અપાર ધન મેળવવા માગતા હોય તો ઘરના મંદિરમાં આ વસ્તુ અવશ્ય રાખો.

Astrology

મિત્રો, આજે આપણે એવી કેટલીક ચીજવસ્તુઓ વિશે જોઈશું છે આપણા ઘરના મંદિરમાં અવશ્ય હોવી જોઈએ. આ ચીજ વસ્તુઓ આપણી ઇચ્છાઓ,આપણી અભિલાષાઓ કે જે આપણે ઈશ્વર પાસે માગીએ છીએ તેનું પ્રતીક છે. આ ચીજ વસ્તુઓ પવિત્રતા, શીતળતા, સંપન્નતા મધુરતા પ્રકાશ, રંગ અને સંગીતનું પણ પ્રતિક છે. આ ચીજ વસ્તુઓ આપણી સંવેદનાઓને ઈશ્વર સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઘરનું મંદિર હંમેશા ઇશાન ખૂણામાં હોવું જોઈએ. ઘરના મંદિરમાં ભગવાનની વધુમાં વધુ બે થી ત્રણ મૂર્તિ હોવી જોઈએ. ઘરનું મંદિર ભલે નાનું હોય પણ તે સ્વચ્છ હોય તે મહત્વનું છે કારણ કે ઘરનું મંદિર ભગવાનનું ઘર છે.

ઘરના મંદિરમાં આચમન અવશ્ય હોવું જોઈએ. આચમન એટલે નાનું તાંબાનો લોટો કે જેમાં પાણી ભરી તુલસીના પાન નાખેલા હોય. મંદિરમાં તેને રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે. તેમાં ભરેલું પાણી ખૂબ જ પવિત્ર બની જાય છે. પૂજા બાદ તેની અવશ્ય ગ્રહણ કરવું જોઇએ. આચમન માં રાખેલું પાણી ગંગાજળ સ્વરૂપ માનવામાં આવે છે.

ઘરના મંદિરમાં પંચામૃત અવશ્ય હોવું જોઈએ. જેમા દૂધ,દહીં,મધ,ઘી અને ખાંડનો ઉપયોગ થાય છે. ઘરના મંદિરમાં ચંદન અવશ્ય હોવું જોઈએ. ચંદન શાંતિ અને શીતળતાનું પ્રતિક છે. ચંદનની સુગંધી મનમાં રહેલા નકારાત્મક વિચારો દૂર થઇ જાય છે. ઘરના મંદિરમાં ચોખા પણ અવશ્ય હોવા જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે ચોખા આખા હોવા જોઈએ તૂટેલા હોવા જોઈએ નહીં. ચોખાને લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

ઘરના મંદિરમાં દેવી દેવતાઓને પુષ્પ એટલે કે ફૂલ અવશ્ય ચઢાવવા જોઈએ. ફુલ સુંદરતાનું પ્રતીક હોય છે. તેનાથી સકારાત્મક વિચારો આવે છે અને મન પ્રફુલ્લિત બની જાય છે. તેનાથી વ્યક્તિ ઈશ્વર સાથે જોડાયેલા મહેસૂસ કરે છે. ઘરના મંદિરમાં દરરોજ પૂજા બાદ ઈશ્વરને નૈવેદ અવશ્ય ચડાવવું જોઈએ. પ્રસાદમાં મીઠાઈ કે ફળો હોઈ શકે છે. ઘરના મંદિરમાં કુમકુમ એટલે કે કંકુ અવશ્ય હોવી જોઈએ. ઈશ્વર સામે રાખેલી કંકુથી કરવાથી જીવન પ્રગતિ આવે છે.

ઘરના મંદિરમાં ધૂપ પણ અવશ્ય હોવું જોઈએ. ધૂપ સુગંધ નો વિસ્તાર કરે છે અને આ સુગંધથી મનમાં સકારાત્મક વિચારો આવે છે. વાતાવરણ સુંદર અને પવિત્ર બની જાય છે. ઈશ્વરના મંદિરમાં રહેલા ધૂપની સુગંધથી આપણા જીવનમાં પણ ખુશીઓની સુગંધ ભળી જાય છે. ઘરના મંદીરમાં સૌથી મહત્વની વસ્તુ એટલે કે ભગવાન નો દીવો અવશ્ય હોવો જોઈએ. ઘરના મંદિરમાં ભગવાનનો કરવાથી જીવનમાં રહેલો અંધકાર દૂર થઈ જાય છે. દીવાની સાથે ઘરમાં ઘરના મંદિરમાં ગરુડ ઘંટી અવશ્ય હોવી જોઈએ. તેની ધ્વનિથી નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે. અને જીવન ખુશીઓથી જોડાઈ જાય છે. મિત્રો આ કેટલીક વસ્તુઓ આપણે આપણા મંદિરમાં રાખીએ છીએ અને જો ન રાખતા હોય તો તેને અવશ્ય રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *