કોઈના પાછળ જિંદગી ખરાબ કરતા પહેલા, કોઈના પાછળ રોતા પહેલા આ એક વાર જરૂર વાંચજો, કોઈ તમારી લાગણીઓનો ફાયદો ના ઉઠાવી જાય.

Uncategorized

મિત્રો, ખૂબ વધારે લગાવ ખૂબ વધારે દર્દ પણ લઈને આવે છે તમારી જિંદગીમાં. ઘણા લોકો કહે છે કે હું કોઈ વ્યક્તિ વગર રહી શકતી નથી. તે વ્યક્તિની યાદો માંથી બહાર નહોતી નીકળી શકતા તમને ખબર છે આવું કેમ થાય છે? કારણકે તમે કોઈ માણસને પોતાની જિંદગીમાં એટલી વધારે જગ્યા આપી દો છો કે તમારી જિંદગીમાં તમે તો ક્યાંય હોતા જ નથી. તમે તમારી દરેક ખુશી એક માણસ સાથે જોડી લો છો. તમારું દરેક સપનું પણ એ વ્યક્તિ સાથે જોડી લો છો અને તમે તો ક્યાંય હોતા જ નથી. અને જે સંબંધોમાં તમે પોતાની જાતને ખોઈ બેસો છો તો યાદ રાખજો તે સબંધ આજ નહીં તો કાલે તમને જરૂર દર્દ આપશે.

કોઈપણ વ્યક્તિ માટે એ કામ કરવા કદી ન છોડો જે તમને ખુશી આપે છે. માણસો તો આપણા જીવનમાં આવે છે અને ઘણા ચાલ્યા જાય છે. પરંતુ જેનાથી તમને ખુશી મળે છે એ ખુશી તમારી સાથે જ રહે છે. જીવનમાં ઘણા લોકો આપણને વચનો આપે છે, મોટી મોટી વાતો કરે છે સાત જન્મો સુધી સાથે રહેવા સુધીની વાતો કરે છે અને તમે તમારા લાગણીશીલ સ્વભાવના કારણે તે માની પણ લો છો. અરે આજકાલના સંબંધોમાં સાત દિવસની ગેરંટી નથી હોતી અને તમે તમારા સ્વભાવના કારણે આજે પણ સાત જન્મોની વાતો ઉપર વિશ્વાસ કરી લો છો. આટલું કેમ કોઈના મોંહમા આંધળા બની જાઓ છો.

એક વાત તમે તમારા દિલ અને દિમાગમાં બેસાડી દો તો કદી દુઃખી નહીં થાઓ કે કોઈપણ વ્યક્તિ સો ટકા ફક્ત તમારો નથી બની શકતો. દરેક વ્યક્તિ તમારો ટુકડાઓમાં હોય છે. તે વ્યક્તિની જિંદગીમાં બીજા પણ ઘણા લોકો હોય છે પરંતુ તમે શું કરો છો? તમે તમારા જીવનના સો ટકા એ વ્યક્તિને આપી દો છો. તમે તમારી દરેક ખુશી દરેક સંબંધ એક વ્યક્તિ સાથે જોડીને બેસી જાવ છો, તે જ વ્યક્તિ તમારા માટે બધું જ હોય છે. હવે વિચારો કે જે વ્યક્તિ પાસે સંબંધોના આટલા બધા ઓપ્શન હોય એ વ્યક્તિ ફક્ત તમારો જ કેવી રીતે બની શકે અને તમે તેની સાથે સાત જન્મો સુધીના સંબંધોની અપેક્ષા રાખો છો જેથી છેવટે તો તમારું દિલ તૂટે છે. પછી તમે રોતા રહો છો અને તડપતા રહો છો.

તો આ એક જ વાત મનમાં રાખો કે કોઈપણ વ્યક્તિ 100% તમારો નથી હોતો. સો માંથી 99 ટકા લોકો આવા હોય છે જે પોતાના સો ટકા કોઈને નથી આપતા. દુનિયામાં મુશ્કેલથી એક ટકા લોકો એવા હોય છે જે પોતાના સો ટકા કોઈ એક વ્યક્તિને આપી દે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સો ટકા બીજા કોઈ વ્યક્તિને આપી દે છે ત્યારે તેના જીવનમાં બીજું કશું વધતુ જ નથી અને આવી સ્થિતિમાં તે વ્યક્તિ અંદરથી તૂટી જાય છે અને વિખેરાઇ જાય છે. બધું જ હોવા છતાં તે વ્યક્તિ ખતમ થઇ જાય છે.તમે આવી ભૂલ કદી ન કરતા. કારણ કે મિત્રો આજના જમાનામાં લોકો ખૂબ જ હોશિયાર હોય છે અને આજના જમાનામાં આટલા ભાવુક થઈને જીવશો દરેક કોઈ તમારું દિલ તોડીને ચાલ્યુ જશે. અને જે લોકો મોટી મોટી વાતો કરે છે ને તે ફક્ત વાતો જ હોય છે, આવા લોકોને કોઈ દિવસ અજમાવીને જુઓ એક મિનિટમાં બધું જ સત્ય સામે આવી જશે પરંતુ તમે તેમને અજમાવતા જ નથી ને.

તમે બસ વિશ્વાસ કરી લો છો કે એ માણસએ મને વચન આપ્યું હતું, પરંતુ તે વચનો, પ્રોમિસ હવામાં ઉડી જાય છે. એક વાત યાદ રાખો કે જ્યાં સુધી કોઈ માણસ જીવનમાં તમારા માટે હકીકતમાં પ્રેક્ટીકલી કંઈ કરતું નથી ત્યાં સુધી Never Trust enybody કોઈના પર વિશ્વાસ કરશો નહીં. કોઈ તમને શું કહે છે તેનું કોઈ મહત્વ નથી પરંતુ તે તમારા માટે શું કરે છે તે મહત્વનું છે. સંબંધોમાં શબ્દો પર વિશ્વાસ ન કરો પરંતુ તેમના કામ પર વિશ્વાસ કરો કે તે તમારા માટે શું કરી શકે છે. કારણકે અત્યારે લોકો બોલે કંઈ બીજું છે અને કરે કઈ બીજું છે. જે લોકો તમને તડપાવી રહ્યા છે, તમને દુઃખી કરી રહ્યા છે તેવા લોકો તમારી સાથે ભલે ગમે તેટલી પ્રેમની મીઠી મીઠી વાતો કરે, મોટા મોટા વચનો આપે પરંતુ તમે તેમના ચક્કરમાં ફસાઈ ના જતા.

જો તમે ઇચ્છો છો તે તમારી ભાવનાઓનો,તમારી લાગણીઓનો તમારી માસુમિયતનેનો ,તમારા પ્રેમનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવી જાય થોડા હોશિયાર તમે પણ બનો. બધું જ લાગણીઓ ઉપર છોડી દેશો નહીં. કે જે વ્યક્તિ તમને છોડીને જતું રહ્યું છે ને તેને જતું રહેવું જોઈએ હતું. કારણ કે જે છોડીને ચાલી જાય છે ને તે આપણું કદી હોતું જ નથી. જે વ્યક્તિએ ફક્ત તમને રોવડાવ્યા હોય તમને દુઃખ જ આપ્યું હોય તો તેના છોડીને જવાથી તમે એમ કેમ વિચારી શકતા નથી કે એ વ્યક્તિ તમારા જીવનમાં આવ્યું તે પહેલાં તમે વધારે ખુશ હતા. અને આજે પણ એ વ્યક્તિ માટે તમારા મનમાં જે આંધળો મોહ છે એમ મોહ તમને રડાવી રહ્યોં છે. એ વ્યક્તિ એ તો તમારા માટે કંઈ જ કર્યું જ નથી સિવાય કે તમારુ દિલ દુખાવવુ. બસ વાતો કરી હશે મોટી મોટી પરંતુ વાતો તો દરેક કરે છે. તે વ્યક્તિ માટે તમે એટલા મહત્વના હોત તો એ વ્યક્તિ તમને કદી નહીં છોડે. દુનિયામાં ખુશ રહેવા માટેની હજાર જગ્યાઓ છે પરંતુ કોઈ એક વ્યક્તિ ના કારણે તમારી જીંદગી બરબાદ ના કરતા એટલે પાછળ જોવાનું છોડીને આગળ વધો, આ ખૂબસૂરત દુનિયા અને આ ખૂબસૂરત જિંદગી પોતાની બાહો ખોલીને તમારું સ્વાગત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *