુધારી શકતા નથી ભલે તમે ગમે તેટલી ચિંતા કરી લો પરંતુ તમારો કોઇ વાત ઉપર કંટ્રોલ નથી ચાલતો. જો તમે બધી જ ચિંતાઓમાંથી મુક્ત થઈને ખુશ રહેવા માંગો છો તો સૌથી પહેલાં તમારે એ વિચારવું પડશે કે તમે જે વિષય ઉપર વિચારી રહ્યા છો ચિંતા કરવાથી તમે એને બદલી શકો છો? જો તમારો જવાબ ના છે તો ચિંતા કરવાથી શું ફાયદો? જો તમારી સાથે કંઈ ખરાબ થયું હોય અને તેની તમને ચિંતા કરતા હોય પરંતુ તમારી જિંદગીમાં જે પણ કંઈ થઇ ગયું છે તેને હવે તમે બદલી શકો છો? તો શું ફાયદો ચિંતા કરીને. ચિંતા કરવાથી તમે ભૂતકાળને પણ બદલી શકતા નથી કે ભવિષ્યને પણ બદલી શકતા નથી. એક જંગલમાં એક ઝૂંપડીમાં બે ભિક્ષુક રહેતા હતા, એક દિવસ તેઓ જ્યારે ભિક્ષા માગવા માટે ગયા અને પાછા આવીને જોયું તો તેમને ઝૂંપડીની છત તોફાન આવવાના કારણે ઉડી ગઈ હતી. બેમાંથી એક ભિક્ષુક ખૂબ જ રોવા લાગ્યો, તેને વિચાર્યું કે પરમાત્મા મારી પાસે આ નાનકડી ઝૂંપડી હતી તે પણ તને સહન ન થઇ? પરંતુ બીજો ભિક્ષુક છત વગરની ઝુંપડીમાં જ્યારે ઊંઘી રહ્યો હતો જ્યારે તેને જોયું કે રાતમાં ચાંદ તારા કેટલા સુંદર દેખાઈ રહ્યા છે.તેને પરમાત્માને ધન્યવાદ આપતા ભગવાને કહ્યું હે ભગવાન તમે સારું કર્યું કે અમારી ઝૂંપડીની છત ઉડાવી દીધી, નહીંતો અમને ખબર જ ન પડત કે રાત્રે ઊંઘતી વખતે આ ચંદ્ર અને આ તારા આટલા સુંદર દેખાય છે. અહીં પરિસ્થિતિ બંને માટે સરખી છે પરંતુ મનની સ્થિતિ બન્નેની અલગ છે.

પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ તેમાં તમારે ખુશ રહેવું છે કે દુઃખી રહેવું છે એ બધું જ તમારી પર નિર્ભર છે. પરિસ્થિતિઓ આપણને ચિંતા નથી આપતી પણ એ પરિસ્થિતિઓને આપણે કેવી રીતે લઈએ છીએ તે આપણને ચિંતામાં મૂકે છે. જ્યારે લોકો ક્યાકથી કોઈ ખરાબ સમાચાર છે ખરાબ વાત સાંભળી લે છે ત્યારે પણ લોકો ચિંતા કરવા લાગે છે કે મારી સાથે પણ આવું ન થાય. તમને ખબર છે ઘણી વાર વિચારી વિચારીને જ તમે તે નેગેટિવિટીને તમારા ઘરે લઇ આવો છો. વાસ્તવમાં તમારા ઘરમાં એ હોતું નથી પરંતુ વિચારી વિચારીને જે ન થવાનું થવાનું હોય એ પણ થાય છે. કારણ કે તમે તેને વિચારી વિચારીને એટલું આકર્ષિત કર્યું કે તે તમારા જીવનમાં આવી જાય છે.

એક વ્યક્તિ હતો જે ગમે ત્યાંથી લોકોની જે વાત સાંભળી લે તો તેના ઉપર વિશ્વાસ કરી લેતો હતો. તેની પત્ની ખૂબ જ પરેશાન હતી કારણ કે તેનો પતિ ખૂબ જ વહેમી થઈ ગયો હતો, જેને કોઈ પણ કઈ કહે તેની વાત પર વિશ્વાસ કરીને તેવું જ કરવા લાગતો હતો. તેની પત્નીએ કંટાળીને ડોક્ટર સાથે વાત કરી. ડોક્ટરે તેને એક સલાહ આપી કે જેવું હું કહું એવું કરજો. જ્યારે પણ તે સવારે ઊઠે ત્યારે તેને એવું કહેજો કે તમે આજે ખૂબ જ બીમાર અને થાકેલા લાગો છો, આજ વાત નોકરને, ડ્રાઈવરને, વોચમેનને અને ઓફિસમાં તમામ લોકોને કહેવાનું છે. જ્યારે તે વ્યક્તિ સવારે ઊઠ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે શું વાત છે આજે ખૂબ જ ઉદાસ લાગી રહ્યા છો, બીમાર લાગી રહ્યા છો. એ તરત જ વિચારવા લાગ્યો કે હું તો ખૂબ જ ખુશ છું તો મારી પત્ની આમ કેમ કહી રહી છે? તેણે દર્પણમાં જઈને જોયું તો વિચાર્યું કે હા મને પણ મારી તબિયત ઠીક નથી લાગતી. નહાઈ ધોઈને તૈયાર થઈને આવ્યો તો નોકરે પણ એ જ વાત કરી કે માલિક આજે તમે બીમાર લાગી રહ્યા છો. હવે તેનો વિશ્વાસ પાકો થવા લાગ્યો. તેણે કહ્યું હા મને પણ થોડું થોડું લાગી રહ્યું છે કે મારી તબિયત ઠીક નથી. જેવો તે કારમાં બેસ્યો ત્યારે તે જ વાત ડ્રાઈવરે કરી કે શું વાત છે માલિક આજે તમે ખૂબ જ બીમાર લાગી રહ્યા છો? ત્યારે તેણે કહ્યું કે હા આજે મારી તબિયત ખૂબ જ ખરાબ છે.

જેવું તે પોતાના ઘરના ગેટ પરથી નીકળી રહ્યો હતો તો તેના વોચમેને પણ એ જ વાત કરી કે માલિક આજે તમે આટલા બીમાર લાગી રહ્યા છો તો તમે ઓફિસ કેમ જાઓ છો. તેણે કહ્યું શું કરું ઓફિસ તો જવું જ પડશે. જેવો તે ઓફિસમાં પહોંચ્યો ઓફિસના લોકોએ પણ એ જ વાત કરી કે આટલા બીમાર હોવા છતાં તમે ઓફિસ કેવી રીતે આવ્યા. આ વ્યક્તિના મન ઉપર આ બધા લોકોની વાતોની એટલી બધી અસર થઈ કે તે ઊભો પણ થઇ શકતો ન હતો. તેને બે લોકો પકડીને પાછો ઘરે મુકવા આવ્યા. સાંજે ડોક્ટર ઘરે આવ્યા અને તબિયત ચેક કરીને તેને કહ્યું તમને કોઈ બીમારી નથી. તે વ્યક્તિ કહેવા લાગ્યો કે હું ખૂબ જ બીમાર છું, મારામાં ઊભા રહેવાની પણ તાકાત નથી. ડોક્ટરે બધા જ લોકોને બોલાવ્યા, બધાને ભેગા કર્યા અને બધી જ હકીકત તે વ્યક્તિ સામે રાખી. જ્યારે તેને આ બધી જ વાતો સાંભળી ત્યારે તે ખૂબ જ હેરાન થઈ ગયો. તેને થયુ આ લોકોએ ભેગા થઈને મને જૂઠ કહ્યું તેને મે સાચું માની લીધુ. જે વાતો હું સાંભળું છું તેને હું સાચી માની લઉં છું. અને તેના કારણે હું હંમેશા ચિંતા કરતો રહું છું. અને તેના કારણે હું હંમેશા રડતો રહું છું અને ખબર છે આ વાત કોની છે? આ વાત આપણા સૌની છે.

આપણે પણ વગર કારણની ચિંતાઓ કરીએ છીએ, કંઈક સાંભળીએ છીએ તો ડરી જઈએ છીએ, કંઈક જોઈ લઈએ છીએ તો ચિંતામાં પડી જઈએ છીએ. આપણો ડર અને આપણી ચિંતા સાચી નથી. આપણે જો એટલી વાતને સમજી જઈએ કે આપણે જે વાતની ચિંતા કરીએ છીએ અને આટલું બધું વિચારી રહ્યા છીએ તે સાચું નથી અને તે થવાનું પણ નથી. અને જે થયું જ નથી તેને વિચારી વિચારીને ચિંતા કેમ કરો છો અને જે થઈ ગયું છે તેની પણ કેમ ચિંતા કરવી? ચિંતા તમારી જિંદગીમાં કોઈપણ પ્રકારનો લાભ નથી આપી શકતી, કોઈ પણ પ્રકારની ખુશી નથી આપી શકતી. તો આજથી જ અને અત્યારથી જ તમારા મનમાં એક નિશ્ચય કરી લો કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ તમારા મનની સ્થિતિ કદી પણ નહીં બગડે. ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ તમે ચિંતા નહીં કરો. મનથી હંમેશા નિશ્ચિંત અને ખુશ રહેશો. ચિંતા કરવાથી કંઈ જ બદલશે નહીં અને જે પણ કંઈ બદલશે ને તે તમારા કર્મથી જ બદલશે. તો મિત્રો ચિંતા કરીને તમારું આ અમૂલ્ય જીવન વ્યર્થ બગાડશો નહીં, જિંદગીની દરેક ક્ષણને આનંદથી માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *