શાસ્ત્રોમાં કહ્યું છે, સવારે ઉઠીને મહિલાઓએ કરવા જોઇએ આ 5 કામ, ઘરમાં ધન કદી નહીં ખૂટે.

Astrology

મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે ઘરની દીકરી અને વહુ લક્ષ્મી સમાન હોય છે. એટલા માટે જ એવું કહેવાય છે કે જે ઘરમાં નવી વહુનું આગમન થાય છે તેના શુભ પગલાની સાથે સાથે ઘરમાં ઘરમાં સારા ભાગ્યનો પણ પ્રવેશ થાય છે. ઘરની સ્ત્રીની કેટલીક આદતો ઉપર માતા લક્ષ્મીના ઘરમાં પ્રવેશનો આધાર રહેલો છે.

જે ઘરમાં સ્ત્રીઓ સવાર-સાંજ ભગવાનની પૂજા અર્ચના કરતી હોય આવા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન અવશ્ય થાય છે. ઘરના સંસ્કારો અને ઘરની પરિસ્થિતિમાં પણ તેનાથી ઘણો બદલાવ થાય છે. ઘરના મોટા વ્યક્તિઓ એટલે કે વડીલોનુ આદર સન્માન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ઘરની સ્ત્રીઓ ઘરના વડીલોનું સાચા મનથી સન્માન કરે છે આવા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ચોક્કસપણે થાય છે.

જે ઘરમાં સ્ત્રીઓ ઘરના વડીલોનું સન્માન કરતી નથી અને હંમેશા લડાઈ ઝઘડા કરે છે આવા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરતા નથી. આવા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. જે ઘરમાં ઘરની સ્ત્રી દરરોજ સવારે માતા તુલસીને જળ ચઢાવે છે અને સૂર્યદેવની પણ જળ અર્પિત કરે છે આવા પરિવાર ઉપર પણ માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે.

જે ઘરની મહિલા દાન ધર્મની વાતો માં વિશ્વાસ રાખે છે અને લોકો પ્રત્યે દયાળુ સ્વભાવ રાખે છે આવા ઘરમાં ખૂબ જલ્દી માતા લક્ષ્મીનું આગમન થાય છે. આપણે જે દાન લોકોને કરીએ છીએ તે દાન જ આશીર્વાદના રૂપમાં આપણ ને પાછું મળી જાય છે જેથી દાન કર્મ કરવામાં કદાપિ પાછા પડવું જોઈએ નહીં. ઘરની સ્ત્રીઓએ ઘર પરિવારને સુખી સમૃદ્ધ રાખવા માટે આવી કેટલીક બાબતોનું અવશ્યપણે ધ્યાન રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *