સ્મશાનયાત્રામાં યાત્રામાં પાણીથી ભરેલી માટલી કેમ લઈ જવામાં આવે છે, શાસ્ત્રોમાં જણાવ્યું છે આ કારણ.

Astrology

મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી ૧૬ સંસ્કાર નું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી સૌથી છેલ્લો અંતિમ સંસ્કાર હોય છે. આ અંતિમ સંસ્કારની ઘણી બધી વિધિઓ આપણે કરીએ છીએ જે મનુષ્યની આત્માની મુક્તિ માટે ખૂબ જ અનિવાર્ય હોય છે. એમાંથી જ એક વિધિ છે સ્મશાનયાત્રા વખતે માટલી લઈને જવામાં આવે છે. તમે પણ જોયું હશે કે અંતિમ સંસ્કાર વખતે એક કાણાવાળી માટલીમાં પાણી ભરીને ચિતા પર સૂતેલા મૃતકની પરિક્રમા કરવામાં આવે છે. અને પરિક્રમા પૂર્ણ થયા પછી તેને પછાડીને ફોડી દેવામાં આવે છે.

ગરુડ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે મૃતક વ્યક્તિની આત્માનો તેના શરીર પ્રત્યેનો મોહ દૂર કરવા માટે આવું કરવામાં આવે છે. અહીંયા મનુષ્યના શરીરની તુલના પાણીથી ભરેલી માટલી સાથે કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક મનુષ્યનું જીવન માટલી જેવું હોય છે અને જેમાં ભરેલું પાણી આપણો સમય છે. જે રીતે ઘડાના કાણામાંથી એક-એક ટીંપુ પાણી બહાર નીકળે છે એવી જ રીતે આપણા માટલીરૂપી જીવન માંથી આયુ રૂપી પાણી દરેક ક્ષણે ટીંપે ટીંપે ટપકી રહ્યું છે જેનો અંત થતાં વ્યક્તિ આ સંસારમાં બનાવેલા તમામ સંબંધો છોડીને પરમાત્મા પાસે ચાલ્યો જાય છે. જીવનના અંત બાદ માટલી ફોડવાનો શાસ્ત્રોમાં આ જ અર્થ બતાવવામાં આવ્યો છે.

તમે પણ કોઈ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હશે તો તમને ચોક્કસ ખબર હશે કે અંતિમ સંસ્કાર આ વખતે જ્યારે મૃત વ્યક્તિની કપાલ ક્રિયા કરવામાં આવે છે ત્યારબાદ માટલીને લઈને ચિતાની આજુબાજુ પરિક્રમા કરવી પડે છે. ગરુડ પુરાણ અનુસાર કર્તા એટલે કે મૃત વ્યક્તિનો પુત્ર કે કોઈપણ સંબંધી ખભા પર પાણીથી ભરેલી માટલી લઈને મૃત વ્યક્તિના પગની તરફ દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઉભો રહે છે. બીજો કોઈ પણ વ્યક્તિ તેની પાછળ ઉભો રહે અને સ્મશાનમાંથી જ એક નાનકડો પથ્થર લઇને માટલીના નીચેના ભાગમાં એક કાણું પાડે છે.

મૃતકનો પુત્ર કે કોઈ સંબંધી માટલીનું પાણી જમીન ઉપર ફેલાવતા ફેલાવતા ચિતાની ચારેબાજુ પરિક્રમા કરે છે. ત્યારબાદ માટીના નીચે બીજો છેદ કરવામાં આવે છે અને ફરીથી બીજી પરિક્રમા કરવામાં આવે છે અને ત્યારબાદ ત્રીજો છેદ કરવામાં આવે છે અને ત્રીજી પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ મૃતક વ્યક્તિ જો પુરુષ હોય તો તેના માથા તરફ પીઠ કરીને અને જો સ્ત્રી હોય તો તેની પગની દીશામાં પીઠ કરીને ઉભા રહીને પાછળ ન જોઈને માટલી ખભાની પાછળ રાખીને ફોડી દેવામાં આવે છે.

આ ક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકના પુત્ર કે તેના સંબંધીએ મૃતકની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જે રીતે અંતિમ યાત્રા દરમિયાન માટલીમાં પાણી લઈને જવાની વાત કરવામાં આવી છે એવી રીતે પાણીના મહત્વને પણ સમજાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ગંગાજળની શુદ્ધિ કરવાવાળું જળ માનવામાં આવે છે. એટલા માટે મનુષ્યના અંત સમયે કરવાની વિધિમાં જળ નો સમાવેશ કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર પછી જળ વડે સ્નાન કરીને શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. અંત સમયે મોઢામાં ગંગાજળ હોવાથી મૃતકને યમલોક જવાના રસ્તામાં યમદૂત તેને હેરાન કરતા નથી. એનું એક ઉદાહરણ એ છે જ્યારે પણ આપણે કોઈ યાત્રા કરીએ છીએ કે લગ્ન વખતે દીકરીને વળાવતી વખતે પણ તેને પાણી પાવામાં આવે છે એટલે મરવા વાળા વ્યક્તિને જળ પીવડાવવાનું ધાર્મિક કારણ સાથે વ્યવહારિક કારણ પણ છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *