જે સ્ત્રી રાત્રે વાળ ખુલ્લા રાખીને સુવે છે, વેદોમાં લખ્યું છે તે સ્ત્રીનું આવું ભાગ્ય.

Astrology

આપણા પૂર્વજો ખૂબ જ જ્ઞાની હતા, તેમણે પોતાનું જ્ઞાન વેદ, પુરાણો અને શાસ્ત્રોના માધ્યમથી આપણા સુધી પહોંચાડયું છે. આપણા વેદોમાં અને શાસ્ત્રોમાં આપણા વાળને લઈને ઘણી વાતો કહેવામાં આવી છે. વિધુત તથા શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ મંગળવારે, ગુરુવાર અને શનિવારે કપાવવા જોઈએ નહીં. મંગળવારનો દિવસ મંગળ દેવતાનો દિવસ છે,મંગળવારે વાળ કપાવવાથી મંગળની સ્થિતિ ખરાબ થાય છે અને વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે વાળ કપાવવાથી અશભ ફળની પ્રાપ્તિ થાય છે.

શનિવારના દિવસે તો ભૂલથી પણ વાળ કાપવા જોઈએ નહીં કારણ કે શનિવાર શનિદેવનો દિવસ છે. શનિવારના દિવસે બાળક આપવાથી જીવનમાં કંઈક ને કંઈક અશુભ થાય જ છે. તેના સિવાય મિત્રો આપણે અમાવસ્યાના દિવસે કે પૂનમના દિવસે પણ આપણા વાળ કદી પણ કાપવા જોઈએ નહીં. કારણ કે આ દિવસોમાં વાતાવરણમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ હોય છે.

વાળની બાબતમાં સ્ત્રીઓએ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. લાંબા અને સુંદર સ્ત્રીનું આભૂષણ હોય છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ સ્ત્રીના વાળ કમરથી નીચે હોય તો તે જમીન સાથે તેનો સ્પર્શ ન થાય તે રીતે તેને બાંધીને રાખવા જોઈએ. જમીન પર વાર પછી જમીન પર ફેલાયેલી નકારાત્મકતા સ્ત્રીમા ભળી જાય છે. શાસ્ત્રમાં એ પણ કહ્યું છે કે સ્ત્રીઓએ પોતાના વાળ સ્વચ્છ રાખવા જોઈએ. માસિક ધર્મ વખતે સ્ત્રીઓએ વાળ ધોવા વર્જિત માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કે સૂર્યાસ્તના સમયે વાળ ધોવા જોઈએ નહીં.

સ્ત્રીઓએ રાત્રે ઊંઘતી વખતે વાળને બાંધીને જ ઊંઘવું જોઈએ. વાળ ખુલ્લા મૂકીને ઊંઘવાથી આપણા શરીરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. વાળ ખુલ્લા મૂકીને ઊંઘવા વાળી સ્ત્રીઓનું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે. તેનાથી ઘરમાં ગરીબી પણ આવે છે. વાળ ઓળતી વખતે જે તૂટેલા વાળનો જથ્થો નીકળે તેને આમ તેમ ફેંકવા જોઈએ નહીં. કારણકે કોઈ વાર જાદુટોણામાં આ વાળનો દુરુપયોગ થઈ શકે છે અને તેની ખરાબ અસર આપણા પર પડી શકે છે. આ કેટલીક મહત્વપૂર્ણ વાતો કે જે આપણા શાસ્ત્રોમાં આપણા વાળ વિશે લખેલી છે એની બાબતે આપણે થોડુંક ધ્યાન અવશ્ય રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *