જે પોતાની પત્નીને મારે છે, શાસ્ત્રો મુજબ મૃત્યુ પછી તેને આવી મળે છે સજા.

Astrology

મિત્રો, આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે,” યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ” અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. પરંતુ જેમ જેમ લોકો ધર્મશાસ્ત્રોથી દૂર થતા જાય છે તેમ તેમ ઘણા લોકો સ્ત્રીઓની ઈજ્જત કરવાનું ભૂલી ગયા છે. ઘણા લોકો એવા પણ છે જે વાત વાત ઉપર પોતાની પત્નીને માનસિક અને શારીરિક રૂપથી ત્રાસ આપે છે. હિન્દુ ધર્મશાસ્ત્ર ગરુડ પુરાણમાં આ પ્રકારના કામો માટે નર્કમાં મળવા વાળી સજા વિશે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. જે પુરુષ આ સજાઓ વિશે જાણશે તે ભૂલથી પણ પોતાની પત્ની કે કોઇપણ મહિલાની સાથે આવું વર્તન નહીં કરે.

ભગવાન વિષ્ણુએ ગરૂડ પુરાણમાં કહ્યું છે કે જે પુરુષ દ્વેષ કે ઈર્ષાના કારણે કે પછી પુત્ર પ્રાપ્તિ ન થવાના કારણે પોતાની પત્નીને છોડી દે છે આવા પુરુષને ઘણા જન્મો સુધી ચક્રવાક પક્ષીનો જન્મ મળે છે. જે પુરુષ ફક્ત ધનની લાલચમાં પોતાની પત્ની સાથે રહે છે અને ધન ન રહેતા તેની પત્નીને છોડી દે છે આવા પુરુષને તમિસ્રમ નામના નર્કમાં કષ્ટ ભોગવવું પડે છે. આ નર્કમાં આવા પુરુષોને લોખંડની પટ્ટીઓ વડે ત્યાં સુધી મારવામાં આવે છે જ્યાં સુધી તેના લિંગ અને મોઢામાંથી લોહી ન આવે અને તે બેહોશ ન થઈ જાય. જે પુરુષ પોતાના પતિ હોવાનું કર્તવ્ય પૂરું નથી કરતો તેને મૃત્યુ બાદ અસિતાપત્રમ્ નામના નર્કમાંથી સજા ભોગવવી પડે છે. આ નર્કમાં પાપીઓને અણીદાર હથિયાર વડે તેમના શરીરને ખોતરવામાં આવે છે. ત્યારબાદ ચાબુક વડે તેને માર મારવામાં આવે છે.

જે પુરુષ પોતાની પત્ની હોવા છતાં પરસ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને મૃત્યુ પછી સલમાલી નામના નર્કમાં તેના અંગો ઉપર ગરમ ઉકળતું પીગળેલું લોખંડ રેડવામાં આવે છે. ત્યારબાદ યમદૂત તેને ખૂબ જ ખરાબ રીતે પીટે છે. આ સિવાય જે પુરુષ કોઇપણ મહિલાને લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે અને ત્યારબાદ તેની સાથે લગ્ન નથી કરતો તેને મૃત્યુ બાદ નર્કમાં જાનવર સમજવામાં આવે છે. અને મળમૂત્રથી ભરેલા એક કૂવામાં તેને નાખી દેવામાં આવે છે. જે પુરુષ પોતાની પત્નીને અપમાનિત કરે છે અથવાતો તેનું ઉત્પીડન કરે છે તેને મૃત્યુ બાદ કાલસુત્રમ નામના નર્કમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ અને તપતી જમીન પર દોડાવવામાં આવે છે. આવા પુરુષો સાથે એવો જ વ્યવહાર કરવામાં આવે છે જે જીવતા તેને પોતાની પત્ની સાથે કર્યો હોય છે.

જે પુરુષ પોતાની પત્ની સાથે વ્યભિચાર અર્થાત બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ બનાવે છે અથવા તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધ તેની સાથે સંબંધ બનાવે છે,મૃત્યુ બાદ આવા પુરુષોના જનનાંગને કાપી દેવામાં આવે છે અને તે સ્થાન ઉપર લોખંડની બનેલી ગદાને લગાવી દેવામાં આવે છે. જે પુરુષ શારીરિક સંબંધ વખતે પોતાની પત્ની સાથે જાનવરોની જેમ વ્યવહાર કરે છે તે પુરુષોને મૃત્યુ પછી મૂત્ર, રક્ત ,સડેલા મૃતદેહ, ઝેરી કીડા અને જાનવરોના વચ્ચે સજા ભોગવવા માટે છોડી દેવામાં આવે છે.

જે પુરુષ પોતાની પત્નીને ભોજનમાં વિષ મિલાવીને મારી નાખે છે તેને મૃત્યુ પછી નર્કમાં હજારો કુતરા વડે કાપી દેવામાં આવે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે પુરુષ પોતાની પત્નીની હ-ત્યા કરી દે છે તેને મૃત્યુ પછી નર્કમાં લોહીની નદીમાં નાખી દેવામાં આવે છે જ્યાં મગર ,સાપ જેવા હિંસક પ્રાણીઓ તેને ઘણા બધા પ્રકારની યાતનાઓ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ કહે છે કે જે પુરુષ પોતાની ગર્ભવતી પત્ની પર હાથ ઉઠાવે છે તેને જન્મો જન્મો સુધી નર્કમાં રહીને અલગ અલગ પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે. તો મિત્રો આપણે સમાજની તમામ મહિલાઓ, પોતાની માતા અને પત્નીનું હંમેશા સન્માન કરવું જોઈએ કારણ કે આપણે શરૂઆતમાં જ જાણ્યું કે”યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ” એટલે કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં જ દેવી-દેવતાઓ વાસ કરે છે. રાધે રાધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *