શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા ઠંડી વસ્તુઓ જ ચડાવવી, જાણો ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Astrology

કહેવાય છે કે શિવલિંગ પાર જો કોઈ ભક્ત રોજ તાંબાના લોટાથી જળ ચડાવામાં આવે તો પ્રભુની કૃપા જરૂરથી પ્રાપ્ત થઈ શકે છે. ભોલેનાથની પૂજામાં શિવજીને ચડાવામાં આવતું જળ ખુબ જ મહત્ત્વનું હોય છે. એમાં પણ પ્રભુને ખાસ કરીને ઠંડી વસ્તુઓ જેવું કે દૂધ, દહીં, પાણી, ઘી વગેરે અર્પણ કરવામાં આવે છે.

ભોલેનાથને કરવામાં આવતા જળાભિષેકને રુદ્રાભિષેક કહેવામાં આવે છે. પ્રભુને જળ અર્પણ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે જળ ચડાવાવનો લોટો સોના, ચાંદી અથવા તાંબાનું હોવું જોઈએ. તેમજ સ્ટીલ, એલ્યુમિનિયમ અને લોંખડના લોટાથી જ શિવલિંગ પર જળ ન અર્પણ કરવું જોઈએ. જળાભિષેક કરતી વખતે સૌ પ્રથમ લોટામાં પાણી ભરવું અને ત્યારબાદ પાતળી ધારા શિવલિંગની ઉપર અર્પણ કરવી. શિવલિંગ પર જળ તથા શીતળતા આપતી વસ્તુઓ ચઢાવવાની પરંપરા સમુદ્ર મંથનથી ચાલી આવે છે. શીતળતા માટે જ ભોલેનાથના મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે.

સમુદ્રમંથન વખતે શિવજી એ હલાહલ વિષ પી લીધું હતું જેના કારણે ના સૃષ્ટિના બધા જ પ્રાણીઓના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. એ સમયે પ્રભુએ બધું વિષ પી લીધું હતું. જો કે તેમણે આ વિષને પોતાના ગળાથી નીચે જવા દીધું નહતું. આ વિષના લીધે જ શિવજીનું ગળું વાદળી રંગનું થઈ ગયું તેમજ ત્યારથી તેઓ નીલકંઠના નામે ઓળખાવા લાગ્યા. આ વિષની અસરથી તેમના આખા શરીરમાં ખુબ જ બળતરા થવા લાગી હતી તેમજ ગરમી વધી ગઈ હતી. આ ગરમીથી માંથી જ મુક્તિ માટે શિવજીને ઠંડું જળ ચઢાવવાની શરૂઆત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *