શાસ્ત્રો મુજબ ઘરના રસોડામાં આ 2 વાસણો કદી પણ ઊંધા ન મુકતા, માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે.

Astrology

મિત્રો, રસોડું એ આપણા ઘરની ખૂબ જ મહત્વની જગ્યા છે. આપણા ઘરના વાસ્તુ શાસ્ત્ર પર પણ રસોડાનો ખૂબ જ પ્રભાવ હોય છે. જેવી રીતે આપણા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એવી જ રીતે આપણા ઘરના રસોડામાં પણ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. માનવામાં આવે છે રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી આપણા ઘરની ધન-સંપત્તિ ઉપર ખૂબ મોટો પ્રભાવ પડે છે. તેનાથી આપણા ઘરની આવક અને ખર્ચ ઉપર અસર પડે છે.

રસોડામાં વાપરવામાં આવતો તવો આપણા સૌના રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તવો નહીં હોય તો રોટલી કેવી રીતે બનશે. વાસ્તુશાસ્ત્રમાં પણ તવાનું ખૂબ જ મહત્વ છે. રસોડાની ખાસ જગ્યા ઉપર ખાસ રીતે તવાને રાખવાથી ઘરમાં અખૂટ ધન પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ચીજવસ્તુઓ રાખવામાં આવે છે તો ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે. સૌથી પહેલાં તો તમને એ વાત જણાવી દઈએ કે આપણે રસોડાને ખૂબ જ સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ કારણ કે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે.

જે સ્ત્રીઓ ગંદા તવા કે ગંદી કડાઈ નો રસોઈ દરમિયાન ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તેના પતિ પર પડે છે. રાહુના પ્રભાવના કારણે ધીમે ધીમે ઘરમાં ગરીબી આવવા લાગે છે. રાતની રસોઈ બની ગયા પછી તવાને હંમેશા ધોઈને સ્વચ્છ કરીને રાખવો જોઈએ. આવું કરવાથી અન્નનું અપમાન થતું નથી અને માતા અન્નપૂર્ણા આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી તમારા ઘરમાં કદી પણ અન્નની ખોટ પડતી નથી. જ્યારે સવારે ખાવાનું બનાવવા જાવ ત્યારે તવાને ગરમ કર્યા બાદ રોજ ઉપયોગમા લેવામાં આવતું મીઠું તવા પર નાખી દો. ધ્યાન રાખજો કે મીઠામાં બીજો કોઈ પદાર્થ મળેલો ન હોય.

તવાનો ઉપયોગ કર્યા પછી તેને આમ તેમ ન મૂકી દેવું જોઈએ. તેને એવી સ્વચ્છ જગ્યા પર મૂકવો જોઈએ કે તમારા ઘરમાં બહારથી આવવાવાળી કોઈ પણ વ્યક્તિને તેના પર નજર ન પડે.તવા કે કડાઈને કદી પણ ઊંઘી ન મૂકવી જોઈએ.વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં ખરાબ ઘટનાઓ બની શકે છે.તવા કે કડાઈને જ્યાં ભોજન બને છે તેની જમણી બાજુએ મૂકવો જોઈએ. ડાબી બાજુએ મૂકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે. તવાને લીંબુ અને મીઠા વડે સાફ કરવો જોઈએ. કહેવાય છે કે તવો જેટલો ચમકશે એટલું તમારું ભાગ્ય પણ ચમકશે.

તવા કે કડાઈ ઉપર એઠી વસ્તુઓ કે એંઠા વાસણો કદી પણ ન મૂકવા જોઈએ એ ખૂબ જ અપવિત્ર માનવામાં આવે છે. રસોડામાં સ્વચ્છતાનું જેટલું ધ્યાન રાખવામાં આવશે ઘરમાં ધન એટલું ઝડપથી વધશે. રસોડાના બધા વાસણોમાં તવા અને કડાઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે કેટલીક બાબતો તમારી અવશ્ય ધ્યાન રાખવી જોઈએ. માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની કૃપા આપણા સૌ પર બની રહે. જય માતા લક્ષ્મી જય માતા અન્નપૂર્ણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *